Posts

હિન્દુ ધર્મ સાહિત્યની ઉત્પત્તિ અને વિકાસ તથા પરંપરા –ભાગ -૧

Image
હિન્દુ ધર્મ સાહિત્યની ઉત્પત્તિ અને વિકાસ તથા પરંપરા –ભાગ -૧ હિન્દુ ધર્મ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મોમાંનો એક છે , જેને વૈદિક સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિની ઓળખ તેના સાહિત્યથી થાય છે. હિન્દુ ધર્મ સાહિત્ય એ માત્ર ધાર્મિક પુસ્તકોનો સંગ્રહ નથી , પરંતુ તે હજારો વર્ષોના ચિંતન , વિજ્ઞાન , તત્વજ્ઞાન , ખગોળશાસ્ત્ર અને માનવ જીવન જીવવાની કળા નો અમૂલ્ય વારસો છે. આ સાહિત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ એક પ્રબોધક કે એક ચોક્કસ સમયગાળામાં નથી લખાયું , પરંતુ સદીઓ સુધી ઋષિ-મુનિઓની મનોમંથન અને આધ્યાત્મિક અનુભૂતિઓનું પરિણામ છે. ૧. મૂળ ઉત્પત્તિ અને મૌખિક પરંપરા ( Oral Tradition)   સાહિત્યનું મુખ્ય વર્ગીકરણ : હિન્દુ ધર્મ સાહિત્ય મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે: ૧. શ્રુતિ અને ૨. સ્મૃતિ . ૧. શ્રુતિ :- હિન્દુ સાહિત્યની ઉત્પત્તિ લિપિ (લખાણ) શોધાઈ તે પહેલાં થઈ હતી. શ્રુતિ પરંપરા: શરૂઆતમાં જ્ઞાનને પિતાથી પુત્ર કે ગુરુથી શિષ્ય સુધી માત્ર બોલીને અને સાંભળીને પહોંચાડવામાં આવતું. તેને ' શ્રુતિ ' ( જે સાંભળવામાં આવ્યું છે) કહેવાય છે. વિકૃતિ પાઠ :-   મંત્રોના ઉચ્ચારણમાં સહ...