Posts

Who is Bhagavan OR ISHWAR OR ભગવાન અથવા ઈશ્વર એટલે કોણ ?

ૐ તત સત હમણા ભગવાન કોણ ? ની બાબતમાં વિવાદ થયો.આવા વિવાદોના સમાધાન આપણા શાસ્ત્રોમાં સારી રીતે આપેલ છે.આજે આપણે આ વિશે થોડી સમજ કેળવીયે. ભગવત ગીતામાં સાકાર અને નિરાકાર ભગવાનના સ્વરૂપ વિશે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે મનુષ્ય પાંચ ઈન્દ્રિય પર સમ્પુર્ણ કાબુ કે અંકુશ મેળવી લે છે ત્યારે તે મનુષ્ય તેના મન પર નિયંત્રણ મેળવવામાં સફળ થાય છે. અને ત્યારે તેને જ્ઞાન થાય છે કે ભગવાન ફક્ત નિરંકાર સ્વરૂપમાં જ મેળવી શકાય છે . એવી મૂર્ત સ્વરૂપ શક્તિ જે સમયની પહેલા હતી અને પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા સમજની બહાર છે જે જન્મ અને મરણથી પર છે આવી અવ્યક્ત અને અનંત શક્તિને પામવા ખાસ યોગ કે તપ કરવું પડે છે.    ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સર્વશક્તિમાન ભગવાન મન અને બુધ્ધિથી સમજી શકાય તેમ નથી.મનુષ્યની બુધ્ધિ હમેંશા આપણને જે કાંઈ અનુભવ કરીએ છીએ તેનો અભ્યાશ કરી તેને સંચિત કરે છે આથી જ તો મન અને બુધ્ધિ દ્વારા સર્વશક્તિમાન ભગવાનને સમજી કે પામી શકીયે નહી.    ભગવાન શ્રીકૃષ્ણ કહે છે   કે મનુષ્ય પાસે રહેલ ઈંદ્રિયના સિમિત શક્તિની મદદથી ભગવાનના અસ્તિત્વને સમજા...

હિન્દુ ધર્મ અને તેના વિભાગ OR HINDU SCHOOL & ITS MAIN BRANCHES

હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ છે. લોહ યુગ દરમ્યાન વેદોનો ઉદભવ લગભગ ૪૦૦૦ વર્ષો પહેલા થયો હોય તેવુ માનવામાં આવે છે. ઘણા વૈચારકોનું માનવું છે કે વેદોનો ઉદભવ ૬૫૦૦ વર્ષો પહેલા થયો હોવો જોઈએ કારણકે ભગવાન શ્રીકૃષ્ણનો સમય ગાળો ૫૩૦૦ વર્ષોનો પહેલાનો હોવાની સાબીત થયેલ છે અને ત્યાર પહેલા વેદ વ્યાસ ઋષિએ વેદનું ચાર વેદોમાં વિભાજન કર્યં હતું.   જૈનધર્મ ને લગભગ ૨૮૦૦ વર્ષોનો અને બૌધધર્મ ૨૪૦૦ વર્ષો પહેલા અને ઈસાઈ ધર્મ ૨૦૦૦ વર્ષો પહેલા અને મુસ્લિમ ધર્મ ૧૪૦૦ વર્ષો પહેલાનો છે .(દરેક ધર્મનો સમય ગાળો અલગ અલગ હોય શકે છે.આ કોઈ સચોટ કે ચર્ચા કે વિવાદ કરવા માટે નથી ફક્ત સમજવા માટે છે ગણતરી ભુલ ક્ષમા કરશો)     આ ધર્મે   જીવન જીવવાના શાશ્વત નિયમ આપેલ છે , રોજીંદા જીવનમાં પાળવાના શાશ્વત નિયમ આપેલ છે અને કોઈપણ નાત , જાત કે વર્ગના ભેદભાવ વગર દરેક મનુષ્યે જેને ઉતમ ગતિ પ્રાપ્ત કરવા કે ઉતમ જીવન જીવવા માંગે છે તેના માટે શાશ્વત રસ્તાઓ અને ફરજોનો સ્પષ્ટ ઉલેખ કરાયેલ છે. મનુષ્યના કર્મના આધાર પર ભગવાન મનુએ ચાર ભાગ પાડ્યા જેને વર્ણ કહેવાય છે જેમાં બ્રાહ્મન , ક્ષત્રિય , વૈષ્ય અને શુદ્ર આ ચાર...