ભગવાન,કર્મ અને કર્મફળ LORD WORKS IN MYSTERIOUS WAYS
મારા એક મિત્રએ મોકલાવેલ મેઈલના અને મારા એક સબધીની સાથે બનેલ બનાવના સંદર્ભમાં આજે લખવાનું થયુ. એક બહુ જ પ્રખ્યાત મંદિરનો સફાઈ કામદાર જે પોતાના કામમાં ઘણો જ ગભીર અને સમર્પિત હતો.તે મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા આવતા.દર્શન કરતા ભક્તોને અને ભગવાનને જોઈને કામદાર વિચારતો કે ભગવાન દરેક ટાઈમે અને દરરોજ ભક્તોને દર્શન આપવા ઉભા હોય છે તો તે ઉભા રહીને થાકી જતા હશે. તેથી તેને એક દિવસ નિર્દોશતાથી પોતે ભગવાનને કીધુ કે જો તમારે આજે આરામ કરવો હોય તો તમારી જગ્યાએ આજના દિવસ પુરતો હુ ઉભો રહીશ! કામદારના આશ્ચર્ય વચ્ચે ભગવાને જવાબ આપ્યો કે એક દિવસ પુરતો મને કંઈ વાધો નથી. હુ તને મારા રૂપમાં પરીવર્તિત કરી દઈશ અને તારે દરેક સમયે મારી જેમ જ ઉભુ રહેવાનુ છે અને હમેશા મુખ પર હાસ્ય રહેવુ જોઈએ અને દરેકને આશિષ આપતા રહેવુ. કોઈ વાતમાં હસ્તક્ષેપ કરવો નહી અને કશું જ બોલવુ નહી .તારે ખાસ ધ્યાન રાખવાનુ કે આજે તુ ભગવાન છો અને તારે વિશ્વાસ રાખવાનો છે કે મારી પાસે દરેક વસ્તુ,જીવ કે નિર્જિવ માટે બૃહદ યોજના( Master Plan) હોય જ છે. સફાઈ કામદાર ભગવાનની વાત સાથે સહમત થઈ ગયો. ભગવાન અને સફાઈ ...