Posts

Showing posts from January, 2013

મહા મેળો “મહા કુંભ” Largest Hindu Festival “KUMBH”

Image
કુંભ મેળાનો ઈતિહાસ મનુષ્યની   ઉત્પતિ થઈ એટલો જૂનો છે. જ્યારે બધા જ દેવતાઓ મહર્ષિ દુર્વાસા ના અભિશાપના પ્રભાવ હેઢળ નબળા પડ્યા અને દાનવો સામે યુધ્ધ હારી ગયા  ત્યારે ભગવાન જગતની ઉત્પતિ કરનાર શ્રી બ્રહ્માએ દેવતાઓને શિખામણ આપી કે તેઓએ અમરત્વ અપાવે એટ્લે કે “ અમૃત ”   માટે ક્ષીરસાગર ને વલોવવો જોઈએ . દરીયાને વલોવવા માટે દેવતાઓએ દાનવોની મદદ માગી.દેવતા અને રાક્ષશો વચ્ચે ક્ષીરસાગરમાથી અમૃત મેળવવા અને તેને સરખે ભાગે વહેચવાની કામ ચલાવ સંધી થઈ. મંદરા પર્વતને વિષ્ણુ ભગવાનના કર્મ અવતાર "કાચબા "પર મૂકીને વલોણા તરીકે અને શાપોના રાજા વાસુકીને દોરડા તરીકે ઉપયોગ કરવાનું નક્કી થયું , દેવતા અને યક્ષ અને ગાન્ધર્વ   શાપના પૂછડા તરફ અને રાક્ષશો શાપના મોઢા તરફ રહ્યા અને ૧૦૦૦ વર્ષ દૂધ(ક્ષીર સાગર) સાગરને વલોવતાં રહ્યા. સૌથી પહેલા હળાહળ ઝેર , પછી પૈસાની દેવી   લક્ષ્મીજી " , અપ્સરા"રંભા " , સુરા અથવા મદ્ય , મોતી "કૌસ્તુભા" , કલ્પવૃક્ષ "પારીજાત " , ચંદ્ર , સફેદ હાથી "ઐરાવત" અને સફેદ ઘોડો "ઉચ્ચાઈશ્રાવસ" કામઘેનું ગાય "સુરભિ" , ધનુષ , બ