Posts

Showing posts from June, 2014

હિન્દુ ધર્મ અને તેના વિભાગ OR HINDU SCHOOL & ITS MAIN BRANCHES

હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ છે. લોહ યુગ દરમ્યાન વેદોનો ઉદભવ લગભગ ૪૦૦૦ વર્ષો પહેલા થયો હોય તેવુ માનવામાં આવે છે. ઘણા વૈચારકોનું માનવું છે કે વેદોનો ઉદભવ ૬૫૦૦ વર્ષો પહેલા થયો હોવો જોઈએ કારણકે ભગવાન શ્રીકૃષ્ણનો સમય ગાળો ૫૩૦૦ વર્ષોનો પહેલાનો હોવાની સાબીત થયેલ છે અને ત્યાર પહેલા વેદ વ્યાસ ઋષિએ વેદનું ચાર વેદોમાં વિભાજન કર્યં હતું.   જૈનધર્મ ને લગભગ ૨૮૦૦ વર્ષોનો અને બૌધધર્મ ૨૪૦૦ વર્ષો પહેલા અને ઈસાઈ ધર્મ ૨૦૦૦ વર્ષો પહેલા અને મુસ્લિમ ધર્મ ૧૪૦૦ વર્ષો પહેલાનો છે .(દરેક ધર્મનો સમય ગાળો અલગ અલગ હોય શકે છે.આ કોઈ સચોટ કે ચર્ચા કે વિવાદ કરવા માટે નથી ફક્ત સમજવા માટે છે ગણતરી ભુલ ક્ષમા કરશો)     આ ધર્મે   જીવન જીવવાના શાશ્વત નિયમ આપેલ છે , રોજીંદા જીવનમાં પાળવાના શાશ્વત નિયમ આપેલ છે અને કોઈપણ નાત , જાત કે વર્ગના ભેદભાવ વગર દરેક મનુષ્યે જેને ઉતમ ગતિ પ્રાપ્ત કરવા કે ઉતમ જીવન જીવવા માંગે છે તેના માટે શાશ્વત રસ્તાઓ અને ફરજોનો સ્પષ્ટ ઉલેખ કરાયેલ છે. મનુષ્યના કર્મના આધાર પર ભગવાન મનુએ ચાર ભાગ પાડ્યા જેને વર્ણ કહેવાય છે જેમાં બ્રાહ્મન , ક્ષત્રિય , વૈષ્ય અને શુદ્ર આ ચાર ભાગના મનુષ્યના કર્