Posts

Showing posts from July, 2012

In Hindu religion,Ganga jal and tulsi.હિન્દુધર્મ,ગંગાજળ અને તુલસી

Image
આજે આપણે આપણા ધર્મમાં જેને પવિત્ર ગણીએ છીએ એવી કેટલીક બાબતોની વૈજ્ઞાનિક સત્વ કે સત્યાતાની વાત કરીશુ (1) ગંગાજળ કે ગંગાજી:- ગંગાજી પાણીના પ્રવાહના આધારે દુનિયાની સૌથી વધુ પ્રવાહ વાળી 20 નદિઓમાં સમાવેશ થાય છે.ગંગાજી ઉદભવ સ્થાને અલકનંદા,નંદપ્રયાગમાં નંદાકીન, રૂદ્રાપ્રયાગમાં મંદાકીની અને દેવપ્રયાગમાં ભગીરથી અને હરીદ્વારામાં ગંગા ઓળખાય છે. પુરાણકથા:- મિત્રો આપણે બધાં જાણીએ છીએ કે રાજા સગર અશ્વમેઘ યજ્ઞ કરતા હતા અને ઈન્દ્રને યજ્ઞના પરિણામથી ભયભિત થઈને સગર રાજાનો યજ્ઞનો ઘોડો ચોરીને સંત શ્રી કપીલ મુનીના આશ્રમમાં બાંધિ જાય છે. સગર રાજાના 60000 પુત્રો યજ્ઞના ઘોડોને શોધવા નિકળે છે અને તેને કપિલ મુનિના આશ્રમમાં જોઈને શંકા થાય છે કે યજ્ઞનો ઘોડો કપિલ મિનિએ જ ચોરેલો હોવો જોઈએ તેથી કપિલ મુનિની અગાથ તપ અને સાધનામાં વિક્ષેપ પાડે છે તેથી કપિલ મુનિ ગુસ્સાથી પોતાની આંખો ખોલે છે જેમાંથી અગ્નિ વર્ષા થતા સગર રાજાના 60000 પુત્ર ભશ્મ થઈ જાય છે.યજ્ઞના અશ્વને અને પોતાના 60000 પુત્રને શોધવા સગર રાજા પોતના પૌત્ર અંશુમન ને મોકલે છે જે ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમે આવે છે અને ત્યા યજ્ઞના અશ્વને જોવે છે તેથી ક