Posts

Showing posts from November, 2011
એક દિવસ સાથે નૌકરી કરતા ત્રણ મિત્રો પંડ્યાભાઈ, પટેલભાઈ અને ઝાલાભાઈ પોતાની કારમાં હીલ સ્ટેશન પર ફરવા ગયા અને પાછા ફરતા તેની કાર ઉંડી ખાઈમાં પડતા જ ત્રણેય મિત્રોના મુત્યુ થયુ અને પહોચી ગયા સીધ્ધા યમ રાજાના દરબારમાં ત્યાં યમરાજા ત્રણેયની રાહ જોતાં હતાં.યમરાજાએ કહ્યુ: શ્રી પટેલભાઈ અને શ્રી પડ્યાભાઈને સ્વર્ગમાં લઈ જાવ અને શ્રી ઝાલાભાઈને નર્કમાં લઈ જાઓ. ઝાલાભાઈએ આ સાંભળતા જ તરત યમરાજા પાસે વિરોધ કર્યો અને યમરાજાને આવો ભેદભાવ શા માટે ? તેવો પ્રશ્ન કર્યો. અમે હમેંશા એક સરખું જ કાર્ય કર્યુ છે. ઓફીસ રાજકારણમાં, લોકોના કામ કરવામાં લાંચ, તથા બોસની ચમચાગીરી અને ઓફીસમાં અન્ય કાર્મચારીની બોસ પાસે ખોટી હલકી અને ખોટી કાનભંભેરણી બધું જ સરખુ કર્ય છે તો પછી અમારી સાથેનો વ્યવહાર અલગ અલગ શા માટે ? છતાં પણ તમારે નિર્ણય કરવામાં તકલીફ પડતી હોય તો પરીક્ષા લો ? યમરાજાને પણ લાગ્યુ કે આ વાત સાચ્ચી છે પૂર્વનિયોજીત કાલ્પિક નિર્ણય લેવો સારો નહી તેથી તે પરીક્ષા લેવા તૈયાર થઈ ગયા પણ યમરાજાએ સરત મુકી કે દરેકને ફક્ત ત્રણ જ પ્રશ્ન મુછવામાં આવશે અને તેનુ જે પરીણામ આવશે તે સર્વને સ્વિકાર કરવો પડશે.   ત્રણેય મિત્રો યમરાજા

આ પણ પસાર થઈ જશે "THIS SHALL TOO PASS"

એક દિવસ રાજાએ પોતાના રાજ્યમાં આવેલ સર્વ બુધ્ધિમાન તથા મહાન ઋષિમુનીઓને રાજ દરબારમાં બોલાવ્યા . સર્વને આદર સત્કાર કર્યા પછી રાજાએ પ્રશ્ન કર્યો કે “ કોઈ એવો મંત્ર છે કે જીવનની કોઈપણ સંજોગો , પરીસ્થિતિ , સ્થળ કે સમયે , કામ આવે ? સુખ કે દુઃખ , હાર કે જીત કોઈ પણ પરિસ્થિતિ માટે બસ એક જ મંત્ર   જે તમારી બધાની ગેરહાજરી હોય ત્યારે મને સાચ્ચી સલાહ આપે અને મારી મદદ કરે . જો કોઈ એવો મંત્ર હોય તો મને જણાવો . રાજાનો આવો પ્રશ્ન સાંભળીને રાજસભાના બધા જ બુધ્ધિમાન તથા ઋષિમુનિઓ સ્ટબ્ધ થઈ ગયા . બહુ લાંબી ચર્ચા વિચાર્ણાને અંતે એક   વૃધ્ધ માણસે   એવું સૂચન કર્યું   જે બધાએ માન્યુ . તે ઉભો થયો અને રાજા પાસે ગયો તેણે નાનકડા કાગળમાં કાંઈક લખેલ હતું તે રાજાને જિજ્ઞાસાને લીધે જોવુ નહીતે શરતે   આપ્યું. જ્યારે રાજા ફક્ત એકલો જ હોય અને કોઈ આત્યંતિક ભય હોય અને કોઈ રસ્તો બચતો ન હોય અને પોતાની જીંદગીનો નિર્ણાયક ક્ષણ હોયઅથવા રાજા પર જીવન કે મરણનો સવાલ હોય   ત્યારે ચીઠ્ઠીને ખોલી વાંચવી . રા