Posts

Showing posts from January, 2012

દરેક માણસ કોઈ ને કોઈ અસલામતીમાં જીવે છે "Never feel Unsafe about LIFE"

                          દરેક માણસ કોઈ ને કોઈ અસલામતીમાં જીવે છે હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ? કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી. વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું , અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?                                             - બરકત વીરાણી ‘ બેફામ ’ જિંદગી અનિશ્ચિતતા અને અસલામતીથી છલોછલ છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાતે અસલામતીનો અહેસાસ થાય છે. દરેક વ્યક્તિ કોઈ અજાણ્યા ભયમાં જીવે છે. આમ થશે તો ? તેમ થશે તો ? આટલાં વર્ષો મેં જે મહેનત કરી છે તેના ઉપર પાણી ફરી જશે તો ? મારી પાસે જે છે તે હું ગુમાવી દઈશ તો ? જાત જાતના ડરને કારણે માણસ તેની ‘ નેચરલ લાઇફ ’ જીવી શકતો નથી. બધા જ જાણે છે કે દુનિયામાં કંઈ જ સલામત કે સિક્યોર્ડ નથી , જિંદગી જ ક્યાં સિક્યોર્ડ છે ? હવે પછીની ક્ષણોમાં શું થવાનું છે એની તમને ખબર છે ? ના , આપણને ખબર નથી , તો પછી સતત ડરવાનું શા માટે ? અસલામતી કે અનિશ્ચિતતા એ ડરવાની વસ્તુ નથી , સમજવાની વસ્તુ છે , કારણ કે એ તો હાજર જ છે. તમે તેનાથી ભાગીને ક્યાંય જઈ શકવાના જ નથી. તમે ભાગશો તો પણ એ તમને પકડી લેશે. અસલામતીથી જરા પણ ડરો કે ડ

ઉતમ મેનેજર બનવા માટેના ગુણો . Idea characteristics of Best Managers

મિત્રો,સર્વને મકરસંક્રાતિની શુભ કામના ! શનિવારના દિવસે સાસણમાં વનભોજનનુ આયોજનમાં ગયેલ હોવાથી એક દિવસ મોડુ થયેલ છે.વનભોજનમાં સિંહ દર્શનનો પણ લાભ મળેલ જેની વાત પછી ક્યારેક કરીશુ.આ વખતે મેનેજમેંટ માટે કોઈ વાર્તાનો સહારો ન લેતા સીધો જ પ્રહાર કર્યો છે.આશા છે કે તમને ગમશે !             -:ઉતમ મેનેજર થવા માટેના ગુણો:- (1)કાર્યમાં અને ફરજમાં રસ (2)કાર્ય કરવાની તમ્નના (3)પરિણામ લાવવાની ઈચ્છા રાખનાર (4)નેતૃત્વ કરવાની તમન્ના રાખનાર (5)આયોજન અને સર્જનાત્મક વિચારો ધરાવનાર (6)આયોજન પ્રમાણે કાર્ય કરનાર અને કાર્ય સોંપનાર અને લેનાર (7)ધીરજથી કામ લેનાર (8)કાર્ય અને કાર્ય કરનાર પર યોગ્ય રીતે દેખરેખ રાખનાર (9)પોતાના વિચાર પ્રગટ કરવાની હિંમત અને આવડત (10)સારો શ્રોતા (11)ગણત્રી પુર્વકનુ જોખમ લેનાર (12)કાર્યનોધ રાખનાર (13) કાર્ય બગાડ અને નાણા બગાડ અટકાવનાર (14)નિષ્ફળતામાંથી શીખનાર (15)કડવુ સત્ય કહેવાની હીમત રાખનાર      -:ઉતમ મેનેજર બનતા અટકાવનાર અવગુણો:- (1)અવિશ્વાસ રાખનાર (2)દરેક કાર્ય પોતાએજ કરવુ જોઈએ એવો આગ્રહ રાખનાર (3)અકારણ ક્રોધ કરનાર (4) હઠીલાપણુ ધરાવનાર (5)વિવેકહીન અને કર્કસ ભાષા બોલનાર (6)નેતૃત્વન

નિમણુક , બઢતિ,બદલી ,Appointment,Promotion & Transfer

એક પ્રાણીસંગ્રાલયમાં ઉંટડી અને તેનો દિકરો નાનો ઉંટ આરામથી બેઠા હતા.નાના ઉંટે તેની માતાને કહ્યુ કે મા,મારા મનમાં થોડાક પ્રશ્નો છે તેનો જવાબ આપીશ ? ઉટડી:ચોક્કસ દિકરા !તને કોઈ વાતની ચિંતા થાય છે ? કે કોઈ વાતની તને ડર લાગે છે ? નાનો ઉંટ: હે મા, ભગવાને આપણને ખૂંધ ( HUMPS) શા માટે આપી છે ? ઉટંડી: દિકરા,આપણે રણમાં રહેનારા છીએ.ભગવાને આપણને ખૂંધ, પાણીના સંગ્રહ માટે આપી છે અને જ્યારે રણમાં પાણી ના મળે ત્યારે આપણે એ પાણીના ઉપયોગથી લાંબા સમય સુધી પાણી વગર ચલાવી શકીએ જ્યારે બીજા પ્રાણીઓ લાંબા સમય સુધી પાણી વગર નથી રહી શક્તા. નાનો ઉંટ: સારૂ ,પણ મા, આપણા પગ આટલા લાંબા અને ગોળ પંજા વાળા તથા નીચે ગાદી જેવા કેમ છે ? ઉટંડી:મારા પ્યારા દિકરા ,ભગવાને આપણને લાંબા તથા ગોળ અને ગાદીવાળા પગ એટલા માટે આપ્યા છે કે જેથી કરીને આપણે રણમાં બીજા બધા પ્રાણીઓ કરતા સારી રીતે ચાલી શકીએ છીએ,ઉટંડીએ ગર્વથી કહ્યુ.. નાનો ઉંટ:સારૂ, પણ મા, આપણી આંખના પાંપણના વાળ આટલા લાંબી કેમ ?કેટલીક વાર તો તે મારી આંખને ત્રાસ આપે છે. ઉટંડી:અરે દિકરા એજ પાંપણના વાળ આપણી આખોના રક્ષક છે.જ્યારે રણમાં ભારે પવનના લીધે રેતી,ઘુળની દમરીઓ ઉડે ત્યારે