ભગવાન,કર્મ અને કર્મફળ LORD WORKS IN MYSTERIOUS WAYS
મારા એક મિત્રએ મોકલાવેલ મેઈલના અને મારા એક સબધીની સાથે બનેલ બનાવના સંદર્ભમાં આજે લખવાનું થયુ.
એક બહુ જ પ્રખ્યાત મંદિરનો સફાઈ કામદાર જે પોતાના કામમાં ઘણો જ ગભીર અને સમર્પિત હતો.તે મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા આવતા.દર્શન કરતા ભક્તોને અને ભગવાનને જોઈને કામદાર વિચારતો કે ભગવાન દરેક ટાઈમે અને દરરોજ ભક્તોને દર્શન આપવા ઉભા હોય છે તો તે ઉભા રહીને થાકી જતા હશે.
તેથી તેને એક દિવસ નિર્દોશતાથી પોતે ભગવાનને કીધુ કે જો તમારે આજે આરામ કરવો હોય તો તમારી જગ્યાએ આજના દિવસ પુરતો હુ ઉભો રહીશ! કામદારના આશ્ચર્ય વચ્ચે ભગવાને જવાબ આપ્યો કે એક દિવસ પુરતો મને કંઈ વાધો નથી. હુ તને મારા રૂપમાં પરીવર્તિત કરી દઈશ અને તારે દરેક સમયે મારી જેમ જ ઉભુ રહેવાનુ છે અને હમેશા મુખ પર હાસ્ય રહેવુ જોઈએ અને દરેકને આશિષ આપતા રહેવુ.કોઈ વાતમાં હસ્તક્ષેપ કરવો નહી અને કશું જ બોલવુ નહી.તારે ખાસ ધ્યાન રાખવાનુ કે આજે તુ ભગવાન છો અને તારે વિશ્વાસ રાખવાનો છે કે મારી પાસે દરેક વસ્તુ,જીવ કે નિર્જિવ માટે બૃહદ યોજના(Master Plan) હોય જ છે. સફાઈ કામદાર ભગવાનની વાત સાથે સહમત થઈ ગયો.
ભગવાન અને સફાઈ કામદાર વચ્ચે નક્કી થયા પ્રમાણે બીજા દિવસે સફાઈ કામદાર ભગવાનનુ સ્થાન લઈ લીધુ. ભગવાનના દર્શન કરવા એક શ્રીમંત વેપારી આવ્યો તેને ભગવાનના ચરણોમાં સારા એવા પૈસા મુક્યા અને પ્રાર્થના કરી કે મારો વ્યવસાય વેપાર વધતો જ રહે.તે વેપારી અસાવધપણે પોતાનુ પૈસાથી ભરેલ પર્સ ભુલી ગયો.હવે ભગવાન રૂપે રહેલ સફાઈ કામદારતો બોલી શકે નહી તેથી તેને પોતાની જાતને નિયંત્રણમાં રાખીને કાઈ બોલ્યો નહી.
એટલામાં જ ત્યાં એક ગરીબ માણસ આવ્યો અને એક રૂપીયાનો સિક્કો ભગવાનના ચરણમાં ધરીને અને આખો બંધ કરીને બોલ્યો: “હુ તમારી આટલી જ સેવા કરી શકુ છુ અને પ્રાર્થના કરી કે મારૂ મન હમેશને માટે તમારી સેવામાં રહે અને હુ તમારી સેવા કરતો રહુ.તેને ભગવાનને વિનંતી કરી કે તેનુ કુટુંબ મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે પણ તે હુ તમારી ઉપર છોડુ છુ. ગરીબ માણસે આખો ખોલી તો તેને પૈસાથી ભરેલ પર્સ જોયુ.ગરીબ માણસે ભગવાનનો આભાર માનીને નિર્દોષતાથી તે પર્શ લઈ લીધુ.સફાઈ કામદાર ભગવાનના રૂપમાં હતો તેથી તે કાઈ બોલી શકે નહી અને હમેંશા હસતા રહેવાનુ હતુ તેથી તે કાઈ બોલ્યો નહી.
એજ સમયે એક ખારવો કે જે પોતાનુ જહાજ લઈને દરીયામાં જવાનો હતો તેથી પોતાની અને જહાજની સલામતીની પ્રાર્થના કરવા આવ્યો હતો. એટલામાં પૈસાદાર વેપારી પોલીશને લઈને ત્યાં મંદિરમાં આવ્યો અને પોલીશને કહ્યુ કે આ જ જગ્યાએથી પોતાનુ પાકીટ કોઈએ ચોરી લીધુ અને તે જ વખતે ખારવાને તે જગ્યા જ જોતા જ વેપારીએ પોલીશને કીધુ કે આ જ ખારવાએ જ લીધુ હોવુ જોઈએ માટે તેને પકડી લો અને પોલીશે પણ વિચાર્યુ કે તેને જ પર્શ ચોરી લીધુ હોવુ જોઈએ તેથી તેને પકડી લીધો.હવે ભગવાનના રૂપમાં રહેલ સફાઈ કામદાર કહેવા માંગતો હતો કે ખરવો ચોર નથી.પણ તે કહી શકે નહી તેથી તે મનમાં જ ઘણો જ ગુસ્સે થયો અને નિરાસ થયો.
ખરવાએ ભગવાનની સામે જોઈને કહ્યુ : હે ભગવાન આ તારી દુનિયામાં નિર્દોશ માણસને જ કેમ સજા થાય છે.પૈસદાર વેપારીએ ભગવાનનો આભાર માન્યો કે સારૂ કર્યુ કે ચોર મળી ગયો. સફાઈ કામદાર જે આજ પુરતો ભગવાન હતો તે આ બંધુ સહન ન કરી શક્યો અને તેને વિચાર્યુ કે જો ભગવાને પણ આવુ તો ન જ થાવા દેત. તેથી તેને બોલવાનુ ચાલુ કર્યુ અને પોલીશને કીધુ કે ખારવો ચોર નથી પણ ખારવા પહેલા એક ગરીબ માણસ મારા દર્શન કરવા આવ્યો હતો તે વેપારીનુ પર્શ લઈ ગયો છે.પૈસાદાર વેપારી અને ખારવા બન્ને એ ભગવાનનો આભાર માન્યો.
રાત થઈ એટલે ભગવાન આવ્યા અને સફાઈ કામદારને પુછ્યુ કે આજ નો દિવસ કેવો રહ્યો?
સફાઈ કામદારે કહ્યુ: મને લાગતુ હતુ કે આ કામ ઘણુ સરળ છે પણ મને આજે ખબર પડી ગઈ કે આ કામ સરળ નથી પણ આજે મે એક સારૂ કામ કર્યુ” અને પછી ભગવનને સફાઈ કામદારે પેલા વેપારી,ખારવો અને ગરીબ માણસ અને પોલીશની વાત કરી જે સાભળતા જ ભગવાન ઘણા જ અસ્વસ્થ અને દુખી થઈ ગયા .પણ સફાઈ કામદારને એમ હતુ કે ભગવાન આ સાભળીને ખુશ થશે.
ભગવાને સફાઈ કામદારને કહ્યુ : તુ આપણી યોજના પ્રમાણે કેમ ન રહ્યો.તારે મારા પર વિશ્વાસ રાખવો જોઈતો હતો.શુ હુ અહી મારા દર્શને આવતા લોકોની ભાવના નથી સમજી શક્તો ? જે પૈસાદાર વેપારીએ દાન આપ્યુ હતુ તે બધું જ ચોરીનુ હતુ અને તેણે ઘણા પૈસા ચોરીથી ભેગા કર્યા હતા તેમાંથી થોડા જ દાન કર્યા હતા અને તે પ્રાર્થના કરતો હતો કે તેના પૈસા હુ અનેક ગણા કરીને પાછા આપુ.પણ જે ગરીબ માણસે એક રૂપીયાનો સીક્કો આપ્યો હતો તેની પાસે તે એક રૂપીયો જ હતો અને તે મને મારા પરના વિશ્વાસે મને આપી દીધો હતો.ખારવાએ કાંઈ પણ ખોટુ કામ નહોતુ કર્યુ પણ જો તે આજે દરીયામાં પોતાના જહાજ શાથે જાત તો ખરાબ હવામાન અને દરીયાઈ તોફાનને લીધે તે મરી જાત.પણ જો તે આજે ચોરીના આરોપ સર પોલીશ પકડી જાત તો તેને એક જ દિવસ જેલમાં રહેવુ પડત પણ તેનુ જહાજ અને તે બન્ને મોટી આફતમાંથી બચી જાત.
પૈસા ભરેલ પાકીટ ગરીબ માણસ પાસે જ જાવુ જોઈતુ હતુ કારણ કે તે ગરીબ માણસ તે પૈસા મારી જ સેવામાં વાપરત અને તે પ્રમાણે પૈસાદાર વેપારીનુ ખરાબ કર્મ ઘટતુ જાત અને ખરવો પણ બચી જાત. પણ તે આ બઘું જ રદ કરી નાખ્યુ કારણ કે તને લાગ્યુ કે તુ મારી બૃહદ યોજના(MASTER PLAN) જાણી ગયો છો અને તે તારી યોજના બનાવી.
કથા સાંરાશ:-
(1)આપણને હમેંશા બિજાના કામ જ સરળ લાગતા હોઈએ છીએ પણ વાસ્તવિકતા કઈ જ જુદી જ હોય છે.
(2)ભગવાન પાસે દરેક ક્ષણ માટે યોજના હોય છે તેથી જે કઈ બન્ને છે તે તેની મરજીથી જ થાય છે.
(3)ભગવાન હમેશા ન્યાય પાલન કરે છે અને દરેકના “કર્મો” અનુશાર ફળ મળે જ છે પણ આપણામાં ધીરજ હોવી જોઈએ.
(4)જીંદગીમાં આપણને જે માટે લાયક હોય છે તે જ મળે છે નહી કે આપણી ઈચ્છા પ્રમાણે
(5)કુદરતના નિયમમાં કોઈ પ્રકારની છેડછાડ ન કરવી જોઈએ નહીતર તેના ગંભીર પરીણામ આવે છે.
આપણે હજારોની સંખ્યામાં ન કરવા જોઈતા અખતરા સંશોધનના નામે કરીએ છીએ અને તેનથી જ ઘણા બધા નુકશાન કારક રોગો અથવા આડ અસર ભોગવતા હોઈએ છીએ.
Comments
Post a Comment