Posts

Showing posts from October, 2014

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka

ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् । भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥ અર્થ:- “ૐ પૃથ્વિ લોક , વાયુમંડળ , તથા સ્વર્ગ , હું તે ગ્રહણ કરવા યોગ્ય દેવતા , સુર્ય ભગવાનની , ( પાપનાશક )શક્તિનું ધ્યાન કરીએ છીએ.મન/બુધ્ધિને જે સદમાર્ગની પ્રેરણા આપે. (જાગૃત કરે છે)” આ મંત્ર ચારેય વેદમાં છે. ઋગવેદના સાત પ્રસિધ્ધ છંદમાનો એક છંદ છે. જે આ પ્રમાણે છે (૧) ગાયત્રી (૨) ઉષ્ણિક (૩) અનુષ્ટુપ (૪) બૃહતિ (૫) વિરાટ (૬) ત્રિષ્ટુપ (૭) જગતિ. ગાયત્રિ છંદમાં આઠ અક્ષરના ત્રણ પદ હોય છે. ગાયત્રિમંત્રના ઋષિ વિશ્વામિત્ર છે અને દેવતા સુર્ય છે. ગાયત્રિમંત્ર ખરેખર સુર્યની આરાધના છે. वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥ અર્થ:- વાંકી સુંઠ વાળા , મોટી કાયા વાળા , કરોડ સુર્યના પ્રકાશ બરાબર તેજ વાળા વિઘ્ન વગર , હે દેવતા , હમેંશા મારા બધા જ કાર્યો પુરા કરો. ॐ पूर्णमदः पूर्णमिदँ पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ અર્થ:- તે સંપુર્ણ