Posts

Showing posts from August, 2014

૩૩ CRORES HINDU GOD OR તેત્રિશ કરોડ દેવતા ક્યાં ?

બૃહદરન્યક ઉપનિશદમાં પ્રકરણ ત્રણમાં , વિભાગ નવમાં એક ચર્ચા છે તેને નિચે આપેલ છે. શાકલ્ય , વિદાગ્ધા ઋષિન યજ્ઞવાલ્ક્ય ઋષિને પુછે છે કે ......... વિદાગ્ધા :- કુલ કેટલા દેવતા છે ? યજ્ઞવાલ્ક્ય :- ત્રણસો અને ત્રણ પછી તુરંત ઉમેર્યુ કે ત્રણ હજાર અને ત્રણ શાકલ્ય:- હે ઋષિ મે પુછેલા પ્રશ્નનો “કુલ કેટલા દેવતા છે ?” તેનો આ જ ઉતર છે ? ત્રણ હજાર અને ત્રણ તથા ત્રણ સો ત્રણ ! તમારી પાસે આનો બિજો જવાબ તો નથી ને ?   યજ્ઞવાલ્ક્ય :- તેત્રીશ દેવતા છે. શાકલ્ય:-બરાબર ! (યજ્ઞવાલ્ક્યના જવાબથી સંતોષ નથી તેથી) હે ઋષિ મને ફરીથી યોગ્ય રીતે કહો કે કુલ કેટલા દેવતા છે ? યજ્ઞવાલ્ક્ય:- છ દેવતા છે. શાકલ્ય:- હે ઋષિ શાંતિથી વિચારીને મને કહો કે કેટલા દેવતા છે ? યજ્ઞવાલ્ક્ય:- ફક્ત ત્રણ દેવતા છે . શાકલ્ય:- ફરી થી કહો કે કુલ કેટલા દેવતા છે ? યજ્ઞવાલ્ક્ય:- એક અને અડધા(દોઢ) દેવતા છે. (આથી શાકલ્ય થોડા નારાજ થઈ ગયા.) શાકલ્ય:- તમો શું કહો છો ફક્ત દોઢ દેવતા છે. મને યોગ્ય રીતે ફરીથી કહો કે કુલ કેટલા દેવતા છે ? યજ્ઞવાલ્ક્ય:- ફક્ત એક જ. શાકલ્ય:- બધી જ સંખ્યાઓ   તમોએ ઉલ્લેખ કર્યો ત્રણ હજાર ત્રણ , ત