Posts

Showing posts from July, 2014

Who is Bhagavan OR ISHWAR OR ભગવાન અથવા ઈશ્વર એટલે કોણ ?

ૐ તત સત હમણા ભગવાન કોણ ? ની બાબતમાં વિવાદ થયો.આવા વિવાદોના સમાધાન આપણા શાસ્ત્રોમાં સારી રીતે આપેલ છે.આજે આપણે આ વિશે થોડી સમજ કેળવીયે. ભગવત ગીતામાં સાકાર અને નિરાકાર ભગવાનના સ્વરૂપ વિશે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે મનુષ્ય પાંચ ઈન્દ્રિય પર સમ્પુર્ણ કાબુ કે અંકુશ મેળવી લે છે ત્યારે તે મનુષ્ય તેના મન પર નિયંત્રણ મેળવવામાં સફળ થાય છે. અને ત્યારે તેને જ્ઞાન થાય છે કે ભગવાન ફક્ત નિરંકાર સ્વરૂપમાં જ મેળવી શકાય છે . એવી મૂર્ત સ્વરૂપ શક્તિ જે સમયની પહેલા હતી અને પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા સમજની બહાર છે જે જન્મ અને મરણથી પર છે આવી અવ્યક્ત અને અનંત શક્તિને પામવા ખાસ યોગ કે તપ કરવું પડે છે.    ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સર્વશક્તિમાન ભગવાન મન અને બુધ્ધિથી સમજી શકાય તેમ નથી.મનુષ્યની બુધ્ધિ હમેંશા આપણને જે કાંઈ અનુભવ કરીએ છીએ તેનો અભ્યાશ કરી તેને સંચિત કરે છે આથી જ તો મન અને બુધ્ધિ દ્વારા સર્વશક્તિમાન ભગવાનને સમજી કે પામી શકીયે નહી.    ભગવાન શ્રીકૃષ્ણ કહે છે   કે મનુષ્ય પાસે રહેલ ઈંદ્રિયના સિમિત શક્તિની મદદથી ભગવાનના અસ્તિત્વને સમજાવી શકાય નહી.ભગવાનને સંપુ