Posts

Showing posts from August, 2025
Image
  -: ભક્તિ માર્ગ: અર્થ , ઇતિહાસ અને પરિચય અને મુખ્ય લાક્ષણિકતાઓ :- ભક્તિ: અર્થ અને આંદોલન:- "ભક્તિ" શબ્દ સંસ્કૃતના મૂળ શબ્દ "ભજ" પરથી ઉતરી આવ્યો છે , જેનો અર્થ છે "વિભાજિત કરવું , વહેંચવું , અથવા ભાગ લેવો." આ શબ્દનો અર્થ "આસક્તિ , પ્રેમ , ઉપાસના , શ્રદ્ધા , કે સમર્પણ" પણ થાય છે. ભક્તિ એ એક આધ્યાત્મિક ભાવના છે જેમાં બુદ્ધિ અને લાગણી બંનેનો સમાવેશ થાય છે , અને તે ધાર્મિક વિચારો અથવા મૂલ્યો પ્રત્યેના પ્રેમ અને સમર્પણને વ્યક્ત કરે છે. કેરેન પેચેલિસના મતે , " ભક્તિ" શબ્દનો અર્થ આલોચનાત્મક વિચારોથી વંચિત લાગણીને બદલે સમર્પિત સહભાગિતા(ભાગીદારી) તરીકે થવો જોઈએ. હિંદુ ધર્મમાં "ભક્તિ ચળવળ" મધ્યયુગીન યુગમાં ઉભરી આવી હતી. આ ચળવળ એક અથવા વધુ દેવી-દેવતાઓમાં શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ પર કેન્દ્રિત હતી. આ આંદોલન ધાર્મિક સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે જે પ્રેમ અને ભક્તિની ભાવનાથી પ્રેરિત હતા. ભક્તિ આધ્યાત્મિક છે અને ભક્તિ ભાવનાત્મક લાગણી અને બૌદ્ધિક બંનેને જોડે છે. ભક્તિ ચળવળ એ મધ્યયુગીન હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મ...