Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"



Pratyahara itself is termed as Yoga, as it is the most important limb in Yoga Sadhana.
Swami Shivananda.

ॐ सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

પાંચ જ્ઞાનેંદ્રિયો:-  આંખ ,કાન, નાક, જીભ અને ચામડી
પાંચ કર્મેંદ્રિય:- મોઢુ,પગ,હાથ,ગુદા અને જનનાંગો

પ્રત્યાહાર :-
ઈન્દ્રિયો નો પોતાના વિષયોની સાથે સમ્બંધ ન રહેવાથી ચિતના સ્વરૂપના અનુકરણ (નકલ) જેવું કરવું તે પ્રત્યાહાર.પ્રત્યાહાર એટલે પાછું હટવું, ઉલ્ટું થવું વિષયોથી વિમુખ થવું.આમાં ઈ ન્દ્રિયો પોતાના બાહ્ય વિષયોથી હટીને અંતર્મુખ થાય છે.
પ્રાત્યાહારએ અષ્ટાંગ યોગા નું એક બહુ મહત્વ પુર્ણ અંગ છે.યોગ સાધના દ્વારા આપણે આપણું પોતાનુ આંતરીક વિકાશ સાધ્ધિ શકીએ છીએ. યોગ સાધનાના આપણે વિવિધ ચરણ જોયા.એમાં પ્રત્યાહાર પાચમું પગથીયું છે.સામાન્ય રીતે પ્રત્યાહાર વિશે બહુ ચર્ચા થઈ નથી.પ્રત્યાહારની વ્યાખ્યા ઘણા યોગગુરૂ પણ કરી શક્તા નથી.પ્રત્યાહારને ઘણા યોગીઓ બહારની દુનિયા સાથે વર્ણવે છે અને ઘણા યોગીઓ તેને આંતરીક દુનિયા સાથે વર્ણવે છે પણ બન્ને સાચ્ચા છે.સીધા આશન થી સમાધી સુધી જઈ શકાતું નથી.અષ્ટાંગ યોગામાં દરેક પગથીયાનુ મહત્વ છે.શરીરથી મન સુધી બદલાવ લાવવા માટે શ્વાસ અને જ્ઞાનેન્દ્રિયો કે જે શરીર અને મનને જોડે છે તેને સમ્પુર્ણ  નિયંત્રણમાં લાવવી અને તેનો યોગ્ય રીતે વિકાશ થાય તે જરૂરી છે.
પ્રત્યાહાર શબ્દ બે સંસ્કૃત શબ્દનો બનેલ છે પ્રતિવિરૂધ્ધ  અથવા દુર અને આહારએટલે ખોરાક કે આપણે શરીરની બહારથી જે કાંઈ લઈએ છીએ તે.પ્રત્યાહાર એટલે ખોરાક પર નિયંત્રણ અથવા શરીરની બહારના પરિબળોની અસર પર નિયંત્રણ જેમ કે કાચબો તેના તમામ અંગો તેની ઢાલ જેવા શરીરમાં લઈ લે છે તેમ.કાચબાનું શરીર આપણુ મન છે અને તેના અંગો એ આપણી ઈંદ્રીય છે.આથી જ પ્રત્યાહાર એટલે ઈંદ્રીયોના નિયંત્રણ નહી પણ તેને પાછી ખેચવી એવો અર્થ કરી શકાય. યોગીક વિચારોથી આહારના ત્રણ પ્રકાર પડે છે પહેલો ભૌતીક ખોરાક જે શરીર માટે જરૂરી પાંચ તત્વો પુરા પાડે છે.બીજો પ્રકાર છે પ્રભાવજે મન માટે જરૂરી સુક્ષ્મ તત્વ પુરા પાડે છે જેનાથી આપણને ધ્વની, સ્પર્ષ, સ્વાદ, અને ગંધનો અનુભવ થાય છે.ત્રીજો પ્રકાર છે  સંબંધ કે સમાજ જે આત્મા માટે ખોરાક પુરો પાડે છે અને ત્રીગુણ સત્વ, રજસ, અને તમસ દ્વારા આપણને અસર કરે છે.પ્રત્યાહાર બન્ને બાજુથી અસર કરે છે ખોટો ખોરાક , ખોટો પ્રભાવ અને ખોટો સમાજ કે સંબધની અસરને અટકાવવી અને સાથે સાથે સારા ખોરાક સારા પ્રાભવ અને સારા સંબધની અસરને વધુ વિકાશવવી.આપણા માનસિક પ્રભાવને યોગ્ય ખોરાક અને યોગ્ય સંબધો વગર બદલાવી શક્તા નથી પણ પ્રત્યાહારમાં મુખ્ય મહત્વની વાત સંવેદનાત્મક પ્રભાવની છે જે આપણા મનને અસર કરે છે.નકારાત્મક પ્રભાવમાંથી આપણી જાગરૂકતા પાછી ખેચવાથી પ્રત્યાહાર મનની પ્રતિકારાત્મક શક્તિમાં વધારો કરે છે
પ્રત્યહારના ચાર પ્રકાર છે. (૧) ઈંદ્રીય પ્રાત્યાહાર એટલે ઇન્દ્રિયો પર નિયંત્રણ (૨) પ્રાણ પ્રાત્યાહાર એટલે પ્રાણ પર નિયંત્રણ (૩) કર્મ પ્રાત્યહાર એટલે કર્મ પર નિયંત્રણ અને (૪) મન પ્રાત્યહાર એટલે મન પરા નિયંત્રણ.  આ દરેકની ખાસ રીત હોય છે. 
(૧) ઈંદ્રીય પ્રાત્યાહાર:-.
ઈંદ્રીય પ્રત્યાહારએ સૌથી વધુ અગત્યનું છે પણ આપણા સામૂહિક મીડિયા લક્ષી સંસ્કૃતિમાં આ વિશે સાંભળવા મળતુ નથી.આપણને ટેલિવિઝન, રેડિયો, કમ્પ્યુટર્સ, અખબારો,સામયિકો,પુસ્તકોમાંથી સંવેદનાત્મક પ્રભાવવાળી વાતોનો સતત તોપમારો ચાલે છે તેથી સૌથી વધું સંવેદનાત્મક બોજ અનુભવે છીએ.આપણો વ્યાપારી સમાજ ઈંદ્રીય રસોને ઉત્તેજિત કરીને કાર્ય કરે છે.આપણે સતત ભડકાવ રંગો,અશિષ્ટ અવાજો અને નાટકીય લાગણીનો સતત સામનો કરીએ છીએ.આપણે સંવેદનાત્મક ભોગ વિલાસનું દરેક પ્રકારો ઊભા કરવામાં આવ્યા છે,તે આપણા સમાજમાં મનોરંજન મુખ્ય સ્વરૂપ છે.
સમસ્યાએ છે કે તાલીમ વગરના બાળકની જેમ આપણી ઈંદ્રિયોઓને પણ સહજવૃત્તિથી કુદરતી રીતે જ તેની પોતાની ઈચ્છા હોય છે.આથી ઈંદ્રિયોઓને હમેંશા મનને કહેતી હોય છે કે તેને શું કરવું જોઈએ.જો આપણે ઈંદ્રિયોઓને તાલીમ નહી આપીએ કે તેને શિસ્તમાં નહી રાખીએ તો તેની પાર વગરની માંગણીઓ દ્વારા આપણા પર પ્રભુત્વ જમાવી દેશે. અમે જેથી  આપણું  દિમાગ સતત સંવેદનાત્મક પ્રવૃત્તિથી એટલું ટેવાય જાય છે કે આપણાં મનને શાંત રાખવું મુશ્કેલ બની જાય છે. અને આપણે ઇન્દ્રિયોની દુનિયાના અને તેના પ્રલોભનોના બંધકો બની જઈએ છીએ.ઈંદ્રીય પ્રત્યાહારએ ઈંદ્રીયોનું દમન નથી પણ તેની વચ્ચે સારૂ સંકલન અને સારૂ કરવા માટેનુ પ્રોત્સાહન છે.  
પ્રત્યાહાર સાચ્ચા પ્રભાવ પર કેન્દ્રિત છે.આપણે સૌથી વધું સતર્ક હોઈએ છીએ આપણા ખોરાક ખાય છીએ તેના પર અને આપણે રાખવા જેવી સોબત કે સંગત વિશે સાવચેત છીએ,પરંતુ આપણે જે પ્રભાવ ઈંદ્રીયો દ્વારા આપણા પર પડે છે તેના પર એટલું ધ્યાન નથી આપતાં.આપણે વ્યક્તિગત જીવનમાં જે ઈંદ્રિય પ્રભાવથી દુર રહીએ છીએ તે જ પ્રભાવ આપણે સામુહીક માધ્યમ દ્વારા સ્વીકારીએ છીએ.વાસ્તવિક જીવનમાં આપણે જે ફિલ્મોમાં કે ટેલીવિજનમાં જોઈએ છીએ તે આપણા ઘરોમાં થાય તેવું ઈચ્છિએ છીએ ? અને તેનો પ્રભાવ નહી પડે તેવી અપેક્ષા રાખી શકાય ?  મજબૂત લાગણીનો પ્રભાવ  શુષ્ક મન, અને શુષ્ક મન આપણને અસંવેદનશીલ,બેદરકાર,અથવા હિંસક બનાવે છે.
આયુર્વેદ અનુસાર, સંવેદનાત્મક પ્રભાવ મન માટે મુખ્ય ખોરાક છે.જંક ફૂડ શરીરને ઝેરી બનાવે છે, જંક ફુડ મનના પ્રભાવને ઝેરી બનાવે છે.કારણા કે તે મોટે ભાગે મૃત ખોરાક છે,કારણ કે જંક ફૂડ મીઠું, ખાંડ, અથવા તે સ્વાદિષ્ટ બનાવવા માટે તીવ્ર મસાલાઓ વધુ પડતાં ઉમેરવાં જરૂરી હોય છે.
 સંવેદનાત્મક છાપને આપણેને જેવા છીએ તેવા બનાવવા માટેની ભૂમિકાની અવગણવા ન કરી શકી કારણ કે તે બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તે અર્ધજાગ્રત મનને સશક્ત અને વિસ્તૃત બનાવે છે અને આપણામાં રહેલી અવિકશિત કે અપ્રદર્શિત કે ગુપ્ત વૃતિઓને બહાર લાવે છે. 
આપણી સદનસીબી છે કે આપણી પાસે આનો ઉકેલ છે એટલે કે ઈંદ્રિયોને શિસ્તમાં રાખવા માટેનો.પ્રત્યાહાર આપણને એવા રસ્તાઓ બતાવે છે કે જેથી કરીને આપણે ઈન્દ્રિયોને સારી રીતે નિયંત્રણ રાખી શકીએ.કદાચ ઈન્દ્રિયોને નિયંત્રિત કરવાનો સાદામાં સાદો નિયમ એ છે કે તેને બધા જ સંવેદનાત્મક સામગ્રીઓ સિવાય કેટલોક સમય પસાર કરવો. જેમ ઉપવાશ કરવાથી શરીરને ફાયદો થાય છે તેમ મનને સંવેદનાત્મક સામગ્રીઓ સિવાય રહેવાથી ફાયદો થાય છે.મનનો ઉપવાસ એટલે થોડા સમય સુધી આખો બંધ કરીને બેસવું, ટીવી કે મોબાઈલને બંધ રાખવો કે ઈન્ટરનેટ વિના એક દિવસ પસાર કરવો વગૈરે જેનાથી મન અને ઈન્દ્રિયો સાફ થાય છે અને નવજીવન મળે છે.
યોની મુદ્રા ઈન્દ્રિયોને બંધ કે નિયંત્રિત કરવાની એક અગત્યની તકનીક છે જેમાં હાથની આંગળીઓ દ્વારા ઈન્દ્રિયોના દ્વાર જેવા કે આંખ, કાન, નાક, મોઢાને બંધ કરવામાં આવે છે અને ધ્યાન અને શક્તિના પ્રવાહને શરીરના અંદર જ વહેવા દેવામાં આવે છે.નાક અને મોઢાને એટલા બધા બંધ નથી કરવાના કે આપણે ઓક્સિજનની ખામી અનુભવવી.
બીજી રીત એવી છે કે ઈન્દ્રિયોના દ્વાર ખુલ્લા રાખીએ પણ આપણું ધ્યાન એમાંથી પાછુ વાળી લઈએ.આ રીતે આપણે ખરેખરા અર્થમાં અંગો બંધ કર્યા વગર સંવેદનાત્મક છાપ   લેતાં અટકીએ છીએ.  
પ્રત્યાહાર યોગનો હેતુ મનને બંધ કરવનો છે તેથી આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.
પ્રત્યાહાર ક્રમશઃ કરી શકીએ સૌથી પ્રથમ યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર અને પછી ધ્યાન ધરણા અને સમાધી. 
સંષ્કૃત અર્થ થાય છે વિપરીત તરફ દોરે છેએવો થાય છે. સામાન્ય ઈન્દ્રિયોની સામાન્ય હલન ચલન બહારની દિશામાં હોય છે જ્યારે પ્રત્યાહારમાં આપણે તેને સ્વયં અંદરની દિશામાં લઈ જવાની હોય છે.
પ્રત્યાહાર એટલે મનો વૃતિ નિરોધતે સિધ્ધિ મન પરથી કામ કરે છે.ઈન્દ્રિયોની બહાર નિકળવાની વૃતિને તેની દિશા બદલાવીને અંતસ્થ કે મધ્ય ભાગ તરફ લઈ જાય છે.
પ્રત્યાહાર સ્વયંજ્ઞાન મેળવવા માટે મન મદદ કરે છે. ઇન્દ્રિયોને પાછી ખેંચવી એટલે કોઈપણ ગળણી વગર વર્તમાન પલમાં જીવવું અને ખાલી મન કે જ્યાં કોઈપણ જાતનું આલેખન નથી.  
પ્રત્યાહાર માં સ્થિતપ્રજ્ઞ અને પ્રબળ સ્વ-અભ્યાસ જરૂરી હોય છે.
 (૨) પ્રાણ પ્રાત્યાહાર
પ્રાણ પ્રાત્યાહાર એટલે પ્રાણ પર નિયંત્રણ અને તેથી જ પ્રાણાયામ જે આપણે આગળ જોઈ ગયા
(૩) કર્મ પ્રાત્યહાર
આપણે ગતિ પ્રેરક અંગો નિયંત્રિત વગર સાચ્ચા અર્થમાં ઈન્દ્રિયોને નિયંત્રિત કરી શકતા નથી.હકીકતમાં ગતિ પ્રેરક અંગો બાહ્ય વિશ્વમાં સીધા સમ્પર્કમાં આવે છે.ઇન્દ્રિયો દ્વારા આવતા આવેગ ગતિ પ્રેરક અંગો દ્વારા વ્યક્ત થાય છે અને તે વધુ સંવેદનાત્મક આપણને બનાવે છે.ઇચ્છા અનંત છે, સુખ આપણે જે ઈચ્છિએ તે મેળવવામાં નથી પરંતુ આ બાહ્ય વિશ્વ પાસેથી લાંબા સમય સુધી કોઈપણ ઈચ્છા ના રાખવી તે છે.
નિઃસ્વાર્થ સેવા અને પવિત્ર ધાર્મિક જીવન બનાવવું જોઈએ.કામ બરાબર અને યોગ્ય પગલાં ગતિ પ્રેરક અંગો નિયંત્રણ આપે છે. આ કર્મ યોગમાં સમાવેશ થાય છે.ભગવાન માટે અથવા માનવતાની સેવા તરીકે બધું કરી,આપણે વ્યક્તિગત પારિતોષિકો  માટે કોઇ વિચાર નહી કરવાનો અને તે આત્મસમર્પણ દ્વારા કરી શકાય છે.
(4) મન પ્રાત્યહાર એટલે મન પર નિયંત્રણ:-
યોગીઓ મનને છઠ્ઠી ઈન્દ્રિય કહે છે. ઈન્દ્રિય બધ્ધિ જ સંવેદનાત્મક ઈન્દ્રિયને નિયંત્રિત કરે છે. આપણે કોઈની સંવેનાત્મક છાપ ત્યારે જ લઈ શકીએ છીએ જ્યારે આપણે તેના પર ધ્યાન આપીએ છીએ.જ્યારે આપણે કોઈ વસ્તું પરા ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે બિજી વસ્તુંને અવગણના કરતાં હોઈએ છીએ.આથી જો મન પર નિયંત્રણ કરી લઈએ તો ઈન્દ્રિય પર આસાનીથી નિયંત્રણ કરી શકાય છે.
આમ પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગનું અગત્યનું પગથીયુ છે. પ્રત્યાહાર દ્વારા જ મન અને ઈન્દ્રિય ને નિયંત્રિત કરી શકાય છે.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka