કપિલ ઋષિં દ્વારા લખેલ સાંખ્ય દર્શન Shree KAPIL RUSHI's SANKHY DARSHAN



                  મહર્ષિ કપિલ ઋષિના સાંખ્ય શાસ્ત્ર શાર.
પુરૂષ:-
બિન ગુણધર્માત્મક, ચૈતન્ય,અકર્તા, સ્વાધિન,સાક્ષિ,આનંદ સ્વરૂપ,નિર્વિકાર,અનાદિ,પકૃતિથી પર અને અતઃકરણમાં અનુભુત થનારો,અને સર્વવ્યાપિ,શુધ્ધ આત્મા જ પુરૂષ છે. પુરુષ ન તો પેદા કરી શકાય છે કે ના તે પેદા કરે છે
પકૃતિ:-
અવ્યક્ત, ત્રિગુણાત્મક માયા,લીલા પરાયણ,નિત્ય,કારણ રૂપે,નિર્વેશ છે.આ પુરુષના સિવાય બધું જ પ્રકૃતિ સમગ્ર ભૌતીક બ્રહ્માંડના પ્રગટનું પ્રથમ કારણ છે.પ્રકૃતિ જ શારીરિક,બંને મન અને દ્રવ્ય ઊર્જા અથવા બળ નું કારણ છે. તે બ્રહ્માંડના પ્રથમ મૂળ તત્વ (tattva) છે,તેથી જ તેને પ્રધાન તત્વ કહેવામાં આવે છે, તે અચેતન અને નિર્બુદ્ધ તત્વ છે,તેથી તેને “જડ” કહેવાય છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક હોય છે
સત્વ:- સ્થિર, સંતુલન, લાવણ્ય, હળવાશ, પ્રકાશ, અને આનંદ
રજસ:- ગતિશિલતા, પ્રવૃત્તિ, ઉશ્કેરાટ, અને પીડા
તમસ:-  જડતા, અશિષ્ટતા, અફસોસ, અવરોધ, અને સુસ્તી

પાંચ મહાભુતો, પાંચ તન્માત્રાઓ,ચાર અતઃકરણો,દસ ઈંદ્રિયો આ ચૌવિશ તત્વ પ્રકૃતિનું કાર્ય છે.

પાંચ મહાભુતો:- પૃથ્વિ,જળ,તેજ,વાયુ,આકાશ
પાંચ તન્માત્રાઓ:- ગંધ,રસ.રૂપ,સ્પર્શ,શબ્દ.
ચાર અતઃકરણો:-મન,બુધ્ધિ,ચીત અને અંહકાર રૂપે એક અતઃકરણની ચાર વૃતિ સંકલ્પ, નિશ્ચય, ચિંતા,અભિમાન.
દસ ઈંદ્રિયો:- પાંચ કર્મેન્દ્રિયો:- મુખ(વાક,),પગ(પાયુ),હાથ(પાણી,),ગુદા(પાદ),જનનાંગો(ઉપસ્થ)
              પાંચ જ્ઞાનેન્દ્રિયો:- સ્રોત્ર (કાન), ત્વાક(ત્વચા),ચક્ષુ, રસના(જીભ) અને નાશિકા.

કાળ:-
કાળ એ ૨૫ મું તત્વ છે.જે ઈશ્વરની સહારક શક્તિ માનવામાં આવે છે.ગુણોની સમાન અવસ્થારૂપ, નિર્વેશ પ્રકૃતિમાં ગતિ ઉત્પન થાય છે તે પુરૂષ રૂપ ભગવાનને જ વાસ્તવમાં કાળ કહેવામાં આવે છે.માયાના કાર્યરૂપ શરીરમાં પોતાપણાનું અભિમાન કરીને અહંકારથી મોહીત થયેલા અને પોતાને કર્તા માનનારા જીવ(પુરૂષ)ને આ કાળનો જ નિરંતર ભય રહ્યા કરે છે.
પોતાની માયા થકી બધા પ્રાણીઓની અંદર જીવરૂપે અને બહાર કાળરૂપે વ્યાપેલા છે તે ભગવાન જ પચ્ચિશમું તત્વ કાળ છે. 

પરમ પુરૂષ પરમાત્માએ જીવોના પ્રારબ્ધને લીધે શોક પામેલી પોતાની સમસ્ત જીવોની ઉત્પતિ સ્થાન એવી પોતાની માયામાં ચીત શક્તિ રૂપી વિર્ય સ્થાપીત કર્યુ ત્યારે તેનાથી તેજોમય “મહાતત્વ” ઉત્પન્ન થયુ જે લય, વિક્ષેપ વગેરેથી રહીત હતું.જગતના અંકુરરૂપ મહાતત્વે પોતાનામાં સ્થિત વિશ્વને પ્રગત કરવા માટે પોતાના સ્વરૂપને ઢાકી દેનારા પ્રલયકાલીન અંધકારને પી ગયા અર્થાત મહાતત્વ ની ઉત્પન થતાં જ અંધાર નષ્ટ થઈ ગયો.
સત્વ ગુણમય,અવિકારી, નિર્મળ,શાંત અને ભાગવત પ્રાપ્તિ સ્થાન રૂપી ચીત જ મહાતત્વ છે.  
મહાતત્વના વિકૃત થવાથી તેમાંથી ક્રિયા શક્તિપ્રધાન અહંકાર ઉત્પન થયો.
અહંકાર વૈકારીક(સત્વ),તેજસ અને તામસ ત્રણ પ્રકારનો છે.
વૈકારીક અંહકારથી મન,
તેજસ અહંકારથી ઈન્દ્રિયો અને
તામસ અહંકારથી પાંચ મહાભુતોની ઉત્પતિ થઈ. 
મન રૂપી અંહકાર,ઈન્દ્રિયો,પાંચ મહાભુતોને જ હજાર માથા વાળા સંકર્ષણ નામના અનંત દેવ કહે છે.
અંહકારનું લક્ષણ દેવતા રૂપે કરતૃત્વ,ઈન્દ્રિય રૂપે કર્ણત્વ,પાંચ મહાભુતો રૂપે કાર્યત્વ છે. 
વૈકારીક અંહકારના વિકૃત થવાથી મન ઉત્પન થયુ જેના સંકલ્પ વિકલ્પથી કામનાઓની ઉત્પતિ થાય છે.એ મન તત્વ જ ઈન્દ્રિઓના અધિષ્ઠાતા દેવ અનિરૂધ્ધ ના નામે ઓળખાય છે.
તેજસ અંહાકર વિકાર થવાથી બુધ્ધિ તત્વ ઉત્પન થયું.વસ્તુનું સ્ફુરણા રૂપ વિજ્ઞાન થવું અને      ઈન્દ્રિયોના કાર્યમાં સહાયક થવું,પદાર્થોનું વિશેષ જ્ઞાન કરવું આ બુધ્ધિના કાર્યો છે.
વૃતીઓના ભેદની દ્રષ્ટિએ સંશય,વિપરીત જ્ઞાન,નિશ્ચય,સ્મૃતિ અને નિંદ્રા આ પણ બુધ્ધિના જ લક્ષણ છે. આ બુધ્ધિ તત્વ જ પ્રદ્યુમન છે. ઈન્દ્રિયો પણ તેજસ અંહકારનું કાર્ય છે. ઈન્દ્રિયો કર્મ અને જ્ઞાનના  વિભાગની દ્ર્ષ્ટિએ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એવા બે પ્રકાર છે.
કર્મ એ પ્રાણની શક્તિ છે અને જ્ઞાન એ બુધ્ધિની શક્તિ છે.
ભગવાનની ચેતન શક્તિની પ્રેરણાથી તામશ અહંકાર વિકૃત થવાથી શબ્દ તન માત્રાનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ તન માત્રાથી આકાશ અને શબ્દનું જ્ઞાન કરાવનારી સ્રોત્ર ઈન્દ્રિય ઉત્પન થઈ.
શબ્દ આકાશનું સુક્ષ્મ તન માત્રા છે ભુતોને અવકાશ આપવો,સૌની અંદર અને બહાર વિદ્યમાન રહેવું તથા પ્રાણ,ઈન્દ્રિયો અને મનના આશ્રય થવું એ આકાશના કાર્ય રૂપ લક્ષણો છે.
શબ્દ તનમાત્રના કાર્યભુત આકાશમાં કાળની ગતિને લીધે વિકાર થવાથી સ્પર્શ તન માત્રાની ઉત્પતિ થઈ અને તેનાથી વાયુ તથા સ્પર્શ ગ્રહણ કરાવનારી ત્વા (ચામડી) ની ઉત્પતિ થઈ. કોમળતા,કઠોરતા, શિતળતા,ઉષ્ણતાનો અનુભવ થવો તથા વાયુનું સુક્ષ્મ રૂપ થવું આ સ્પર્શના લક્ષણ છે.
વૃક્ષની ડાળીઓને હલાવવી,તણખલા વગૈરે ભેગા કરવા,સર્વત્ર પહોચવું ,ગંધ વગૈરેથી યુક્ત દ્રવ્યને ઘાણેંદ્રિય સુધી પહોચાડવું તથા શબ્દોને સ્રોત ઈન્દ્રિય પાસે લઈ જવા તથા સમસ્ત        ઈન્દ્રિયોને કાર્યશક્તિ પ્રદાન કરવી આ વાયુની વૃતિઓના લક્ષણ છે.
સ્પર્શ તનમાત્રા વિશિષ્ટ વાયુના વિકૃત થવાથી રૂપ તન માત્રાની ઉત્પતિ થઈ તેનાથી તેજ અને રૂપની ઉપલબ્ધી કરાવનારી નેત્ર ઈન્દ્રિયની પ્રાદુર્ભાવ થયો.વસ્તુના આકારનો બોધ કરાવો,ગુણ જ્ઞાન થવું,દ્રવ્યનું અંગ રૂપે પ્રતિક થવું,દ્રવ્યનો આકાર,પ્રકાર,પરિણામ વગેરે જેવા હોય તેવા જ જણાઈ આવવા તથા તેજ નું સ્વરૂપભુત થવુ આ રૂપ તન માત્રાની વૃતિઓ છે.ચમકવું,પકડવું ,ઠંડી દુર કરવી, સુકવવું, ભુખ અને તરસ લગવા, અને તેના નિવારણ માટે ભોજન કરાવવું તથા પાની પીવું આ તેજની વૃતિઓ છે.
રૂપ તનમાત્રા તેજનો વિકાર થવાથી તેનામાંથી રસ તનમાત્રાની ઉત્પતિ થઈ.તેનાથી જળ અને રસને ગ્રહણ કરનારી રસના ઈન્દ્રિય એટલે કે જીભ ઉત્પન થઈ. રસ પોતાના સુધ્ધ સ્વરૂપમાં એક જ છે પણ અન્ય ભૌતીક પદાર્થોનો સયોંગ થવાથી તે તુરો ,ગળ્યો, તીખો, કડવો, ખાટો, ખારો, વગેરે પ્રકારનો બની જાય છે. પલાળવું, માટી વગેરેને ગોળાકાર બનાવવા, તૃપ્તિ કરવી, જીવીત રાખવું ,તરસ છીપાવવી, પદાર્થોને મુલાયમ બનાવવા, તાપનું નિવારણ કરવું, કુવા વગેરેમાં વારંવાર પ્રગત થવું આ જળની વૃતિઓ છે.   
જળનો વિકાર થવાથી ગંધ તન માત્રાની ઉત્પતિ થઈ. પૃથ્વિ તથા ગંધને ગ્રહણ કરનારી ગ્રાણેંદ્રિય પ્રગત થઈ.ગંધ એક જ છે પણ પરસ્પર સંયોગ પામેલા દ્રવ્યના વધતા ઓછા પણાને લીધે તે મિશ્ર ગંધ,દુર્ગંધ,હળવી,તીવ્ર,અમ્લ,સુગંધ વગેરે અનેક પ્રકારની વાસ બની જાય છે.પ્રતિમા રૂપે બ્રહ્મના સાકાર ભાવનાનો આશ્રય બનવું,સ્થિત રહેવું,જળ વગેરે અન્ય પદાર્થો ધારણ કરવા, આકાશ વગેરેનું વિભાજન કરવું,વિશેષ પરિણામ રૂપે સમસ્ત પ્રાણીઓના ગુણો પ્રગત કરવા આ પૃથ્વિના કાર્ય રૂપી લક્ષણ છે.
આકાશનો વિશેષ ગુણ શબ્દ જેનો વિષય છે એટલે કે સ્રોતેંદ્રિય (કાન) કહે છે.
વાયુનો વિશેષ ગુણ સ્પર્શ જેનો વિષય છે એટલે કે ત્વગેંદ્રિય (ત્વચા) કહે છે.
તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે એટલે કે નેત્રેંદ્રિય (ચક્ષું) કહે છે.
જળનો વિશેષ ગુણ રસ જેનો વિષય છે એટલે કે રસેંદ્રિય (જીભ) કહે છે.
પૃથ્વિનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે એટલે કે ઘાણેંદ્રિય (નાસિકા) કહે છે.
વાયુ વગેરે કાર્ય તત્વોમાં આકાશ વગેરે કારણ તત્વો વિદ્યમાન હોવાથી તેમના ગુણ પણ અનુગત જોવા મળે છે. તેથી સમસ્ત મહાભુતોના શબ્દ,સ્પર્શ, રૂપ,રસ અને ગંધ એ ગુણો માત્ર પૃથ્વિમાં જ જોવા મળે છે. 
જ્યારે મહાતત્વ ,અહંકાર અને પંચ ભુતો આ સાત તત્વો પરસ્પર મળીને એક થઈ શક્યા નહી ત્યારે જગતના આદિકારણ શ્રી નારાયણે તેમના કાળ અદ્રૂષ્ટ,સત્વ વગેરે ગુણો સમેત પ્રવેશ કર્યો.પરમેશ્વરના પ્રવેશથી ક્ષુબ્ધ થયેલા અને પરસ્પર ભળી ગયેલા તત્વોમાંથી એક અચેતન અંડ ઉત્પન થયો. તે અંડથી વિરાટ પુરુષની અભિવ્યક્તિ થઈ. આ અંડનુ નામ વિશેષ છે.તેની અતર્ગત શ્રી હરીના સ્વરૂપભુત ચૌદ ભુવનનો વિસ્તાર છે.એ ચારે બાજુએથી એકબીજાથી દસ દસ ગણા જળ,અગ્નિ, વાયુ, આકાશ,અહંકાર અને મહાતત્વ આ છ આવરણો થી વિંટાયેલો છે. આ છ આવરાણોની બહાર સાતમું પ્રકૃતિનું આવરણ છે. કારણરૂપ જળમાં રહેલા તે તેજોમય અંડમાંથી ઉઠીને આ વિરાટ પુરુષે ફરી તેમાં પ્રવેશ કર્યો અને પછી તેમાં કેટલાક પ્રકારના છીદ્રો કર્યા.
ક્રમશ :-
સૌ પ્રથમ મુખ પ્રગટ થયુ અને તેમાંથી વાક ઈન્દ્રિય અને વાકના અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન થયો નાકના છીદ્રો પ્રગટ થયા તેનાથી પ્રાણ સહિત ઘ્રાણ ઈન્દ્રિય ઉત્પન થઈ પછી ઘ્રાણનો અધિષ્ટાતા વાયુ ઉત્પન થયો,
નેત્ર ગોલક પ્રગટ થયા તેનામાંથી ચક્ષુ ઈન્દ્રિય પ્રગટ થઈ અને તેનો અધિષ્ટાતા સુર્ય ઉત્પન થયો.
કાનના છીદ્રો પ્રગટ થયા તેનાથી સ્રોતેંદ્રિય અને તેના અભિમાની દેવતા દિક પ્રગટ થયા
ત્યાર બાદ ત્વચા ઉત્પન થઈ તેનાથી રૂવાટા,મુછ,દાઠી,માથાના વાળ પ્રગટ થયા, ત્વચાની અભિમાની ઔષધિઓ ઉત્પન થઈ.
ત્યાર પછી લીંગ પ્રગટ થયુ તેનાથી વિર્ય અને પછી તેના અભિમાની આપોદેવ પ્રગટ થયા
ત્યાર પછી ગુદા પ્રગત થઈ અને તેનાથી અપાન વાયુ અને એ પછી અપાનના અભિમાની દેવતા લોકોને ભયભિત કરતા મૃત્યુ દેવ પ્રગટ થયા.
હાથ પ્રગટ થયા અને તેમનાથી બળ અને પછી હસ્ત ઈન્દ્રિયના અભિમાની દેવતા ઈન્દ્ર પ્રગટ થયા.
ચરણ પ્રગટ થયા તેમાંથી ગતિ અને પછી પાદ ઈન્દ્રિયના અભિમાની દેવતા વિષ્ણુ દેવતા પ્રગટ થયા
આ પ્રમાણે વિરાટ પુરુષને નાડીઓ પ્રગટ થઈ અને તેમનાથી રુધિર ઉત્પન થયું તેનાથી નદીઓ પ્રગટ થઈ.
પછી તેને ઉદર પ્રગટ થયુ તેનાથી ભુખ ,તરસની અભિવ્યક્તિ થઈ અને પછી ઉદરના અભિમાની દેવતા સમુદ્ર દેવતા ઉત્પન થયા.
ત્યાર પછી તેમને હ્દય પ્રગટ થયુ હદયથી મનનું પ્રાગટ્ય થયું અને તેના અભિમાની દેવતા ચંદ્ર પ્રગટ થયા.
હદયથી જ બુધ્ધિ અને તેના અભિમાની દેવતા બ્રહ્મ દેવતા પ્રગટ થયા.
ત્યાર પછી અહંકાર અને તેના અભિમાની દેવતા રુદ્ર પ્રગટ થયા.
ત્યાર બાદ ચિત અને તેના અભિમાની દેવતા ક્ષેત્રજ્ઞનું પ્રાગટ્ય થયું.
ક્ષેત્રજ્ઞ દેવતા શિવાયના બધા દેવતા મહાપુરૂષને ઉઢાડી શક્યા નહી તેથી મહા પુરૂષને ઉઠાડવા માટે બધા દેવતા પોત પોતાના ઉત્પતિ સ્થાનોમાં પ્રવેશ કરવા લાગ્યા તો પણ વિરાટ પુરૂષ ઉઠ્યો નહી પણ જ્યારે ચિતના અધોષ્ઠાતા દેવ ક્ષેત્રજ્ઞે ચિત  સાથે હદયમાં પ્રવેશ કર્યો  ત્યારે તેજ સમયે વિરાટ પુરૂષ જળમાંથી ઉઠીને ઉભો થઈ ગયો.   

સંક્ષિપ્તમાં તત્વ જ્ઞાન (નિચે આપેલ દરેક વસ્તું કપિલ સાખ્ય દર્શનમાં નથી)
(1) અતઃકરણ (ચાર) -મન, બુધ્ધિ, ચીત અને અંહકાર
(2) મહાભુતો (પાંચ) - પૃથ્વિ,જળ, તેજ, વાયુ,આકાશ
(3)તનમાત્રાઓ (પાંચ)- ગંધ., રસ.રૂપ,સ્પર્શ,શબ્દ.
(4) કર્મેન્દ્રિયો(પાંચ)- મુખ,(વાક,),પગ(પાયુ),હાથ(પાણી,),ગુદા(પાદ),જનનાંગો(ઉપસ્થ)
(5) જ્ઞાનેન્દ્રિયો(પાંચ)- સ્રોત્ર (કાન), ત્વાક(ત્વચા),ચક્ષુ, રસના(જીભ) અને નાશિકા.
(6) ગુણ(ત્રણ):- સત્વ,રજસ,તમસ
(7) વૃતિ(ચાર) - સંકલ્પ,નિશ્ચય,ચિંતા,અભિમાન
(8) નાડી(દસ) – સુજી મુલાઈ,ઇડાકલાઈ,પિનકલાઈ,કંથારી,અત્થી,સિગુવાઈ,અલમબુદાઈ, પુરુદાન,ગુરુ,સંગિનિ,
(૯) ચક્ર – મૂલાધાર,સ્વાધિસ્તન,મનિપ્પૂરાહા,અનથહ,વિસુધ્ધિ,આંગના,
(10) ધાતુ(સાત) – લોહી,વિર્ય,સીરમ,મજ્જા,માંસ,હાડકા,ચામડી.   
(11) વાયુ (દસ) –પ્રાણવાયુ,અપાનવાયુ,સમાનવાયુ,ઉદાનવાયુ,વ્યાનવાયુ,નાહનવાયુ,કૂર્મનવાયુ, કિરિહરનવાયુ, દેવદત્થનવાયુ, ધનંજયવાયુ.   
(12) માયા(પાંચ) - અન્નમાયા,પ્રાણમાયા,મનોમાયા,વિજ્ઞાનમાયા,આનંદ માયા.
(13) નવ દ્વાર – બે આંખ,બે કાન,બે નસકોરા,મુખ,ગુદા,મુત્રશય.
(14) વિકારો(આઠ) – કામેચ્છા,ક્રોધ,દરિદ્રતા,નિર્દયતા,બેપરવાઈ,આડંબર,ઘમંડ,ઈર્ષા.
(15) મંડળ (ત્રણ) –અગ્નિ મંડળ,આધિત્થ મંડળ,ચંદ્રમંડળ
(16) સ્વભાવ(ત્રણ) –આમદોષ,પિત્તદોષ,કફદોષ
(17) અવસ્થા(પાંચ) –જાગૃતિ,સ્વપ્ન,સુશુપ્તિ,તુરિયા,ઉન્માદ

ૐ તત સત..........

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka