નેવુઃ દસનો નિયમ અપનાવો અને આપનુ જીવન બદલાવો.

નેવુઃ દસનો નિયમ અપનાવો અને આપનુ જીવન બદલાવો.
લાખો લોકો તણાવ, તાણ તથા હદય રોગનાં શિકાર બને છે.તેઓ કદી સફળતા પ્રાપ્ત કરતાં નથી.ખરાબ દિવસો પાછળ હમેંશા ખરાબ દિવસો આવતાં રહે છે.તેઓ માથે હમેંશા કઈને કઈ આફત આવતી રહે છે.
તેઓની જીંદગીમાં હમેંશા ટુટેલા સંબધો,તણાવભરી,દુખભરી હોય છે.ચિંતા સમય બગાડે છે અને ગુસ્સો સબંધો બગાડે છે,જિંદગી કંટાળાજનક અને જીવનમાં આનંદની અનુભુતી થતી નથી.
જો તમારી સાથે કાંઈક આવુજ થતુ હોય તો નિરાસ થવાની જરૂર નથી.
તમે આવા માણસોની જિંદગી કરતાં સારી જિંદગી તથા સફળતા પ્રાપ્ત કરી અને સારા મિત્રો બનાવી શકો છો.
કેવી રીતે?????? નેવુઃદશ ના સિધ્ધાંતને સમજો તથા તેનુ પાલન કરો. જે તમારી જિંદગી બદલી નાખશે !!!!!!
આ રહ્યુ નેવુઃદશ ના સિધ્ધાંતનુ રહસ્ય.................... આપણી જિંદગીમાં આપણી સાથે જે કંઈ બને છે તેના દસ ટકા આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં હોતુ નથી.પરંતુ નેવુ ટકા આપણે તે ઘટનાનો પ્રત્યુતર કે પ્રતિક્રીય કેવી આપીશુ તેના ઉપર હોય છે.
તમને થશે આનો શુ અર્થ ?
આનો અર્થ એ કે આપણી સહુની જિંદગીમાં જે કઈ બને છે તેના દશ ટકા ઉપર આપણુ કોઈ નિયંત્રણ હોતુ નથી.આપણે મોટરમાં જતાં હોય અને મોટરની બ્રેક ફેઈલ થઈ જાય, ટ્રેઈન મોડી પડે,બસ તેના સમય કરતાં મોડી આવે, ,રસ્તામાં ટ્રાફીક જામ મળે વગેરે વગેરે.આવી દસ ટકા ઘટના ઉપર આપણુ કોઈ નિયંત્રણ હોતુ નથી. પણ પછીના 90 ટકા ઉપર આપણુ સંપૂર્ણ નિયત્રણ હોય છે.
કેવી રીતે ???????
આપણી સાથે બનતી ઘટનાને કઈ રીતે પ્રતિક્રીયા આપીએ છીએ તેના ઉપર રહે છે.લોકો આપણને મુર્ખ ગણે તે પહેલા આપણે ,આપણી પ્રતિક્રીયા આપવાની રીત સુઘારવી જોઈએ.
હવે આ 90:10 ના સિધ્ધાંતને એક ઉદાહરણ દ્વારા સમજીએ:- તમે તમારા પરીવાર સાથે સવારનો ચા-નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર બેઠા છો.તમારી નાની દિકરીનો હાથથી તમારી ચાના કપને ધક્કો લાગવાથી તમે પહેરેલા ઓફીસના યુનિફોર્મના શર્ટ પર પડે છે. તમારૂ આ ઘટના પર કોઈ નિયંત્રણ નથી.
પણ પછીની ઘટના,તમે શુ પ્રતિક્રીયા આપો છો તેના પર આધાર રાખે છે. પ્રતિક્રીયા 1 ઃ-
તમે ખુબ જ ગુસ્સો આવે છે.તમે તમારી નાની દિકરી ઉપર ખુબ જ ગુસ્સે થાવ છો તેને વઢો છો. તેના પછી તમે તમારી પત્નીને ચાનો કપ ટેબલની કીનારી નજીક રાખવા માટે તેના પર ગુસ્સે થાવ છો તે પણ તમારી સાથે તમને અને તમારી દિકરીને અણગમતા શબ્દો કહે છે. તમે ગુસ્સા સાથે તમારા રૂમમાં શર્ટ બદલાવવા જાવ છો. તમે શર્ટ બદલાવીને પાછા આવો છો અને જોવો છો કે તમારી દિકરી રોઈ રહી છે અને પોતાનો નાસ્તો હજી પુરો કર્યો નથી. તમે તેને જડપથી નાસ્તો પુરો કરવા કહો છો.તેનો નાસ્તો પુરો કરવામાં સ્કુલ બસ જતી રહે છે.તમારી પત્ની પરેશાની તથા ગુસ્સા સાથે નોકરી પર જાય છે. તમારી ગાડીમાં તમે તમારી દિકરીને સ્કુલે મુકવા જાવ છો તમે 60 કીલોમીટરની ઝડપની મર્યાદા વાળા રોડ પર તમારી ગાડી 80 કીલોમીટરની ઝડપે ચલાવો છો કારણ કે તમારે ઓફીસે પહોચવાંનુ મોડુ થતુ હોય છે.ટ્રાફીક પોલીશ તમને ઝડપી ગાડી ચલાવવાં માટે પકડે છે. ટ્રાફીક પોલીશ સાથે 15 મીનીટની રકઝક અને 500 રૂપીયાના દંડ સાથે તમને જવા દે છે. તમે તમારી દિકરીની સ્કુલે પહોચો છો તમારી દિકરી તમને ટાટા કે ગુડ બાય કીધા સીવાય સ્કુલ રૂમમાં જતી રહે છે. તમે તમારી ઓફીસે 25 મીનીટ મોડા પહોચો છો.તમારા ઓફીસ ટેબલ જોતા તમને યાદ આવે છે કે તમારી ઓફીસ બેગ ધમાલમાં ઘરે ભુલાઈ ગઈ છે.તમારા દિવસની શરૂઆત જ ભયંકર રીતે થઈ. જેમ જેમ દિવસ વિતતો ગયો તેમ તેમ તમારી મુસ્કેલીમાં વઘારો થતો ગયો.તમે ઘરે પાછા જવા માટે વિચારો છો. તમે જ્યારે ઘરે આવો છો ત્યારે તમારા અને તમારી પત્નીના તથા તમારી દિકરીના સંબઘોમાં ખટાસ આવેલી હોય છે.
શા માટે ??????????? આ બધું જ બન્યુ કારણ કે તમે પ્રતિક્રીયા આપવાનો જે અભિગમ અપનાવ્યો તેનાથી.
તમારો અખો દિવસ ખરાબ ગયો તેમાં વાંક કેનો
(અ) તમારી ચાનો (બ) તમારી દિકરીનો (ક) ટ્રાફીક પોલીશનો (ડ) કે તમારો પોતાનો
ખરેખરો પ્રમાણીક જવાબ છે (ડ) તમારો પોતાનો.. કારણ કે ચાના કપ સાથે શુ બનશે તે તમારા હાથમાં કે નિયત્રણમાં નથી પણ પણ તમે તેના પછીની પાંચ સેકંડમાં તેની પ્રતિક્રીયા કેવી આપશો તે તમારા નિયંત્રણમાં છે. જે તમારા ખરાબ દિવસ માટે જવાબદાર છે.

ખરેખર તમારી પ્રતિક્રીયા કેવી હોવી જોઈએ તથા તેનો શુ પ્રભાવ પડે ? પ્રતિક્રીયા 2 :-
તમે તમારા પરીવાર સાથે સવારનો ચા-નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર બેઢા છો.તમારી નાની દિકરીનો હાથથી તમારી ચાના કપને ધક્કો લાગવાથી તમે પહેરેલા ઓફીસના યુનિફોર્મના શર્ટ પર પડે છે. ઘટના તેની તે જ છે ફક્ત તમારી પ્રતિક્રીયા બદલે છે.
તમારી દિકરી તમને જોઈને દુઃખની લાગણી સાથે અફસોસની નજરે જોવે છે.તમે સહજતાથી થોડી મુસ્કારીને તમે કહો છો “ કંઈ વાંધો નહી. હુ જાણુ છું કે તારાથી ચાના કપને ધક્કો અજાણતાં જ લાગ્યો છે.” .તમે ઝડપથી ટુવાલ લો છો તથા તમારા રૂમમાં જાવ છો શર્ટ બદલાવો છે અને તમારી ઓફીસ બેગ લો છો અને પાછા આવીને બારીમાથી જોવો છો તો તમારી દિકરી સ્કુલ બસમાં ચડતી હોય છે અને પાછુ જોઈને તમને હાથ હલાવી ને “બાય બાય” કરે છે.તમે તમારી પત્નીને તેનો દિવસ ભરનો કાર્યક્રમ પુછો છો અને તે પ્રેમથી જવાબ આપે છે.અને બન્ને ઓફીસ માટે નિકળો છો.તમે પ્રફુલીત ચહેરે ઓફીસે 5 મિનિટ વહેલા પહોચો છો સ્ટાફમિત્રોને હલો બોલો છો .તમારા સાહેબ તમને આનંદીત જોઈને તમને ધન્યવાદ આપે છે.
ઘટના એની એજ છે પણ પ્રતિક્રીયા અલગ અલગ છે, તમે જ તફાવત જોવો ? બન્નેના અંતમાં કેટલો ફર્ક છે ? કારણ છે તમારી પ્રતિક્રીયાની રીત..હવે તો તમે માનો છોને કે આપણી જિંદગીમાં આપણી સાથે જે કંઈ બને છે તેના દસ ટકા આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં હોતુ નથી.પરંતુ નેવુ ટકા આપણે તે ઘટનાનો પ્રત્યુતર કે પ્રતિક્રીયા કેવી આપીશુ તેના ઉપર હોય છે.

નેવુઃ દસનો નિયમ અપનાવાના રસ્તા:- (1) જો કોઈ તમારા વિશે નકારાત્મક વાતો કરે તો તેને તમારા મન કે મગજમાં ન લો ,જેમ પાણી કાચ પર પડે અને રળી જાય તેમ નકારાત્મક વાતોને જતી કરો.
(2) કોઈ પણ વાત કે ઘટના માટે પ્રતિક્રીયા કે પ્રત્યુતર સમજી વિચારીને આપો. ખોટી કે જલ્દબાજીની પ્રતિક્રીયા કે પ્રત્યુતર તમારા જીવનમાં તણાવ, લોહીના રક્તચાપની બીમારી કે સબંધોમાં ખટાસ કે મિત્રો ગુમાવવાનો વારો આવશે.
(3) અઘટીક કે અચાનક બનતી ઘટના કે તમને ન ગમતી વાતો સાંભળીએ ત્યારે મગજ પર તથા તમારા ગુસ્સાને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરો.
હવે તમને નેવુ: દસનો નિયમને ખબર છે તેથી તેને યાદ કરો અને તેનુ પાલને કરો.
હમેંશા યાદ રાખોઃ- ઘટના + પ્રતિક્રિયા = પરીણામ
(1) ખરાબ ઘટના + હકારાત્મક પ્રતિક્રિયા = સારૂ પરીણામ
(2) ખરાબ ઘટના + નકારાત્મક પ્રતિક્રિયા = નબળુ કે ખરાબ પરીણામ
(3) સારી ઘટના + નકારાત્મક પ્રતિક્રિયા = નબળુ કે ખરાબ પરીણામ
(4) સારી ઘટના + હકારાત્મક પ્રતિક્રિયા = ઉતમ પરીણામ

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka