16 સંસ્કાર OR 16 SASKAAR


                -:16 સંસ્કાર OR 16 SASKAAR :-
મનુ સ્મૃતિમાં માનવ જીવનનાં ચાર આશ્રમ એટલે બ્રમચારી(5 વર્ષ થી 24 વર્ષ); ગ્રહસ્થ(25 થી 49 વર્ષ); વાનપ્રસ્થાન (50 થી 74 વર્ષ)અને સંન્યાસ આશ્રમ (75 થી 100 વર્ષ) જન્મથી 5 વર્ષ સુધીના બાળપણમાં કોઈ પણ જાતના નૈતિકસંહિતાનુ પાલન કરવાનુ રહેતુ નથી. ચાર આશ્રમને પણ ફરીથી પેટા ભાગોમાં વહેચવામાં આવેલ છે પણ તેના વિશે ફરીથી લખીશુ. આજે ઘણા સમય પછી મને ફરીથી આપણા જન્મ સંસ્કાર યાદ આવ્યા તેથી તેના વિશે લખવાની ઈચ્છા થઈ. માનવ જીવનમાં ઘણી બધી ધાર્મીક ક્રિયાઓ કરવામાં આવે છે જે ગર્ભધારણ થી લઈને મૃત્યુ સુધીની હોય છે, આવી 16 ધાર્મીક ક્રિયાઓને 16 સંસ્કાર કહેવાય છે.16 સંસ્કારની વિધિમાં અગ્નિ મહત્વનો ભાગ ભજવે છે.આ બધી જ વિધિઓ જીવનને પ્રવિત્ર કરવા માટે અને પાપના નાસ માટે કરવામાં આવે છે. મહત્વની આ પ્રમાણે છે  (1) ગર્ભધારણ (2) પુમ્સવન (3)સિમંતોનયના (4) જતકર્મ(5)નામકરણ (6) નિસક્રમણ (7) અન્નપ્રસંન (8)સુદકરણ (9) કર્ણવેધી (10) ઉપનયન (11) વેદરમ્ભા(12) કેસન્તા અને રીતુસુધ્ધિ (13) સમવર્તન(14) વિવાહ (15) અંત્યેષ્થિ
(1)ગર્ભધારણઃ- સૌથી પહેલો સંસ્કાર છે. પ્રતીકાત્મક ધાર્મિક વિધિ, વિવાહ પછી તુરંત કરવામાં આવેછે.માતાની કૂખ(ગર્ભાશય) ની પવિત્રતા માટે કરવામાં આવે છે. આ સંસ્કાર પતિ દ્વારા કરવામાં આવે છે.
(2)પુમ્સવનઃ-સગર્ભાવસ્થાના ત્રીજા મહિને કરવામાં આવે છે.વિકસી રહેલાગર્ભમાં સારા અને દૈવિ સંસ્કારનુ આહવાન થાય એટલા માટે કરવામાં આવે છે. સગર્ભા સ્ત્રી એક દાણો ચોખાનો અને બે દાણા કાળા અનાજના અને થોડુ દહી સાથે ખાય છે.
(3)સિમંતોનયનાઃ- પહેલી સગર્ભાવસ્થાના ચૌથા અથવા પાંચમા મહીને કરવામાં આવે છે. ગર્ભકાળ દરમ્યાન જોખમી કે ચિંતાકારક પરિસ્થિતીઓમાં માતાની તથા ભાવિ બાળકની રક્ષા માટે કરવામાં આવે છે. સગર્ભા સ્ત્રીના માથામાં સુગંધિત તેલ નાખવામાં આવે છે અને મંત્ર બોલવામાં આવે છે.માથામાં ખાસ પ્રાકારે ઓળવામાં આવે છે. આ સંસ્કાર પતિ દ્વારા આ વિધિ કરવામાં આવે છે.
(4) જતકર્મઃ-અવનાર બાળક બુધ્ધિશાળી બને તેના માટે કરવામાં આવે છે.જ્યારે બાળક જન્મના તુરંત કરવામાં આવે છે.પિતા બાળકને થોડા પ્રમાણમાં સૌનુ અને ઘી અને મધના મિશ્રણ આપે છે.
(5)નામકરણઃ-બાળકના જન્મ પછીના 12માં દિવસે કરવામાં આવે છે.બાળકને જન્મના સમયે ગ્રહોની સ્થિતિ પ્રમાણેનામ આપવામાં આવે છે.
(6) નિસક્રમણઃ-નવા જન્મેલા બાળકને પહેલી વાર ઘરની બહાર લઈ જવામાં આવે છે.બાળકને જન્મ પછીના ચાર મહીને પહેલી વાર ઘરની બહાર લઈ જવામાં આવે છે.
(7) અન્નપ્રસંનઃ-નવા જન્મેલા બાળકને 6 મહીના પછી પહેલી વાર પ્રવાહી ખોરાકને બદલે ઘન ખોરાક રૂપે થોડા ચૌખા અને ઘી ખવડાવામાં આવે છે.
(9) કર્ણવેધીઃ-કાન વિંધાવાની ક્રિયા.સામાન્ય રીતે ખાસ પ્રકારના કાંટા દ્વારા વિધવામાં આવે છે અને તેની ઉપર ફક્ત ઘી જ લગાડમાં આવે છે.
(8)સુદકરણઃ-બાળકના વાળ પહેલી વાર ઉતારવામાં આવે છે. મુડન કરતી વખતે વચમાં નાની ચોટલી રાખવામાં આવે છે.સામાન્ય રીતે બાળકના ત્રિજા અથવ  પાંચમાં વર્ષે કરવામાં આવે છે.
(10) ઉપનયનઃ-નર બાલક આઠ વર્ષનો થાય ત્યારે જનોઈ પહેરાવામાં આવે છે.તેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે.ત્યારથી તેની વિદ્યાર્થી જીવનની શરૂઆત થાય છે.
(11) વેદરમ્ભાઃ-વેદ અને ઉપનિસદની શિક્ષાનો ગુરૂકુળમાં રહીને પ્રારંભ થાય છે. શિક્ષાની શરૂઆતની ક્રિયાને “ઉપકર્મ” કહે છે અને શિક્ષા પુરી થાય ત્યારે “ઉપસર્જન” કહે છે.
(12) કેસન્તા અને રીતુસુધ્ધિઃ- કેશાન્તા એટલે નર બાળક પહેલી વાર પોતાની ડાધી અને મુછના વાળ કાપે છે.
રીતુસુધ્ધિઃ- સ્ત્રિનો પહેલો માસિક સ્રાવ કે રજોદર્શન વખતે કરવામાં આવે છે.
(14) સમવર્તનઃ- આ સંસ્કાર ગુરૂકુળમાં રહીને  વિદ્યા શિખવાનુ જીવન પુરૂ થાય ત્યારે કરવામાં આવે છે. અને જીવનનો બ્રમચર્ય આશ્રમની પણ પુરો થાય છે અને ગ્રહસ્થ આશ્રમની શરૂઆત થાય છે.
વિવાહ અને અંત્યેસ્થિ વિશે તો લખવાની જરૂર નથી.
નોધ:- 16 સંસ્કાર પણ વિદ્વાનો કે સંતો એક મત નથી.ગૌતમસ્મૃતિમાં 40 નો ઉલ્લેખ છે તો મહર્ષિ અગ્નિરાણે 25 સંસ્કારનો ઉલ્લેખ કરે છે. મનુ સ્મૃતિ વિદ્યારંભા, વેદરમ્ભા તથા  અંત્યેષ્થિને સંસ્કારમાં નથી ગણતા તેથી તેમાં 12 સંસ્કારનો જ ઉલ્લેખ છે.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka