In Hindu religion,Ganga jal and tulsi.હિન્દુધર્મ,ગંગાજળ અને તુલસી

આજે આપણે આપણા ધર્મમાં જેને પવિત્ર ગણીએ છીએ એવી કેટલીક બાબતોની વૈજ્ઞાનિક સત્વ કે સત્યાતાની વાત કરીશુ



(1) ગંગાજળ કે ગંગાજી:-
ગંગાજી પાણીના પ્રવાહના આધારે દુનિયાની સૌથી વધુ પ્રવાહ વાળી 20 નદિઓમાં સમાવેશ થાય છે.ગંગાજી ઉદભવ સ્થાને અલકનંદા,નંદપ્રયાગમાં નંદાકીન, રૂદ્રાપ્રયાગમાં મંદાકીની અને દેવપ્રયાગમાં ભગીરથી અને હરીદ્વારામાં ગંગા ઓળખાય છે.

પુરાણકથા:-

મિત્રો આપણે બધાં જાણીએ છીએ કે રાજા સગર અશ્વમેઘ યજ્ઞ કરતા હતા અને ઈન્દ્રને યજ્ઞના પરિણામથી ભયભિત થઈને સગર રાજાનો યજ્ઞનો ઘોડો ચોરીને સંત શ્રી કપીલ મુનીના આશ્રમમાં બાંધિ જાય છે. સગર રાજાના 60000 પુત્રો યજ્ઞના ઘોડોને શોધવા નિકળે છે અને તેને કપિલ મુનિના આશ્રમમાં જોઈને શંકા થાય છે કે યજ્ઞનો ઘોડો કપિલ મિનિએ જ ચોરેલો હોવો જોઈએ તેથી કપિલ મુનિની અગાથ તપ અને સાધનામાં વિક્ષેપ પાડે છે તેથી કપિલ મુનિ ગુસ્સાથી પોતાની આંખો ખોલે છે જેમાંથી અગ્નિ વર્ષા થતા સગર રાજાના 60000 પુત્ર ભશ્મ થઈ જાય છે.યજ્ઞના અશ્વને અને પોતાના 60000 પુત્રને શોધવા સગર રાજા પોતના પૌત્ર અંશુમન ને મોકલે છે જે ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમે આવે છે અને ત્યા યજ્ઞના અશ્વને જોવે છે તેથી કપિલ મિનિને પ્રણામ કરીને અશ્વ વિશે અને સગર રાજાના 60000 પુત્ર વિશે પુછે છે તેથી કપિલ મુનિ ઘોડાને પાછો આપે છે અને કહે છે કે સગર રાજાના પુત્રોને અગ્નિ સંસ્કાર ન મળવાથી તે પૃથ્વિલોક પર રખડ્યા કરશે અને તેને મોક્ષ નહી થાય. જો તેને મોક્ષની પ્રાપ્તી કરવી હોય તો ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી ઉપર લાવીને તેના કીનારે અને તેના જળથી શ્રાધ કરે તો તેને મોક્ષ પ્રપ્તિ થશે.આથી સગર રાજાના વંશજ શ્રી ભગીરથ રાજાએ પ્રયત્ન કરેલ અને તેમાં સફળ પણ થયા.સૌથી પહેલા ગંગાજી સ્વર્ગમાંથી ભગવાન શંકરની જટામાં અને કૈલાશ પર્વતમાં બેઢેલા શંકર ભગવાનની જટામાંથી પૃથ્વિ પર આવ્યા.

વિજ્ઞાન:-

ગંગાજળ હિન્દુ લોકો તેને પવિત્ર જળ ગણે છે.ગંગાજીમાં નાવાથી લોકો પવિત્ર થાવાય તેવુ કહેવાય છે. પણ હકીગત શું છે ?


(1) પ્રચીનકાળથી એવુ કહેવાય છે કે ગંગાજળ ઘણા બધા રોગોમાંથી મુક્તિ આપે છે જેમ કે આંચકી ચામડીના રોગો વગેરે.
(2) 1896માં અંગ્રેજ જીવાણુવિજ્ઞાની શ્રી અર્નેસ્ટ હનબુરી હંકીન જણાવ્યુ હતુ કે ગંગાજળમાં એવુ કાંઈક છે જે કોલેરાના જીવાણુ (બેક્ટેરીયા) સામે કામ કરે છે અને તે એટલુ બારીક છે કે તે ચિનાઈ માટીના ફીલ્ટરમાંથી પસાર થઈ જાય છે.
(3) 1915માં બ્રાઉન ઈન્સ્ટુટ ઓફ લંડનના વડા અંગ્રેજ જીવાણુવિજ્ઞાની ફ્રેડરીક ટ્વોર્ટ શોધ્યુ હતુ કે ગંગા જળમાં કોઈક બારીક ઘટક (small agent) છે જે ગંગાજળમાં રહેલા હાનીકારક બેક્ટેરીયાને રોગોનો ચેપ લગાડે છે અને તેને મારી નાખે છે જેથી ગંગાજળ દુષિત થતુ નથી કે બગડતુ નથી.(4) 1917માં ફ્રેંચ-કેનેડીયન વૈજ્ઞાનિક શ્રી ફેલીક્ષ ડી હેરેલ્લે (Félix d'Herelle) શોધ્યુ કે ગંગાજળમાં એવુ કઈક છે જે અર્દશ્ય સુક્ષ્મજીવ છે અને તે ગંગાજળમાં રહેલા હાનીકારક બેક્ટેરીયાને ખાઈ જાય છે અને તેને આવા જીવનુનામ આપ્યુ “બેક્ટેરીયોફેગ” જેનાથી મરડો મટી જાય છે.


આમ આપણા ધર્મમાં ગંગાજળમાં આવા ગુણો હોવાથી જ આપણા ધર્મમાં તેને પવિત્ર નદિ કે માતાના સ્વરૂપ આપેલ છે.


તુલસી:-

હીન્દુ ધર્મમાં તુલશી વિશે ઘણી વાતો રહેલી છે.જે માં મુખ્ય બે છે.પહેલી વાર્તા અનુસાર એક નિર્ધન સ્ત્રિને વ્યભિચારી માનીને તેની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહોતુ તેથી તે ભગવાન વિષ્ણુ પાસે ગઈ અને પણ વિષ્ણુ ભગવાન પાસે તો લક્ષ્મિજી હતા અને લક્ષ્મીજીએ તુલશીને વૈકુઠધામમાં આવવા જ ન દિધી તેથી તે વૈકુઠધામના આંગણામાં જ બેસીને વિષ્ણુ ભગવાનની પ્રતિક્ષા કરવા લાગી.આ પ્રતિક્ષા એટલી લાંબી ચાલી કે તે સ્ત્રિ માંથી છોડ બની ગઈ.તુલશીની પોતાને પામવાની આવી ભાવના જોઈને વિષ્ણુ ભગવાન ખુબ જ ખુશ થયા અને આદેશ આપ્યો કે તુલશીને પોતાની પત્નિ તરીકે ગણીને તેને માન પાન આપવુ.પરંતુ મહેલમાં લક્ષ્મીજી હોવાથી તુલશીને વૈકુઠધામના આંગણામાં સ્થાન આપ્યુ.


બીજી વાત એવી છે કે તુલસીનુ સાચુ નામ વૃન્દા હતુ અને તેણી રાક્ષસ જલંધર સાથે લગ્ન કરેલા.તુલશીની ભગવાન વિષ્ણુ પ્રત્યેની ધર્મપરાયણતા અને પોતાના પતિ પ્રત્યેની નિષ્ઠા લીધે તેનો પતિમાં અદશ્ય થવાની તાકત આવી તેથી જાલંધર ત્રણેય લોકમાં ત્રાસ વર્ષાવાનુ શરૂ કર્યુ અને ભગવાન શિવને પણ પરાસ્ત કર્યા આથી ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને બ્રહ્માના અદ્વિત્વિ સર્જન એવા ત્રણેય લોક બચાવવા વિનંતી કરી. તેથી ભગવાન વિષ્ણુએ રાક્ષશ જાલંધરનો વેશ લીધો અને તેની ઘેર ગયા અને વૃન્દાનુ સતિત્વનો ભંગ થયો સાથે જ ભગવાન શિવે જાલંધરનો નાશ કર્યો અને વૃન્દાએ ભગવાન વિષ્ણુને પોતાનુ સતિત્વના ભંગ કરવા બદલ શાપ આપ્યો કે તે કાળા થઈ જઈશે(શલિગ્રામ) અને પોતાની પત્નિથી દુર થશે(ભગવાન શ્રી રામ) . વૃન્દા પોતાના પતિ સાથે સતિ થઈ ગઈ પણ ભગવાન વિષ્ણુએ વૃન્દા ના આત્માને એક છોડના રૂપમાં જન્મ આપ્યો જે તુલશિ તરીકે ઓળખાયો.વિષ્ણુ ભગવાને આપેલા વરદાન પ્રમાણે શલિગ્રામ રૂપે વિષ્ણુ ભગવાન પ્રબોધિની એકાદશિના રોજ તુલશી સાથે લગ્ન થયા.

વિજ્ઞાન:-
વૈજ્ઞાનિક નામ:- Ocimum tenuiflorum, કુટુંબ:- Lamiaceae

છોડમાં ઘણા બધાં છોડની ઉપલબ્ધિ હોવા છતાં હિન્દુધર્મના સંસ્થાપક,વેદ પુરાણોમાં તુલસિને જ કેમ પવિત્ર છોડ તરીકે પંસંદ કર્યા.....

(1) પીડાસામક કે પીડાનાશક દવાની જેમ જ તુલશી પણ COX-2 બાધક છે કારણ કે તેમાં યુજેનોલનુ પ્રમાણ ખુબ જ ઉંચુ હોવાથી.

(2)અર્સોલિક એસિડ જે તુલસિમાં સૌથી વધુ હોય છે તે પ્રજનન પ્રતિરોધક સાબિત થયેલ છે.

(3)ઘણા બધા વૈજ્ઞાનિક પ્રયોગોએ બતાવેલ છે કે તુલશીમાં રહેલ યુજેનોલ રોગ લોહીમાંના શર્કરાનુ તથા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ઘટાડે છે.

(4)તુલશીમાં રહેલા યુજેનોલ અને આવશ્યક ઓઈલ આચકિ જેવા રોગ માટે ફાયદા કારક જણાયેલ છે.

(5) તુલશીમાં એવા ઘણા વાનસ્પતિક તત્વો હોય છે જે એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે જેના લિધે ચિંતા પેટના રોગો અને લોહીના પ્રેસર કાબુમાં રાખે છે.

(6)તાજા સંસોધનમાં જાણવા મળેલ છે કે તુલશીમાં એન્ટિ વાયરસ તત્વ પણ હોય છે જે AIDS જેવા રોગોને નિયંત્રણમાં રાખે છે.




Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka