મહા મેળો “મહા કુંભ” Largest Hindu Festival “KUMBH”



કુંભ મેળાનો ઈતિહાસ મનુષ્યની  ઉત્પતિ થઈ એટલો જૂનો છે. જ્યારે બધા જ દેવતાઓ મહર્ષિ દુર્વાસા ના અભિશાપના પ્રભાવ હેઢળ નબળા પડ્યા અને દાનવો સામે યુધ્ધ હારી ગયા  ત્યારે ભગવાન જગતની ઉત્પતિ કરનાર શ્રી બ્રહ્માએ દેવતાઓને શિખામણ આપી કે તેઓએ અમરત્વ અપાવે એટ્લે કે અમૃત  માટે ક્ષીરસાગર ને વલોવવો જોઈએ . દરીયાને વલોવવા માટે દેવતાઓએ દાનવોની મદદ માગી.દેવતા અને રાક્ષશો વચ્ચે ક્ષીરસાગરમાથી અમૃત મેળવવા અને તેને સરખે ભાગે વહેચવાની કામ ચલાવ સંધી થઈ. મંદરા પર્વતને વિષ્ણુ ભગવાનના કર્મ અવતાર "કાચબા "પર મૂકીને વલોણા તરીકે અને શાપોના રાજા વાસુકીને દોરડા તરીકે ઉપયોગ કરવાનું નક્કી થયું,દેવતા અને યક્ષ અને ગાન્ધર્વ  શાપના પૂછડા તરફ અને રાક્ષશો શાપના મોઢા તરફ રહ્યા અને ૧૦૦૦ વર્ષ દૂધ(ક્ષીર સાગર) સાગરને વલોવતાં રહ્યા. સૌથી પહેલા હળાહળ ઝેર,પછી પૈસાની દેવી  લક્ષ્મીજી",અપ્સરા"રંભા",સુરા અથવા મદ્ય,મોતી "કૌસ્તુભા",કલ્પવૃક્ષ "પારીજાત",ચંદ્ર,સફેદ હાથી "ઐરાવત" અને સફેદ ઘોડો "ઉચ્ચાઈશ્રાવસ" કામઘેનું ગાય "સુરભિ", ધનુષ, બ્રાહ્યકર્ણ શંખ અને સૌથી છેલ્લે  દિવ્ય વૈદ ધન્વંતરિ અમૃતનો "કુંભ" પોતાના હાથમાં લઈને પ્રગટ્યા. અમ્રુતકુંભને જોઈને ઈન્દ્ર પુત્ર જયંત  દેવતાઓના ઈશારે અમૃતકુંભ લઈને આકાશમાં ગાયબ થઈ ગયો. દાનવોના ગુરૂ શ્રી શુક્ર્ચાર્યના આદેશથી અમ્રુત લેવા દાનવો ઈન્દ્ર પુત્ર જયંતની પાછળ પડ્યા અને  આકાશમાં અમૃત માટે યુદ્ધ થયું અને તે યુદ્ધ ૧૨ દેવ રાત્રિ અને ૧૨ દેવ દિવસ ચાલ્યું જે ૧૨ દેવ દિવસ અને ૧૨ દેવા રાત્રિ એટલે ૧૨ માનવ વર્ષ થાય અને યુદ્ધ દરમ્યાન અમૃત ના ચાર ટીપાં પૃથ્વી પર ચાર જગ્યા પર પડ્યા જે જગ્યા હતી  પ્રયાગ, હરીદ્વાર ઉજ્જૈન અને નાસિક. આથી આ ચાર જગ્યા પર કુંભનો મેળો ભરાય છે        
મહાકુંભ દર ૧૨ વર્ષે ,ગંગા યમુના અને સરસ્વતી ના સંગમ સ્થાન એટ્લે પ્રયાગ (અલ્લાહબાદ), હરીદ્વાર ગંગાને કાંઠે , ઉજ્જૈન ક્ષીપ્રા નદીને કાંઠે અને નાસીક ગોદાવરી નદીને કાંઠે અને અર્ધ કુંભ દર ૬ વર્ષે ભરાય છે.
ઈ.સ. ૨૦૧૩ નો મહા કુંભ પ્રયાગમાં ચાલે છે
કુંભ મેળો શ્રદ્ધા કાર્ય માટેનો  દુનિયા નો સૌથી મોટા કાર્ય છે . સૌથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુ એક જ જગ્યા પર ભેગા થાય છે. ઈતિહાશ અને દુનિયામાં કોઈ એક જ ધાર્મિક  હેતુ માટે સૌથી મોટી માનવ મેરામણ ભેગી  થાય છે તો તે છે મહા કુંભ . કુંભ દરમ્યાન જે તે નદીમાં નાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દર ૧૨ વર્ષે ભરાતો મેળો મકર સંક્રાતિ ને દિવસે શરૂ થાય છે જ્યોતિષીય પદ્ધતિ પ્રમાણે  મકર સંક્રાતિને "કુંભસ્નાનયોગ" પણ કહેવાય છે    
કુંભ મેળાની ધાર્મિક વિધિ:-
કુંભ મેળો ચાર સ્થળે ભરાય છે તેમાં પણ ખગોળીય વિજ્ઞાન છે બુધ ગ્રહ અને સૂર્યના સ્થાન પરથી નક્કી થાય છે કે કુંભ મેળો ક્યાં સ્થળે થાશે ? જ્યારે બુધ અને સૂર્ય સિંહ રાશિમાં હોય છે ત્યારે (ત્રમ્બેકેસ્વર) નાશીકમાં, જ્યારે સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે હરીદ્વારમાં ,બુધ જ્યારે વૃષભ રાશિમાં હોય અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં (અલ્લાહબાદ) અને સૂર્ય અને બુધ બંને વૃષક રાશિમાં હૉય ત્યારે ઉજ્જૈનમાં ભરાય છે. સૂર્ય,ચંદ્ર અને બુધ ગ્રહની સ્થિતિ પ્રમાણે, દરેક સ્નાનની તારીખ પહેલેથી જ નક્કી કરી લેવામાં આવે છે. કુંભમાં નવાનું જ મહત્વ હોય છે જેમાં દરેક અખાડા અને બાવાના હક્ક પ્રમાણે વારા હોય છે.     

અલ્લાહબાદ મહા કુંભની મહત્વની તારીખ
૨૭ જાન્યુઆરી,૨૦૧૩        રવિવાર       પૌષ પૂર્ણિમા સ્નાન
૦૬ ફેબ્રુઆરી,૨૦૧૩          બુધવાર       એકાદશી સ્નાન
૧૦ ફેબ્રુયારી,૨૦૧૩          રવિવાર       મૌની અમાવશ્ય સ્નાન
૧૫ ફેબ્રુઆરી,૨૦૧૩          શુક્રવાર        વસંત પંચમી સ્નાન
૧૭ ફેબ્રુયારી,૨૦૧૩          રવિવાર       રથ સપ્તમી સ્નાન
૧૮ ફેબ્રુયારી,૨૦૧૩          સોમવાર       ભીષ્મ એકાદશી સ્નાન
૨૫ ફેબ્રુઆરીએ,૨૦૧૩        સોમવાર       મઘી પૂર્ણિમા સ્નાન
કુંભ મેળા નું ધાર્મિક મહત્વ :
કુંભા મેળામાં મુખ્ય ચાર પ્રકારના સાધુ કે બાવા મુલાકાત લે છે
(૧) નાગા બાવા : જે કોઈ પ્રકારનું વસ્ત્ર ધારણ કરતાં નથી અને શરીરે રાખ લગાવે છે (જે નું પણ અગાવું મહત્વ છે જે પછી ક્યારેક લખીશું ) વાળની જટ્ટા ધારણ કરેછે અને તેને ગરમી કે ઠંડી ની કોઈ અસર થાતી નથી .
(૨) ઊર્ધ્વવહુર્સ : જે સંતો પોતાની જાતને કઠિન પરિશ્રમ કે દૂ:ખ આપવામાં માને છે એટ્લે કે તપ કરેછે જેમાં ઓછામાં ઓછી જરૂરીયાત દ્વારા જીવન જીવે છે
(૩) પારિવાજક :- જે સંતોએ આજીવન મૌન વ્રત ધારણ કરેલ છે અને પોતાની જાતને કોઈ દુનિયવી વસ્તુમાં આકર્ણષણના થાઈ જાય એટલા માટે અને લોકોને પોતાના રસ્તોમાથી દૂર કરવા માટે બે પગ ની વચ્ચે નાની ઘંટ બાંધે છે જે પગની હલન ચલણથી સતત વગાડતા રહે છે
(૪) શીર્ષશીન :- પોતાના મસ્તક પર દિવસો કે કલાકો સુધી ઊભા રહીને તપસ્યા કરતાં સાધુઓ
જો કોઈ કુંભમાં બધા જ સ્નાન કરે તો પોતાના દરેક ભવના પાપ ધોવાઈ જાય છે અને  સ્વર્ગની પ્રાપ્ત થાય છે .
આ છે હિન્દુ ધર્મનું મહા પર્વ “મહાકુંભ “ નો મહા મહત્વ.       

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka