Ashtanga Yoga PART:- 2 NIYAM, અષ્ટાંગ યોગ ભાગ ૨ "નિયમ"



પતંજલીના આઠ યોગા એટલે  અસ્ટાંગ યોગ
યમ – નિયમ – અસાન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધ્યાન – ધરણા - સમાધી 
પહેલા ભાગમાં યમ વિશે ચર્ચા હતી અને બીજો ભાગમાં બીજો યોગ છે નિયમ જેની ચર્ચા અહી કરીશુ.
નિયમ
(વ્યક્તિગત શિસ્ત)
નિયમ જાળવાની કે પાળવાની પ્રથા હકારાત્મકા કે સકારાત્મક અને ઉત્સાહક વર્ધક  વાતાવરણ જાળવણીમાં મદદ કરે છે. સારા વાતાવરણ કે પર્યાવરણમાં જ સારા અને સકારાત્મક વિચારો ટકે છે તેથી જ આપણા ઋષિમુનીઓ એ જંગલ જેવા શાંત અને પ્રકૃતિક વાતાવરણમાં તપ માટે પસંદગી  ઉતારી હશે. 
પતંજલી અષ્ટાંગ યોગમાં નિયમો પાંચ પ્રકારના છે. 
પાંચ નિયમ છે
(1) શુધ્ધતા (2) સંતોષ(પરિતૃપ્તિ) (3) તપ (સહનશક્તિ કે ધીરજ) (4)સ્વાધ્યાય : સ્વ અભ્યાસ(5) ઈશ્વરને સમર્પણ કે  સ્વાર્પણ
(1) શુધ્ધતા:-
નિયમનો  પ્રથમ સિદ્ધાંત છે. શુદ્ધતા પણ ત્રણ પ્રકારેની  હોયા છે જેમકે  શારીરિક, મૌખિક અને માનસિક.શારીરિક કે  ભૌતિક શુદ્ધતા ફરીથી બે ભાગોમાં હોય છે – બાહ્ય શુદ્ધતા અને આંતરિક શુદ્ધતા. બન્ને પ્રકારની બાહ્ય અને આંતરિક અશુદ્ધતા આપણા  શરીર અને મન પર પ્રતિકૂળ અસર કરે છે. બાહ્ય અને આંતરિક શુદ્ધતા માટે શુદ્ધિક્રીયાઓ છે અને મનની શુદ્ધતા માટે, ત્રાટક તરીકે ઓળખાતી પ્રક્રીયા છે. જીભનો  બિનજરૂરી ઉપયોગ મૌખિક શુદ્ધતા માટે ટાળી શકાય છે. શુદ્ધિકરણની પ્રક્રિયા "સત્વશુદ્ધિ" દ્વારા, માનસિક સુખ, શાંત મન, અવયવો પર વિજય, અને સ્વ (આત્મા) જોવા માટે યોજના બધ્ધ રીતે પ્રાપ્ત કરી શકાય છે.
શારીરિક શુદ્ધતા માટે છ પ્રકારની ક્રિયાનો ઉલ્લેખ છે જેમાં નેતી , ધૌતી , બસ્તી , નૌલી , કપાલભાતી. જ્યારે ત્રાટક એ મન્ને સ્થિરતા આપવા માટેની ક્રીયા છે.
નેતી:- ચાર પ્રકારે થાય છે. જલ નેતી,દુધ નેતી, ઘી નેતી અને સુત્ર નેતી. નેતી પાત્ર વડે એક નસકોરુંમાંથી પાણી રેડ્વામાં આવે છે અને માથુ અને નેતી પાત્રને એવી રીતે રાખવામાં આવે છે કે તે પાણી બીજા નસકોરા દ્વારા બહાર આવે. જો નેતીમાં પાણી દ્રારા કરવામાં આવે તો જલ નેતી અને સુતરના દોરાથી કરવામાં આવે સુત્ર નેતી કહેવામાં આવે છે
ધૌતી:- ભૌતિક શુદ્ધતાની  બીજી સરળ પદ્ધતિ છે. મોં થી શરૂઆત કરીને નાના આંતરડાની શરૂઆત સુધીના પાચન પથને સાફ કરવાની ક્રીયાને ધૌતી કહેવામાં આવે છે. ધૌતીમાં નવશેકું પાણી અને થોડુ મીઠુ(નમક)નાખીને જેટલી ઝડપથી પીવાય એટલી ઝડપથી અને જેટલુ પીવાય તેટલુ પીવાનુ અને પછી આપણુ પેટ કુદરતી રીતે ઉલતી કરી દે અને જો ના થાય તો શરીર પૃથ્વીને સમાંતર રહે તેમ ઉભા રહીને મધ્ય અને તર્જની આંગળીને મોઢમાં જીભનો પાછલો ભાગ સુધી નાખવી જેથી ઉલટી થાય.અને જ્યાં સુધી પાણી નીકળે ત્યાં સુધી આમ કરવુ.
નૌલી: ઉદરને(પેટ)  વલોવુ, ધૌતીમાં  બે પગની વચ્ચે ૧૫ થી ૧૮ ઈંચનુ અંતર રાખીને ઉભા રહેવુ અને બન્ને હાથ ઢીચણ અડીને  રહે તેવી રીતે ઉભા રહેવુ. તમારી છાતીને ફુલાવો અને પેટને અંદરની તરફ ખેચો અને પેટમાં એક પોલાણ બને છે.  કેન્દ્રિય ઉદરીય સ્નાયુ અલગ કરવાનો પ્રયાસ  કરો. અને બન્ને તરફના પડખના સ્નાયુનેઅંદર રાખો. આ પ્રથમ પ્રયાસ દરમિયાન પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ પ્રયત્ન ચાલુ રાખવા. અગ્નીસરા રીતે તમારા પેટને મધ્ય ભાગ બહાર આવે તે રીતે બહાર કાઢો.આને મધ્ય નૌલી કહેવામાં આવે છે. તમારી મર્યાદા અનુસાર કરીને, મૂળ સ્થિતિમાં પાછા આવો અને પછી ફરીને કરો. આપણે ડાબા હાથની સાથે ડાબા ઘૂંટણના પર વધુ દબાવો અને જમણી બાજુના જમણા ઘૂંટણમાં પર દબાણ ઘટાડવું, મધ્યમ નૌલીની સરખામણીમાં તો  તેને વામ નૌલી કહે છે.  અને આનાથી ઉલટુ  કરવામાંઆવે તો તેને જમણી નૌલી કહેવામાં આવે છે.નૌલી હમેંશા ઉદ્યાન બંધ પછી કરવામાં આવે છે.
બસ્તી :- મોટું આંતરડું સાફ કરવાની ક્રીયા
ગુદા વાટે પાણીથી મોટા આંતરડાને સાફ કરવાની ક્રીયા એટલે જલ બસ્તી. આ તકનીક  સાથે એક 6 આંગળીઓ લામ્બી વાંસની ટ્યુબ અથવા ટ્યુબ  વગર પ્રેક્ટિસ કરી શકાય છે. પરંતુ જો વાંસની  ટયુબ હોય તો શારૂ. હવે તમારા નાભિ આવરી લે તેટલા પાણીમાં એક ટબ માં બેસી જાવ.જાણે કે આપણે ખુરસિ પરા બેઠા હોઈએ એવી રીતે બેસવાનુ અને અને વેસેલિન અથવા સાબુ અથવા એરંડા તેલ સાથે ટ્યુબને લગાવીને પોતાની ગુદામાં ચાર આંગળી જેટલી વાંસની ટ્યુબ ને દાખલ કરો. પછી બહાર ગુદાને  સંકોચિત કરો પછી પાણીને અંદર ખેચવાનો પ્રયત્ન કરો નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ બહાર મૂકવો. જો તમે તેને પાણી કાઢી મૂકવું તે આ ટોઇલેટ ઉપર બેસવું શ્રેષ્ઠ છે કારણ કે જ્યારે નીચલા આંતરડાના માં સ્ટૂલ પણ બહાર આવે છે, જો ટ્યુબ પહેલાં દૂર ન કરી હોય તો, ટ્યુબમાં સ્ટૂલ(મળ)ના  ટુકડાઓ દ્વારા અવરોધિત કરી શકે છે
કપાલભાંતી:- કપલભાંતી શબ્દ બે શબ્દનો બનેલો છે કપાલ એટલે ખોપરી (ખોપરી હેઠળ તમામ અંગો સમાવેશ થાય છે)  અને ભાંતી એટલે પ્રકાશિત કે ચમકતી. કપાલભાંતી પ્રક્રિયાને લીધે મુખ્યત્વે ખોપરી અને મગજ નાના મગજ હેઠળ અંગો સારી રીતે પ્રભાવિત થાય છે. નાક દ્વારા મારફતે જોરથી શ્વાસ અંદરા લેવો અને જોરથી શ્વાસને બહાર કાઢવાની ક્રીયાને કપાલભાંતી કહે છે. પ્રાણાયામ શ્વાસને  ઊંડા અને લાંબા બનાવે છે. સમાન સમય અંતરાલો સાથે ઊંડો શ્વાસ અંદરની તરફ અને બહારની તરફ કરવાની તકનીક છે.
કપાલભાંતીના ત્રણ પ્રકાર છે વાતક્રમ,વ્યુતક્રમ,શીતક્રમ
વાતક્રમ:વાતક્રમ કપાલભાંતીમાં ભસ્ત્રિકાની જેમ શ્વાસન પ્રકીયા કરવાની હોય છે પણ મુળભુત ફર્ક એટલો કે શ્વાસ બહાર કાઢવાનો સક્રીય હોય છે અને અંદર લેવાનો નિષ્ક્રીય હોય છે.
વ્યુતક્રમ:- જલ નેતી સમાન પ્રથા છે, તે નાક મારફતે પાણી અંદર લેવાનુ અને  મોંમાથી બહાર કાઢવાનુ  સમાવેશ થાય છે. 
શીતક્રમ:- પાણી મોં દ્વારા લેવામાં આવે છે અને પછી નાક વાટેથી બહાર કાઢી નાખવામાં આવે છે.જે વ્યુતક્રમની વિપરીત ગણી શકાય.
ત્રાટક ક્રીયા (મન સ્થીર કરવાની તકનીક)
કોઈપણ ધ્યાન મુદ્રામાં પદમાશન કે વજ્રાશનમાં કરોડરજ્જુ ટટાર રાખીને નિરાંતે બેસો.
એક મીટર ના અંતરે આંખો જેટલી જ ઊંચાઇ પર જ્યોત સાથેનો દીવો ગોઠવો.
આંખ પટપટાવ્યા વગર પોપચા ખુલ્લા રાખીને  જ્યોતને એકીટશે જોયા કરો.
આંખોની ખંજવાળ અને આંખોમાંથી નીકળતા પાણીની અવગણવા કરો.
અભ્યાસ સાથે
, ત્રાટકશક્તિ મનને સ્થીર રહેવાની ટેવ પાડે છે અને બાહ્ય વસ્તુમાંથી વૈરાગ્નની ભાવના જન્મે છે
આંખોના સ્નાયુઓને રાહત મહત્વની છે.અન્યથા અતિશય તાણ કે માથાનો દુખાવો થઇ શકે છે.
કે ૧૦ સેકંડ થી શરૂ કરીને  ધીમે ધીમે સમય ગાળો વધારો અને  પ્રગતિ કરો.
સફાઇ પ્રક્રિયા અશ્રુ ગ્રંથીને સક્રીય કરીને
,દ્રશ્ય સિસ્ટમને શુદ્ધિ, સારી એકાગ્રતા પ્રોત્સાહન અને ઇચ્છા શક્તિ મજબૂત બનાવે છે.
(2) સંતોષ (પરિતૃપ્તિ)
સંતોષ એટ્લે જે આપણી પાસે નથી તેની તૃષ્ણા ના કરવી કે અન્યની વસ્તુઓને પોતાની બનાવાની કે  રૂપાંતરિત ના કરવાની વૃતિ. આપણે હમેંશા બહારની કે ભૌતીક વસ્તુઓમાંથી સંતુષ્ટ થાવા પ્રયત્ન કરીએ છીએ પણ આપણા બધાને ખબર નથી હોતી કે સંતોષ આ બધી બહારની કે ભૌતીક વસ્તુઓ પર આધારીત નથી પણ સંતોષ એ તો મનની સ્થીતી છે. કોઈ માણસ એક વસ્તુથી તૃપ્ત થશે તો બીજો માણસ એ જ વસ્તુથી તૃપ્ત નથી કરણ કે બન્ને માણસોની મનની સ્થિતિ અલગ અલગ છે. ભગવાને આ જીવનમાં જે આપણને આપેલ છે તેનાથી પરિતૃપ્તિનો સતત અભ્યાશ કરવાથી જ આપણને જીવનમાં આનંદ અને સુખ પ્રાપ્ત થાય છે. સુખનુ મુળ કારણ જ મનની સંતોષ કે પરિતૃપ્તિની વૃતિમાં છે. જ્યારે  કષ્ટ કે દુ:ખોનુ મુળ કારણ જ તૃષ્ણા છે.
(3) તપ (સહનશક્તિ કે ધીરજ)
તપ: તપ એટલે  તીવ્ર સ્વયં શિસ્ત અને આત્મ શક્તિ કે ઈચ્છા શક્તિની  પ્રાપ્તિ. તપા એટલે એક સારા હેતુ માટે  કેટલીક મુશ્કેલી સહન કરવી એવુ થાય છે.તપ એટલે જે આપણે કરવા નથી માંગતા એવુ કઈક કરવાનુ અને જેની આપણા જીવન પર હકારાત્મક અસર છે .તપ ત્રણ પ્રકારનાછે સાત્વીક,રજસ અને તમસ:
તપ વિશ્વાસ સાથે કરવામાં આવે અને કોઈપણ પ્રકારના ફળની આશા વગર કરવામાં આવતુ તપ સાત્વીક તપ કહેવાય છે પણ જો તપ કોઈ ઉદેશ્ય સાથે કે અપેક્ષીત પરીણામ માટે કે દરજ્જો પ્રાપ્ત કરવા માટે કે પ્રતિષ્ઠા મેળવવા માટે કરવામાં આવે તો તેને રજસ તપ કહેવાય છે. જો તપ પાગલપણું કે  તપ કરવાની ઘેલછા ને લીધે કરવામાં આવતુ કે બીજાને હાની કે નુકશાન પહોચડવા માટેકરવામાં આવતુ તપ તમસ તપ કહેવાય છે. આપણા મનની ઈચ્છાશક્તિ અને અભિલાષાના આંતરીક તકરારથી આપણી અંદર એક “આગ” પ્રગટ થાય છે ત્યારે જે પ્રકાશ થાય છે તે આપાણી  માનસિક અને શારીરિક અશુધ્ધિઓને બાળે છે.

(4)સ્વાધ્યાય : સ્વ અભ્યાસ
જો આપણે આપણી રોજિંદગી ક્રીયાઓનો પરીક્ષણ કે નિરીક્ષણ કરીએ તો એ પ્રક્રીયા આપણા માટે સભાન કે અભાન હેતુઓ કે ઉદ્દેશોની, વિચારોની,ઈચ્છાઓની જોવા માટેનો એક અરીશો બની જાય જે આપણને એ ક્રીયા માટેના બહુ જ સાફ ચિત્ર બતાવે.જીવન આપણને આપણી પોતાની જાત વિશે, આપણા ખામીઓ, નબળાઈઓ વિશે શિખવા આપણને અપાર તકો આપે છે આને લીધે આપણો વિકાશ થાય છે. આપાણી ભુલો આપાણને તેમાંથી શિખવાની તક આપે છે. સ્વાધ્યાય એટલે જે શિખેલુ છે તેનુ પુનરાવર્તન તેથી જ તો તેને જપ પણ કહેવાય છે. સ્વાધ્યાયમાં શ્રવણ  અને મનન બન્ને નો સમાવેશ થાય છે.જપ બે પ્રકારના હોય છે મૌખિક અને માનસિક.મૌખીક જપ પણ બે પ્રકારના હોય છે શ્રવણીય અને  ગુસપુસ કે અશ્રવણીય (મનોમન બોલવુ).  
(5) ઈશ્વરને સમર્પણ કે સ્વાર્પણ (ભક્તિ)
અખિલ સૃષ્ટિ કે બ્રહ્માંડના મુળમાં કોઈ ઈશ્વરીય તાકત છે જે આપણી કલ્પનાશક્તિની બહાર છે.આવી ઈશ્વરીય તાકાતને ઓળખવી અને તેને સમ્પુર્ણ રીતે આત્મસમર્પણ કે તેની શરણાગતી સ્વીકારવી તેને જ ઈશ્વરપ્રનીધાન કે ઈશ્વરને સમર્પણ કહેવાય છે. ઈશ્વરપ્રનીધાન નો મતલબ છે કોઈપણ પ્રકારની બદલામાં કાઈ મેળવાવાની આશા કે અપેક્ષા વગર ઈશ્વરના અસ્તિત્વને સ્વિકારીને તેની મહાનતા ઉપર અગાથ વિશ્વાશ રાખીને સમ્પુર્ણ રીતે શરણાગતી સ્વીકારવી.ભક્તિ નવ પ્રકારની હોય છે અદ્વૈત યોગ પ્રમાણે 
(1) શ્રવણ(ભગવાનના નામનુ) (2) કીર્તન (3) સ્મરણ (4) પદસેવા (5) અર્ચન  (6) વંદના (7) દાસ્ય (8) સાંખ્ય (મિત્ર કે સખા) (9) આત્મવંદના કે આત્મસમર્પણ છે.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka