Ashtanga Yoga DHARANA, અષ્ટાંગ યોગ "ધરણા"



યમ – નિયમ – આસનપ્રાણાયામ - પ્રત્યાહાર – ધરણા - ધ્યાન - સમાધી 

ધરણા:-


એક જ મુદા પર મનની  એકચીત એકાગ્રતા એટલે જ ધરણા. આશન શરીરનું નિયંત્રણ શીખવે છે. પ્રાણાયામ શ્વાસનું  નિયંત્રણ શીખવે છે, પ્રત્યાહાર ઈ ન્દ્રિયોનું નિયંત્રણ શીખવે છે અને ધરણા મનનું નિયંત્રણ શીખવે છે.ધરણામાં ઘણી વસ્તુઓ જેવી કે સળગતી મીણબતી,કોઈ પવિત્ર ચીત્ર , સમુદ્રનુ ચીત્ર,આપણા પોતાના નાકની ટેરવું વગેરે. આ બધા તો ભૌતીક સાધન છે પણ ધરણાનું મુખ્ય ધ્યેય તો ભટકતા મનને એકાગ્ર લાવવી.      
ધરણા નું ભાષાંતર થાય મનનું ધરણા (સંસ્કૃત धारणा ધારણા) "મનની એકાગ્રતા (શ્વાસ સાથે મનને જોડાય)" તરીકે ભાષાંતર થાય છે, અથવા ધારકનું કાર્ય કરનાર તે ધારણા.તેનું મુળ ધ્રીતેનો અર્થ થાય છે પકડવું અથવા વહન ,જાળવવું  
ધારણા પતંજલિના અષ્ટાંગ  યોગા અથવા રાજ યોગ દ્વારા સ્પષ્ટ કરાયેલ યોગનું છઠ્ઠુ સ્ટેજ, પગલું અથવા અંગ છે.ધરણા એટલે સ્થિર રાખવું અથવા એકાગ્રતા રાખવી અથવા એક ચીત થાવું.પ્રત્યાહારમાં આપણે જોયુ કે ઈન્દ્રિયોને પોતાનામાં પાછી ખેચવાની વૃતિને બતાવેલ છે તેમ જ ધરણામાં તેનાથી એક પગલું આગળ એટલે કે એકાગ્રતા અથવા એકાગ્ર ચિત. કોઈ એક જ વિચાર કે વસ્તું કે આભાસી ચિત્ર કે વર્ણન પર ચિતને સ્થિર કરવું તેનુ નામ ધરણા.
ધરણાની વ્યાખ્યા પતંજલી માં આપેલ છે તે પ્રમાણે દેશ્બંધસ ચિત્તસ્ય ધરણાઆનો પ્રાકૃતિક અર્થ  થાય છે કોઈ ખાસ પ્રદેશ કે વાત પર મનને એકાગ્ર કરવું.આપણું મન બહુ જ ચંચળ છે અને તે સતત ભટકતું હોય છે.પણ તેને કોઈ ખાસ પ્રદેશમાં અકાગ્ર કરવું તેનુ નામ ધરણા.
ઉદાહરણ તરીકે ગાયના વાછરડાને ફક્ત એકા જ બીંદુ પર બાંધી દેવુ શક્ય નથી તેથી ખેડુત નાનકડી લંબાઈની દોરીના એક છેડે વાછરડાને અને એક છેડે ખીલ્લા કે ઝાડ સાથે બાંધી દેશે જેથી વાછરડુ આમતેમ રખડીને બધું બગાડી ના નાખે અને ગાયને ધાવી ના જાય છતાં પણ તેને દોરીની લંબાઈ જેટલી ગોળાકાર જગ્યામાં ફરી શકે છે. આમાં ખેડુતને પણ ફાયદોએ કે તેનું વાછરડા પર નિયંત્રણ રહે છે અને વાછરડાને પણ ફાયદોએ છે કે એક ખાસ ગોળાકાર જગ્યામાં તેની સ્વતંત્રતા જળવાય રહે છે અને  ખેડુતનું સંરક્ષણ મળે છે.પતંજલી અષ્ટાંગ યોગમાં ધરણામાં જે મન પર નિયંત્રણ રાખવામાં આવે છે તેને આલમબાણકહેવામાં આવે છે. જપ પણ એક આલમબાણ છે જેમાં કે કોઈ ભગવાનનું નામ વગેરેનો સમાવેશ થાય છે.
ધરણા એટલે મનનું એકાગ્રતાનો અભ્યાશ માટે તેના અભ્યાશ માટે થોડી પુર્વ તૈયારીની જરૂર પડે જેમાં
(૧) આપણને આપણી પાંચ ઈન્દ્રિયો દ્વારા સમજ કે માન્યતાઓ મળે છે આપણું મન આ ઈન્દ્રિયોની સમજણ પાછળ દોડતું રહે છે માટે આપણે આ ઈન્દ્રિયોની સમજશક્તિઓને નિયંત્રણમાં રાખવી જોઈએ.
(૨) આજુબાજુનું વાતવરણ શાંત અને આનંદદાયક હોવું જોઈએ
(૩) બાહ્ય અંતરાયો ના આવે તેની કાળજી લેવી જોઈએ. 
(૪) સામાન્ય રીતે અવ્યવસ્થા, જોરથી થતો દઘોંઘાટ સખત ફુકાતો પવન, જુદીજુદી આવતી ગંધ, ખુબ જ સખત તડકો અથવા ગરમી કે આવા અંતરાયો ના આવે તેની કાળજી લેવી જોઈએ.
આરામ દાયક સ્થિતીમાં અથવા પદમાસન કે સ્વસ્તિકાસન અથવા સીધ્ધાસન માં બેસો. 
આપણને ટટ્ટાર અને સિધ્ધા અને લાંબા સમય સુધી બેસવાની ટેવ હોવી જોઈએ નહીતર મન આપણા વિવિધ સ્નાયુ તરફથી આવતા સિગ્નલમાં વળી જશે. 
આંખો ૐ ના ફોટા પર કેન્દ્રિત કરો. મન સામાન્ય રીતે આંખોને અનુસરતું હોય છે તેથી જો આપણે આંખોને કોઈ એક વસ્તું કે ચિત્ર પર કેન્દ્રિત કરી શકીએ તો મનને પણ તે જ વસ્તું કે ચિત્ર પર કેન્દ્રિત કરી શકીએ છીએ. ૐ નો જાપ શરૂ કરો.ૐ નો જાપ મુખમાંથી શાંત,ધીર,અને સ્થિરતાથી નિકળવો જોઈએ.
ૐ નો જાપ એવી રીતે કરવાનો છે કે જીભ અને ફેફશાને તાણનો કે ભારે પરિશ્રમ અનુભવ થાય નહી.
જીભ ૐના જપમાં પ્રવૃત હશે, જપ આપોઆપ જ કાન સાંભળશે અને તેથી મન તેને અનુસરશે તેથી તેની ભ્રમર વૃતિ મર્યાદામાં રહેશે.  મન ૐના ઉચ્ચારને અનુભવશે તેથી મન મજબુત રીતે ૐ ની પર રહેશે. 
પાંચ જ્ઞાનેંદ્રિયોમાંથી ત્રણ આંખ,જીભ,કાન એક જ વિષય   પર કેન્દ્રિત થાશે તેથી મન પણ સંવેદનાત્મક ઈન્દ્રિયોની સાથે માં લીન બનશે. અહી ૐ અલમબાનછે અને ૐ દ્વારા ત્રણેય પરિમાણ આવરી લે તે મર્યાદિત ક્ષેત્રમાં ફરે છે તેને દેશબંધકહે છે.   
થોડા સમય પછી જપ બંધ કરો અને આંખો બંધ રાખીને મનને ના કરેલ જાપને યાદ કરીને,જીભ અને કાન દ્વારા અણસાર અને સ્મૃતિઓ પર મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરો.
કોઈપણ વિક્ષેપ વગરની એકાગ્રતા મનની એકાગ્રતા એટલે ધરણા. જો આપણે શરૂઆતમાં તો અડધી કલાકનો અભ્યાશ કરતાં હોઈએ તો ધરણાનો અનુભવ તો બહુ જ ઓછા સમય માટે થશે બાકીનો સમય ભ્રમીત મનને એકચીતે રાખવાના પ્રયત્નમાં જાશે પરંતું જેમ જેમ સતત અભ્યાશના દિવસો જાશે તેમ તેમ ધરણાનો અનુભવોનો ગાળો વધશે. કોઈપણ અંતરાય આવે કે ધરણાનો અનુભવ ના થાય તો પણ  નિરાશ થયા વિના સતતા અભ્યાશ કરતાં રહીએ તો ધરણાનો અનુભવ  ચોક્કસ થાશે.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka