Ashtanga Yoga DHYAN, અષ્ટાંગ યોગ "ધ્યાન"

યમ – નિયમ – આસનપ્રાણાયામ - પ્રત્યાહાર – ધરણા - ધ્યાન - સમાધી  

 DHYAN  ધ્યાન 

ધ્યાન નો મુખ્ય હેતુ આપણા મનને શાંત કરવાનો છે અને છેલ્લે જાગરૂકતા અને આંતરિક શાંતિના ઉચ્ચ સ્થાન હાસિલ કરવો છે.આપણને જાણને આશ્ચર્ય થાય કે ધ્યાન ગમે ત્યારે, ગમે તે જગ્યાએ કરી શકીએ છીએ અને આપણી આસપાસ ગમે તેવા વાતાવરણમાં ધ્યાન દ્વારા આપણે મન અને હૃદયની પરમ શાંતિ અનુભવી શકીએ છીએ. આપણે અહી ફક્ત મૂળભૂત ધ્યાન  વિશે જાણીશું.
શાંતિપુર્ણ વાતાવરણ પસંદ કરવું
ધ્યાન માટે શાંત અને શાંતિપૂર્ણ વાતવરણમાં ધ્યાનની અભ્યાસ કરવો જોઈએ. આવુ વાતવરણ આપણને ધ્યાન પર જ મન અને ચિત કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે અને મન માટેના બહારના ઉત્તેજનાત્મક પરીબળોના તોપમારાથી બચી શકાય છે.ધ્યાન માટેઅની જગ્યાનું વાતાવરણ એવુ હોવુ જોઈએ કે જેથી આપણે જેટલા સમય માટે ધ્યાન કરવાનું હોય તેટલા સમય માટે વચ્ચે કોઈપણ પ્રકારનો અડચણ કે વિક્ષેપ પડે નહી.ધ્યાન માટે કોઈ મોટી કે વિશાળ જગ્યાની જરૂર નથી પણ નાની હવા ઉજાશ વાળી ઘોંઘાટ વગરની રૂમ ચાલે.
નવા અને ધ્યાનમાં જે લોકોએ નિપુણતા મેળવેલ નથી તેઓએ બહારના વીક્ષેપક પરિબળો જેવા કે ટેલીવિજન,મોબાઈલ,ટેલીફોન બંધ કરી દેવા અને જો તમને સંગીત સાંભળવું ગમતું હોય તો શાંત,પુનરાવર્તીત, સૌમ્ય ધૂન રાખવી જેથી કરીને આપણી એકાગ્રતામાં ખલેલ પહોચે નહી.
ધ્યાનની જગ્યામાં સંપુર્ણ શાંતિ ના હોવી જોઈએ, રાબેતા મુજબના અવાજો જેવાકે કુતરાનો ભસવાનો અવાજ,ક્યારેક નાના બાળકનો અવાજ જેવા અવાજો ધ્યાન ભંગ કરતા નથી પણ આપણા વિચારો પર આવા અવાજ પ્રભુત્વ ના મેળવી લે તે જ સફળ ધ્યાનની જરૂરીઆત છે.
ઘરની બહાર બગીચામાં કે કોઈ જાડની નિચે કે કોઈ બહારની ખાસા જગ્યાએ કે જ્યાં ધાન કરનારને મન અને ચિતમાં શાંતિની અનુભુતિ થાય છે તેવી જગ્યાએ ધ્યાનનો અભ્યાસ કરવાથી ધ્યાનમાં નિપુર્ણતા ઝડપથી મેળવી શકાય છે.  
 આરામદાયક કપડાં પહેરો
ધ્યાનનો મુખ્ય ઉદેશા જ શાંત મન અને ચિત છે અને તેમાં બહારના વિક્ષેપ કરતાં પરિબળો અને અવરોધક પરિબળોને રોકવા. ખુબ જ ચુસ્ત અને તંગ કપડા પહેરવાથી આપણે શારીરિક અસ્વસ્થતા અનુભવીએ છીએ તેથી ખુલ્લા અને સરળ કપડા પહેરવા જોઈએ. આપણે આપણા બુટ કે ચપ્પલ અને મોજા પણ કાઢી નાખવા જોઈએ.
ઠંડીની ઋતુમાં ઝર્સી કે સ્વેટર કે ઝાકીટ પહેરવું જોઈએ કારણા કે ઠંડી શારીરિક અસ્વસ્થતા ઉભી કરે છે અને મન ને સ્થિરતા પ્રાપ્ત કરવામાં તકલિફ પડે છે તેથી આપણુ મન ધ્યાનનો સમય ગાળો ઘટાડવા એક પ્રકારનું આતરીક દબાણ ઉભુ કરે છે જે પ્રભુત્વ મેળવેને જ શાંત થાય છે તેથી ધ્યાનનો સમય ગાળો ઘટાડવા મજબુર થવું પડે છે
પહેલા જ ધ્યાનનો સમય ગાળો નક્કી કરી લો
ધ્યાનનો અભ્યાશા કરતાં પહેલા જ ધ્યાનનો સમય ગાળો નક્કી કરી લો. કેટલાક નિષ્ણાતો દિવસમાં બે વખત ૨૦ મિનિટની સલાહ આપે છે પણ શિખાવ લોકોને ૫ મિનિટ થી શરૂઆત કરવી જોઈએ.
ધ્યાન દરરોજ એક જ સમયે અને સવારમાં ૧૫ મિનિટ અને સાંજે ૫ મિનિટનો કે આપણી અનુકુળતા પ્રમાણે ના સમયે એક અટુત અને અડગ નિત્યક્રમ  બનાવો.
એક વખત સમય ગાળો નક્કી કર્યા પછી તેને વળગી રહો. દરરોજ સમય ગાળો વધ ઘટ કરવાથી ધ્યાનમાં જરૂરી એકાગ્રતા આવતી નથી.
ક્યારેય નિરાશ થશો નહિ કે આમાં તો સફળતા મળતી નથી ધ્યાનમાં સફળતા મેળવતા થોડી વાર અને અભ્યાસની જરૂર પડે છે.સૌથી અગત્યની વસ્તુ આ સામયે સતત પ્રયત્નની જરૂર હોય છે.
આપણે એક વખત ધ્યાનના અભ્યાશની શરૂઆત કરીએપછી ભલે આપણે ધ્યાનના સમય ગાળાને નજરમાં રાખવા માંગતા હોઈએ પણ તેના માટે વારેઘડીએ ઘડીયાળમાં જોવાની જરૂર નથી.આપણે ધ્યાનના સમય ગાળાને સામાન્ય રીતે બહુ જ સૌમ્ય એલાર્મ મુકી શકાય કે બીજા વ્યક્તિને કહી શકાય કે અમુક સમય ગાળા પછી આપણને જાણ કરે વગેરે.   
હળવી કસરત કરવી:-
ધ્યાનમાં એક્ધારૂ અમુક સમય માટે બેસવું જરૂરી છે તેથી શારીરીક અસ્વસ્થતા હળવી કરવા માટે અને મન પરનો તનાવ હળવો કરવા માટે થોડી મીનીટની હળવી કસરત જરૂરી છે જે આપણુ મન અને શરીરને ધ્યાન માટે તૈયાર કરે છે. હળવી કસરત મનને ખરાબ વિચારોને અટકાવે છે જે મનને આરામ આપે છે.
હળવી કસરતોમાં જ્યારે તમો કલાકો સુધી કોમ્પુટર સામે બેઠા હોય તો ડોકની અને ખમ્ભાની હલાવાની અને સતત્ત બેઠા હોઈએ તો તમારા પગની અને નીચેની કમરની કસરતો ઉપયોગી થાય છે.  
આરામ દાયક બેસવું:-
જેમ ઉપર બતાવેલ છે તેમ ધ્યાન દરમ્યાન આરામ દાયક બેઠક નક્કી કરવી એ સૌથી મહત્વનું છે કારણ કે દરેકને અલગ અલગ બેઠક્ની સ્થિતિ આરમ દાયક લાગતી હોય છે. પરંપરાગત રીતે ધ્યાન સાદા ગાદલા પર કમળ સ્થિતિમાં બેસીને અથવા અર્ધ કમળ સ્થિતિમાં બેસીને કરી શકાય. જો તમારી કમર,પગ અને કુલ્લા જો સાનુકૂળ અને મરડાય એવું ના હોય તો સતત ટટ્ટાર બેસવાથી દુખાવો થઈ શકે માટે બેસવાની સ્થિતિ પોતાને અનુકુળ હોય તેવી રાખવી.
સામાન્ય રીતે ધ્યાનમાં બેસવાની રીત એવી છે કે બન્ને હાથ ખોળામાં એટલે કે બન્ને હાથે “વિતરાગ મુદ્રા” માં કે જ્ઞાન મુદ્રામાં બેસી શકાય છે.  
આંખો બંધ કરો
ધ્યાન બન્ને રીતે થઈ શકે આંખો બંધ રાખીને અને આંખો ખુલ્લી રાખીને . શિખાવ હોય તેને અને શરૂઆત કરતા હોઈએ ત્યારે આંખો બંધ રાખવી જેથી કરીને બહારના ઉતેજક દ્શ્ય જે આપના મનને શાંત કરવામાં બાધા રૂપ બને તેનાથી બચી શકાય.
આપણે જ્યારે બંધ આંખ બાધક બને જેમા કે નિંદર આવી જાતી હોય અથવા બહુ જ ભયંકર ઘટના તાજી થતી હોય કે આપણે એટ્લા ધ્યાનમાં એટ્લા આગળ વધી ગયા હોય કે કોઈ બહાર બનતી ઘટના આપણા ધ્યાનમાં કોઈ રીતે બધક ના બનતી હોય કે  બીજી કોઈરીતે બંધ આંખ ધ્યાનમાં બાધક બને તો ખુલ્લી આંખે કરી શકાય
જ્યારે આંખો ખુલ્લી રાખીને ધ્યાન માં બેસીએ ત્યારે આંખો પર જોર ના આવવું જોઈએ એટલે કે કોઈ ખાસ વસ્તુ ઉપર કેન્દ્રિત ના થાય તેનું ધ્યાન રાખવું અને આપણે અર્ધ-સમાધિ અવસ્થામાં ના જાય તેની સાવચેતી રાખવી.   
આપણા શ્વાસોચ્છવાસને અનુસારો
સૌથી વધુ અને વિશ્વવ્યાપી ધ્યાનની પધ્ધતિ એ જ છે કે આપણે આપણા પોતાના શ્વાસોચ્છવાસને અનુસરીએ. એક નાભિથી ઉપર કેંદ્ર કે બીંદુ પસંદ કરો અને આપણા મનને તેના પર કેન્દ્રિત કરો. આપણા શ્વાસોચ્છવાસથી થતી ઉદરની હલન ચલનથી માહિતગાર થાવ. શ્વાસોચ્છવાસની પ્રક્રીયા જાણીબુજીને બદલાવાની નથી, કુદરતી રીતે જ શ્વાસ લેવાનો અને છોડવાનો છે.
આપણા શ્વાસોચ્છવાસ પર જ મન કેન્દ્રિત કરવાનું છે. કાઈ વિચારવાનું નહી અને આપણા શ્વાસ વિશે કે એના વધઘટ વિશે કાંઈપણ નિર્ણય લેવાનો નથી. ફક્ત  શ્વાસોચ્છવાસ ક્રીયા પર જ મનને કેન્દ્રિત કરવાનું છે અને માહિતગાર થવાનું છે.  
આપણું મન ધ્યાન દરમ્યાન અહીતહી રખડવા લાગે કે અનેકા વિચારો આવે તો કાઈ વાંધો નથી અથવા તેનાથી ડરવાની જરૂર નથી. શરૂઆતમાં કોઈ અન્ય કાર્યની જેમા જ ધ્યાનમાં પણ અભ્યાસા જોઈએ મનને કેન્દ્રિત કરવામાં સમય અને સતત અભ્યાસ દ્વારા આદત કે ટેવ પડવી જોઈએ.  
નોટ:- ધ્યાનમાં બેસતા પહેલા ૫-૭ મિનિટ આંખો બંધ કરીને વિચારોના પ્રવાહને મુક્ત રીતે વહેવા દેવાથી મન અને ચિત્ને શાંત કરવામાં મદદ મળશે.
મંત્ર ધ્યાન
મંત્ર ધ્યાનએ બીજી સૌથી પ્રચલિત પધ્ધતિ છે. મંત્ર ધ્યાનમાં કોઈ એક મંત્ર(મંત્ર એકાક્ષર હોય કે શબ્દ સમુહ હોય શકે)  નો વારંવાર ઉચ્ચાર કરાવાનો હોય છે.આ મંત્રોચાર મન અને ચિત શાંત થાય ત્યા સુધિ કરવાનો હોય છે. આવા મંત્રમાં “ૐ” કે ૐ નમો: શિવાય અથવા પોતાના ઈષ્ટા દેવતાનું નામ. મંત્ર જાપ દરમ્યાન આપણું મન ભટકવા લાગે તો ફરી તેને મંત્ર પર સ્થિર કરવું અને સતત અભ્યાસ કરવો.
સંષ્કૃતમાં મંત્રનો અર્થ થાય છે “ મનનું યંત્ર” મંત્રએ એવું યંત્ર છે જે મનમાં સ્પંદન જગાવે છે અને આપણા વિચારો સાથેનું જોડાણ તોડી નાખે છે સાથે જ આપણા મનને એક અદભુત અને ઉંડા ચૈતન્ય માં લઈ જાય છે જ્યા મન અને ચિત માટે છે ફક્ત શાંતિ અને શાંતિ જ. 
સાદા પદાર્થ પર તલ્લીન કે એકાગ્રચિત થવું
આ પણ મંત્ર ધ્યાન જેવું જ છે પણ આમાં કોઈ દુનિયવી પદાર્થ જેમા કે  જ્યોત ,ક્રીષ્ટલ ફુલ, કે કોઈનો ફોટો કે મુર્તી પર તલ્લીન કે એકાગ્રચિત થવાય છે અને આમ જ આપણા મનને એક અદભુત અને ઉંડા ચૈતન્ય માં લઈ જાય છે જ્યા મન અને ચિત માટે છે ફક્ત શાંતિ અને શાંતિ જ. આ ધ્યાન ખુલ્લી આંખોથી થાય છે. પદાર્થને આંખોને સ્તર પર રાખો જેથી આપણી ડોક પર દબાવ કે સ્નાયુ પર તનાવ ના આવે.
મનમાં ચિત્ર ઊભું કરવું
આ પણ એક પ્રસિધ્ધ ધ્યાન પધ્ધતિ છે જે માં મનમાં જ એક શાંતિ માટે જગ્યા બનાવવામાં કે કલ્પવામાં આવે છે અને જ્યા સુધિ મન પર સમ્પુર્ણ શાંતિ કે શાંત ના થાય ત્યા સુધિ તેનું જ  નિરીક્ષણ  કરવામાં આવે છે. આવી જગ્યા ગમે ત્યાં હોય શકે પણ તે સમ્પુર્ણ સાચ્ચિ હોવી ના જોઈએ તેમાં કાલ્પનિક તત્વ હોવુ જોઈએ અને ફક્ત તમારી પોતાના માટે જ હોવી જોઈએ. આવી જગ્યા કોઈ શાંત રણ,દરીયા કીનારો, ઘાસવાળી જમીન કે એવું જે ફક્ત તમારૂ પોતના માટે જ હોય.
આવા તમારા અભયારણ્યમાં  જ્યારે તમો પ્રવેશો ત્યારે તેને અન્વેષણ કે એમાં આવેલા સ્થળોની મનોમન મુલાકત લો અને તેને અનુભવો. તમારી આસપાસ કોઈ વાતાવરણ તૈયાર કરવાની જરૂર નથી કારણ કે આવું વાતાવરણ ત્યાં હોય જ છે ફક્ત તમારે મનની સામે લાવવાની જરૂર હોય છે. 
તમારા અભયારણ્યમાં આવેલી દરેક સ્થળ, વસ્તું, અવાજ, સુગંધ, સુધ્ધ પવન અને તેની ગતિને , અગ્નિ કે અગ્નિની જ્વાળાને કે તમારા શરીરને ગરમ કરી રહી છે તેને અનુભવો.....કલ્પના કરો .....અને તેને અનુભવો.....જ્યા સુધિ તમારે લેવો હોય ત્યા સુધિ વધુ ને વધુ આનંદ લેતા જાવ અને તેને મહેશુસ કરો..... પવિત્રતા સાથે અનુભવો.....જ્યારે તમારે આ સ્થળ કે તમારા માટેની જ અભયારણ્ય છોડવાનું હોય ત્યારે થોડા ઉંડો શ્વાસ લો અને તમારી આંખો ખોલો.
ફરીથી ધ્યાન ના સમયે આ જ રીતે આ અભયારણ્યની મુલાકાત લો અથવા નવું સ્થળ બનાવો.
સ્થળ ફક્ત તમારા માટે જ અપૂર્વ,અનન્ય અને અનુપમ અને તમારી વ્યક્તિત્વને અનુકુળ હોવું જોઈએ.
આપણા શરીરનું સૂક્ષ્મ અવલોકન કરવું
આપણા શરીરના વિવિધ અવયવોનું સૂક્ષ્મ અવલોકન કરવું અને સભાનપણાથી તેને ઢીલું મૂકી દેવા કે આરામદાયક સ્થિતિમાં લાવવા. આ બહુ જ સાદી ધ્યાનની પ્રકીયા છે જેમાં આપણા શરીરના વિવિધ અવયવોને સભાનપણાથી તેને ઢીલું મૂકી દઈને મન અને ચિતને શાંત અવસ્થામાં લાવીએ છીએ.
આંખો બંધ કરવી. શરીરના છેલ્લા અંગ તરીકે પગનો અંગુઠો લઈને તેની સંવેદના પર કેન્દ્રિત કરો. સભાનપણા પુર્વક તેને ઢીલું મૂકી દો અને આરામદાયક સ્થિતિમાં લાવો.અંગુઠામાં અનુભવાતો કોઈપણ તનાવ કે સંકોચન કે ચુસ્તતાને પ્રાયત્નપુર્વક આરામની સ્થિતિમાં લાવો. આ જ રીતે શરીરના વિવિધ અંગોને વારા ફરતી  ઢીલા મૂકી દો અને આરામદાયક સ્થિતિમાં લાવો. કોઈપણ પ્રાકારનું તણાવ કે ખેંચીને કે ચુસ્ત આકારમાં નહી પણ આરામ દાયક સ્થિતીમાં લાવવા. નિચેથી ઉપરની તરફ એક પછી એક એટલે કે પગનો પંજો,ઘુંટી,ઢીચણ, સાથળ,કમર, પેટ, છાતી, ખમ્ભા,હાથ, કોણી, કાંડુ, હાથના આંગળા, ડોક,ચહેરો, કાન, માથાનો ઉપરનો ભાગને આરામદાયક સ્થિતિમાં લાવો.    
 હવે આખા શરીર પર કેન્દ્રિત થાવો અને પુરા શરીરને આરામદાયક સ્થિતિ અનુભવો. પ્રશાંતિ અને ઢીલાપણુંની સવેંદના અનુભવો અને તેનો પુરો આનંદ લો. ધ્યાનમાંથી બહાર આવતા પહેલા આપણા શ્વાસોશ્વાચ્છ પર કેન્દ્રિત કરો.        
હદય ચક્ર ધ્યાન:-
આપણા શરીરમાં સાત ઉર્જા ચક્રો આવેલા છે માથા થી શરૂઆત કરીએ તો સૌથી પહેલા સહસ્રાર , આજ્ઞા, વિશુધ્ધ , અનાહત, મણિપુર, સ્વધિસ્ઠાન અને મુલાધાર.
અનાહતા ને હદય ચક્ર પણ કહે છે. હદય ચક્ર પ્રેમ,દયા, શાંતિ,સ્વિકૃતિ સાથે સંકળાયેલ છે. હદય ચક્ર ધ્યાન કરવાથી આ ગુણો સાથે સંકાળાઈ જાઈ છીએ અને તેની દુનિયામાં ફેલાવિ છીએ.
હદય ચક્ર ધ્યાન
આંખો બંધ કરો. બન્ને હાથની હથેળી એક બીજા સાથે ઘસો જેથી હૂફ અને થોડી ઉર્જા પેદા થાય. જમણો હાથ હદય ચક્ર પર મુકો અને ડાબો હાથ તેની ઉપર મુકો.
ઊંડો શ્વાસ લો અને ઉચ્છવાસ (શ્વાસ બહાર કાઠ્વો) વખતે યુમ નો જાપ કરવો. તેના સ્પંદન હદય સાથે સંકળાયેલા છે. જ્યારે આપણે હદય ધ્યાન કરતાં હોઈએ ત્યારે આપણે વિચારવાનું છે કે તેજસ્વી હરીત ઉર્જા હદયમાંથી અને હાથમાંથી નિકળે છે. આ હરીત ઉર્જા એટલે આ ધડીએ જે પ્રેમ, જીવન, અને બીજા જે સકારાત્મક ભાવનો અનુભવ થાય તે.જ્યારે ધ્યાન નો સમય પુરો થાય ત્યારે છાતી ઉપરથી હાથને હટાવી લો અને આપણી છાતીમાંથી અને હથેળી માંથી સાત્વિક ઉર્જા ને આપણા સ્નેહીઓમાં તથા દુનિયામાં ફેલાવા દો.
ધ્યાન એક યાત્રા છે:- Understand that meditation is a journey.
ધ્યાનનો મુખ્યા ઉદેશ મનને શાંત કરવાનો, આંતરીક શાંતિ અને છેવટે સૌથી ઉચ્ચ આધ્યાત્મિક સ્થાન પર પહોચવાનો છે.પરંતું આ બધુ પામવા માટે ઋષિ મિનિઓ વર્ષોની તપસ્યા અને જીવન શૈલી અને સાધના જોઈએ.
આ સાધાનાની શરૂઆતમાં ધ્યાનની ગુણવતા પર બહુ વિચારવાની જરૂર નથી પણ સતત સાતત્યપુર્ણ અને નિયમિત અભ્યાશ ચાલુ રાખવો જોઈએ.
જ્યારે દરેક દિવસેને દિવસે મન વધુઅને વધુ શાંત, ખુશમિજાજી,શાંતિનો અનુભવ થાય તો આપણે સમજવાનું કે ધ્યાન સફળ થાય છે.
ધ્યાનનો સમય ગાળો નિશ્ચિત હોવો જોઈએ પણ જો સમય બંધન નડતર રૂપ બનતું હોય તો સમયબંધન જરૂરી નથી.
ધ્યાન પુરૂ થતા જો આપણે થાકી જતાં હોઈએ, અશક્તિનો અનુભવ થાતો હોઈએ તો સાધારણ હલંચલન કરી લેવુ જોઈએ.
જ્યારે ધ્યાન માં ના હોઈએ ત્યારે પણ મનને પ્રયત્ન પુર્વક સ્થિર,શાંત અને ખુસ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ધ્યાનમાં સફળતા મળતા પહેલા પણ કેટલાક સારા પરીણામ મળતા હોઈએ છીએ જેમ કે સારી નિંદર આવવી કે તુરંત નિદર આવવી,વ્યસન સાથે સારી રીતે કન્ટ્રોલ કરી શક્વો અથવા શાંત સ્થિર મન વગેરે.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka