Who is Bhagavan OR ISHWAR OR ભગવાન અથવા ઈશ્વર એટલે કોણ ?



ૐ તત સત
હમણા ભગવાન કોણ ? ની બાબતમાં વિવાદ થયો.આવા વિવાદોના સમાધાન આપણા શાસ્ત્રોમાં સારી રીતે આપેલ છે.આજે આપણે આ વિશે થોડી સમજ કેળવીયે.
ભગવત ગીતામાં સાકાર અને નિરાકાર ભગવાનના સ્વરૂપ વિશે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે મનુષ્ય પાંચ ઈન્દ્રિય પર સમ્પુર્ણ કાબુ કે અંકુશ મેળવી લે છે ત્યારે તે મનુષ્ય તેના મન પર નિયંત્રણ મેળવવામાં સફળ થાય છે. અને ત્યારે તેને જ્ઞાન થાય છે કે ભગવાન ફક્ત નિરંકાર સ્વરૂપમાં જ મેળવી શકાય છે .
એવી મૂર્ત સ્વરૂપ શક્તિ જે સમયની પહેલા હતી અને પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા સમજની બહાર છે જે જન્મ અને મરણથી પર છે આવી અવ્યક્ત અને અનંત શક્તિને પામવા ખાસ યોગ કે તપ કરવું પડે છે.  
ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સર્વશક્તિમાન ભગવાન મન અને બુધ્ધિથી સમજી શકાય તેમ નથી.મનુષ્યની બુધ્ધિ હમેંશા આપણને જે કાંઈ અનુભવ કરીએ છીએ તેનો અભ્યાશ કરી તેને સંચિત કરે છે આથી જ તો મન અને બુધ્ધિ દ્વારા સર્વશક્તિમાન ભગવાનને સમજી કે પામી શકીયે નહી.  
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે  કે મનુષ્ય પાસે રહેલ ઈંદ્રિયના સિમિત શક્તિની મદદથી ભગવાનના અસ્તિત્વને સમજાવી શકાય નહી.ભગવાનને સંપુર્ણ સમજવા માટે આપણે પરબ્રહ્મ જ્ઞાન (કૈવલ્ય જ્ઞાન ) પ્રાપ્ત કરવું પડે.પરતું બધા જ મનુષ્ય આવું કરી શક્તા નથી મોટા સંત કે મહંત વર્ષોની અતુટ અને ઘોર તપસ્ચર્યા પછી તેને પરબ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે
જેનામાં સર્જનાત્મક લાક્ષણિકતા છે તે ભગવાન બ્રહ્મા અને જેનામાં બ્રહ્માંડ જાળવળી કરનાર ભગવાન શ્રી વિષ્ણું અને જે બ્રહ્માંડ માં  નષ્ટ કરવાની શક્તિ રાખે છે અને જીવન અને મરણ પર નિયંત્રણ રાખે છે તે ભગવાન શિવ કે શંકર
પણ  અદ્વૈતવાદ પ્રમાણે વેદ અને ઉપનિષદમાં ભગવાનનો ઉલ્લેખ બ્રાહ્મણ તરીકે કરેલ છે.
અદ્વૈતવાદ પ્રમાણે સર્વશક્તિમાન ઈશ્વર હંમેશા નિષ્પક્ષ,સામાન્ય,અવ્યક્ત,શાશ્વત, અપરિવર્તનશીલ,દોષરહિત અને નિરાકાર છે.
આ પછી વૈદિક ધર્મમાં બ્રાહ્મણ એટલે કે જે દેખાવ બદલવામાં,વૈશ્વિક પદાર્થ કે જેમાંથી ભૌતિક વસ્તુઓ પેદા થઈ અને વિસર્જન બાદ તેમાં જ ભળી જાય છે તેવી સંપૂર્ણ વાસ્તવિકતા.
તો પછી સામાન્ય માણસોને ભગવાનને સમજવા કેવી રીતે ?  
આથી જ આપણા સંતોએ ભગવનના અસ્તિત્વને બુધ્ધિથી સ્વિકારવા માટે છ પાયાની લાક્ષણિકતા બતાવેલ છે જે
(૧) પરમ જ્ઞાન(knowledge)  
(૨) અશ્વર્ય  (wealth and prosperity)
(૩) ક્ષમતા (competence)
(૪) બળ (strength)
(૫) બહાદુરી,શૂરવીરતા (valour)
(૬) તેજ,તેજસ્વીતા (brilliance)
આ ઉપરાંત ભગવાન અષ્ટ સિધ્ધિ અને નવ નિધિ  ધરાવે છે.
આ આઠ સિધ્ધિ એટલે
(૧) અનિમા (૨)મહિમા (૩) લઘિમા (૪) પ્રાપ્તિ ૫) પ્રકમ્યા (૬) ઇશિતા (૭) વશિતા (૮) ગરીમા
(૧) અનિમા:- પોતે જેટલા નાનામાં નાનું રૂપ ધરવાની શક્તિ. ઉદાહરણ ભગવાન શ્રી હનુમાનજીએ લંકામાં પ્રવેશ કરતી વખતે મચ્છરનું રૂપ ધારણ કર્યું હતું. 
(૨) મહિમા:- આ અનિમાની વિરૂધ્ધ એટલે કે વિરાટ સ્વરૂપ ધરવાની શક્તિ.ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતના યુધ્ધ માં વિરાત દર્શન કરાવેલા.  
(૩) લઘિમા:- પોતાના શરીરને સૌથી હલકુ કરી શકે તેવી શક્તિ. વાયુસ્તમ્ભમ અને જલ સ્તમ્ભમ આ સિધિથી શક્ય છે. ઉદાહરણ તરીકે ભગવાન શ્રી હનુમાનજી,માતા સિતા ને શોધવા માટે દરિયો હવામાં તરીને ઓળંગી ગયા હતા.
(૪) પ્રાપ્તિ:- આ સિધ્ધિ પ્રાપ્તિ થાય તેવા ઋષિ જમીન પર ઉભા રહીને સુર્ય કે ચંદ્ર ને અડી શકે.ઈશ્વરીય તાકત પ્રાપ્તિ થાય છે જેમાં ભવિષ્ય જોઈ શકે છે અને ભુતકાળ પણ જોઈ શકે છે
(૫) પ્રકમ્યા:- પાણીમાં જ્યાં સુધિ રહેવું હોય ત્યાં સુધિ પાણીમાં રહી શકે. ઘણા ઋષિઓ આકરૂ તપ કરવા માટે લાંબા સમય સુધિ સમુદ્રમાં કે નદિમાં રહેતા હતાં.    
(૬) ઇશિતા:- ઋષિઓ તપથી આ શક્તિ પ્રાપ્ત થાય ત્યારે બ્રહ્માંડના ભગવાન બની જાય છે. ઈશિતા શક્તિથી ઋષિઓ મૃત માનવીને જીવત કરી શકે છે.
(૭) વશિતા:- આ શક્તિથી જંગલી જાનવરોને પાલતું બનાવી શકાય છે.સંમોહન વિદ્યાથી માણસ તથા પ્રાણીઓ પર પોતાનું ધાર્યુ કાર્ય કરાવી શકે છે.
(૮) ગરીમા:- લધિમા થી વિરૂધ્ધ નું એટલે ગરીમા. ઋષિઓ ને આ શક્તિ પ્રાપ્ત થવાથી પોતાનું શરીરનો ભાર(વજન) વધારી શકે છે.
નવ નિધિ એટલે :- (૧) પદમ (Lotus) (૨) મહા પદમ (Divine lotus) (૩) ખર્વ (a Dwarf) (૪) કુંડ (jasmine) (૫) નીલ (Blue sapphire),  (૬) શંખ (Conch-shell) (૭) કચ્છપ (Tortoise) (૮) મુકુંદ (Quick silver)  (૯) મકર(Crocodile).
આ નવ નિધિ કુબેર પાસે હોય છે.    
આમ જેની પાસે ૬ મુળ લાક્ષણિક્તા અને અષ્ટ સિધ્ધિ અને નવ નિધિ હોય તેને જ દ્વૈતવાદ પ્રમાણે ભગવાન અને અદ્વૈતવાદ પ્રમાણે બ્રાહ્મન કહી શકાય.
વેદો,પુરાણ,ઉપનિષદ અને ગીતામાં આ બાબતનો સ્પષ્ટ ઉલેખ છે. દ્વૈતવાદ પ્રમાણે ભગવાન સગુણ, સાકાર અને સદેહ છે. અને જ્યારે અદ્વૈત વાદ પ્રમાણે ભગવાન નિરાકાર, નગુણ અને નિદેહ છે.
મારી બુધ્ધિ અને સમજ પ્રમાણે અહિ સમજ આપિ છે. ભગવાનને બુધ્ધિ અને પાંચ ઈન્દ્રિયથી સમજી શકાય નહી (ગીતાજી) તેથી જ તો વેદ માં લખ્યુ છે  “નેતિ નેતિ “ જેનું વર્ણન શક્ય નથી તે .............
સત ચિત આનંદ ! (સત એટલે સત્ય, પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ છે. ચિત જે સ્વયં પ્રકાશિત છે. આનંદ આત્મબોધ આનંદ.)
ૐ તત સત .......

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka