૩૩ CRORES HINDU GOD OR તેત્રિશ કરોડ દેવતા ક્યાં ?




બૃહદરન્યક ઉપનિશદમાં પ્રકરણ ત્રણમાં, વિભાગ નવમાં એક ચર્ચા છે તેને નિચે આપેલ છે. શાકલ્ય, વિદાગ્ધા ઋષિન યજ્ઞવાલ્ક્ય ઋષિને પુછે છે કે .........

વિદાગ્ધા :- કુલ કેટલા દેવતા છે ?
યજ્ઞવાલ્ક્ય :- ત્રણસો અને ત્રણ પછી તુરંત ઉમેર્યુ કે ત્રણ હજાર અને ત્રણ
શાકલ્ય:- હે ઋષિ મે પુછેલા પ્રશ્નનો “કુલ કેટલા દેવતા છે ?” તેનો આ જ ઉતર છે ? ત્રણ હજાર અને ત્રણ તથા ત્રણ સો ત્રણ ! તમારી પાસે આનો બિજો જવાબ તો નથી ને ? 
યજ્ઞવાલ્ક્ય :- તેત્રીશ દેવતા છે.
શાકલ્ય:-બરાબર ! (યજ્ઞવાલ્ક્યના જવાબથી સંતોષ નથી તેથી) હે ઋષિ મને ફરીથી યોગ્ય રીતે કહો કે કુલ કેટલા દેવતા છે ?
યજ્ઞવાલ્ક્ય:- છ દેવતા છે.
શાકલ્ય:- હે ઋષિ શાંતિથી વિચારીને મને કહો કે કેટલા દેવતા છે ?
યજ્ઞવાલ્ક્ય:- ફક્ત ત્રણ દેવતા છે .
શાકલ્ય:- ફરી થી કહો કે કુલ કેટલા દેવતા છે ?
યજ્ઞવાલ્ક્ય:- એક અને અડધા(દોઢ) દેવતા છે.
(આથી શાકલ્ય થોડા નારાજ થઈ ગયા.)
શાકલ્ય:- તમો શું કહો છો ફક્ત દોઢ દેવતા છે. મને યોગ્ય રીતે ફરીથી કહો કે કુલ કેટલા દેવતા છે ?
યજ્ઞવાલ્ક્ય:- ફક્ત એક જ.
શાકલ્ય:- બધી જ સંખ્યાઓ  તમોએ ઉલ્લેખ કર્યો ત્રણ હજાર ત્રણ ,ત્રણસો ત્રણ – આ દેવતાઓ ક્યા છે ? આ બધા જ દેવ અને દેવતાઓના નામ આપો.   
યજ્ઞવાલ્ક્ય:- મે જે ત્રણ હજાર અને અન્ય સંખ્યાનો ઉલ્લેખ કરેલ છે તે ખરા અર્થમા દેવતાઓ નથી પણ તેત્રીશ દેવતાઓની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. આ તેત્રીશ જ મુખ્ય અભિવ્યક્તિ છે અને અન્ય તો તેની મહિમા,તેજ,અભિવ્યક્તિ,ભવ્યતા,બળ,ઊર્જા, સત્તા છે.
શાકલ્ય:-પણ આ તેત્રીશ કોણ છે ?
યજ્ઞવાલ્ક્ય:- આ તેત્રીશ એટલે આઠ વાસુ,અગિયાર રૂદ્ર, બાર અદિત્ય, ઈંદ્ર અને પ્રજાપતિ.
શાકલ્ય:- આ આઠ વાસુ કોણ ?
યજ્ઞવાલ્ક્ય:-  અગ્નિ,પૃથ્વિ,વાયુ,આકાશ,સુર્ય,સ્વર્ગ,ચંદ્ર,તારાઓ આઠ વસુઓ છે. 
શાકલ્ય:-તેમને વસુઓ કેમ કહેવામાં આવે છે.
યજ્ઞવાલ્ક્ય:-  દરેક વસ્તુઓના મુળમાં આ આઠ મૂળ ઘટક તત્વ તરીકે હોય છે તેથી તેને વસુઓ કહેવામાં આવ્યા છે. 
શાકલ્ય:-રુદ્ર કોણ છે ?
યજ્ઞવાલ્ક્ય:-  દસ ઈન્દ્રિઓ (પાંચ કર્મેંન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો) અને મન આ અગિયાર રુદ્ર છે.
શાકલ્ય:- આ બાર આદિત્ય શું છે ?
યજ્ઞવાલ્ક્ય:-  સુર્યના બાર શક્તિ કે બળ એટલે જે લોકોની પ્રાણશક્તિ લઈ શકે તે
શાકલ્ય:- આ ઈ ન્દ્ર અને પ્રજાપતિ શું છે ?
યજ્ઞવાલ્ક્ય:- વરસાદી વાદળ એટલે ઈન્દ્ર અને બલીદાન એટલે પ્રજાપતિ
શાકલ્ય:- વરસાદી વાદળ નો શો અર્થ ?
યજ્ઞવાલ્ક્ય:- અહી વરસાદી વાદળનો અર્થ વાદળ કે વાદળા એવો નથી પણ વીજળી મૂર્ત સ્વરૂપ ઊર્જા એવો છે. 
આમ વેદો ૩૩ કરોડ દેવતાઓનો ઉલ્લેખ નથી પણ ૩૩ પ્રકાર કે પરીવાર દેવતા છે. તે શતપથ બ્રાહ્મણ અને ઘણા પ્રાચીન ગ્રંથોમાં બતાવેલ છે.

સરળ અર્થ આવો થઈ શકે . . . . . . . .  . . . . . .
હીન્દુ ધર્મમાં ૩૩ કરોડ દેવતાઓનો ઉલ્લેખ છે.
સંષ્કૃતમાં “કોટી (कोटी)” શબ્દ છે.“કોટી” શબ્દનો અર્થ થાય કરોડ પણ જો આપણે તેનો સાચો અર્થ ગોતવા પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે છે કે સંષ્કૃતનો “કોટી” શબ્દ નો અર્થ થાય છે “પ્રકાર”. એટલે કે ૩૩ પ્રકારના દેવતાઓ છે નહી કે ૩૩ કરોડ.તો પછી આપણને પ્રશ્ન થાય કે આ ૩૩ પ્રકારના દેવતા એટલે ક્યાં ?
તો આ ૩૩ પ્રકારના દેવતા એટલે કે ૩૩ પરિવારો ક્યાં ?
આ તેત્રીશ દેવતા એટલે :- 
૧૨ આદિત્ય + ૧૧ રૂદ્ર + ૮ વાસુ + ૨ અશ્વિનિ કુમાર = ૩૩ પરિવાર કે પ્રકારના દેવતા.
ક્યારેક બે અશ્વિનિ કુમારની જગ્યાએ કોઈ ઈંદ્ર કે પ્રજાપતિ ને ગણે છે.
પણ તે બરાબર નથી કારણ કે ઈન્દ્ર  કે પ્રજાપતિ એ સામાન્ય હોદ્દો છે, વિવિધ શાસ્ત્રમાં કે વિવિધ જગ્યાએ ઈન્દ્ર કે પ્રજાપતિ તરીકે વિવિધ નામોનો ઉલ્લેખ છે તેથી તે અશ્વિનિ કુમારની જગ્યાએ આવી ન શકે.
૧૨ આદિત્ય :-
આદિત્યો ,અદિતિ અને કશ્યપ રૂષિના પુત્ર હતા. આ બાર આદિત્યના નામ
(૧) ત્વષ્ટ (૨) પૂષા (૩) વિવસ્વાન (૪) મિત્ર (૫) ધાતા (૬) વીષ્ણુ (૭) ભગ (૮) વરુન (૯) સવિત્રુ (૧૦) શક્ર (૧૧) અંશ (૧૨) આર્યમા
રૂગવેદમાં ફક્ત આઠ જ આદિત્યનો ઉલ્લેખ છે. પરંતું પુરાણમાં સર્વસંમતિથી ૧૨ આદિત્યનો ઉલ્લેખ છે. રૂગવેદમાં ભગવાન તરીકે આ બાર આદિત્ય તેમની માતા અદિતિની ઉચિત સ્તુતિ કરવામાં આવેલ છે.
વિવસ્વાન આદિત્ય, વૈવસવત મનુના પિતા હતા. વૈવસવત મનુથી રાજાઓની વંશાવળી શરૂ થઈ.
૧૧ રૂદ્ર :-
૧૧ રુદ્રગણ બ્રહ્મદેવના ગુસ્સાને લીધે ઉત્પન થયા હતા. આ ૧૧ રૂદ્રગણના નામ છે (૧) મન્યુ (૨) મનુ (૩) મહિનાસ (૪) મહાન (૫) શિવ (૬‌) રૂતુધ્વજ (૭) ઉગ્રરેતા (૮) ભવ (૯) કાલ (૧૦) વામદેવ (૧૧) ધ્રુતવ્રત
૧૧ રૂદ્રગણના નામ વિવિધ શાસ્ત્રમાં જુદા જુદા વતાવેલ છે પણ સંખ્યા ૧૧ જ બતાવેલ છે.
૮ વસુ:-
ધર્મ ઋષિ અને વસુના પુત્ર એટલે વસુ
આઠ વસુઅઓના નામ :- (૧) દ્રોણ (૨) પ્રાણ (૩) અક (૪) ધ્રુવ (૫) અગ્નિ (૬) દોશ (૭) વસુ (૮) વિભા વસુ 
અશ્વિનિ કુમાર
બે અશ્વિનિ કુમારનો જન્મ સુર્યમાથી થયો હતો. અને તે દેવતાના ડૉક્ટર હતા. આ અશ્વિનિકુમારો એ જ ચ્યવન ભાર્ગવ ઋષિને તેની જુવાની પાછી મેળવવામાં મદદ કરી હતી.

આમ આપણે ઉપર જોયુ તેમ બ્રહમા, દુર્ગા,ગણપતી કે સ્કદ વગૈરે દેવો નો ઉલ્લેખ નથી !
આ ૩૩ દેવોના પરિવારો જ સૌથી જુના ભગવાન છે પણ સમયની સાથે આપણા જીવનામાં મોટી ભૂમિકા ભજવતા વિવિધ સ્થુળ પ્રતિકૃતિઓએ લીધુ જે કાળક્રમે દેવતાઓનું સ્વરૂપ લીધું અને કોટીનું સમયાંતરે કરોડ થઈ ગયું. 
આજે સામાન્ય રીતે ૧૦૦ દેવી દેવતાને એક યા બીજા સ્વરૂપમાં પુજા કરીએ છીએ આ જ તો છે હિન્દુ ધર્મની ખરી લાક્ષણીક્તા છે જેને આપણે કહીએ છીએ બહુઇશ્વરવાદ.
બહુઇશ્વરવાદ અને અભૂતપૂર્વ સહનશીલતા આ બે જ આપણી તાકત છે. હિન્દુ ધર્મએ બીજા ધર્મ પર અતિક્રમણ કરવા માટેનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રમાં નથી.આનાથી વિરૂધ્ધ આપણને આખુ વિશ્વ આપણું છે તે માનવા માટે પ્રેરે છે.આ જ તેની તાકત છે અને તેથી જ તો આટલા વર્ષો પછી આપણો ધર્મ પૃથ્વિ પર ટકેલો છે.   
                          || एकं सत् विप्र बहुदा वदन्ति ||
ભગવાન તો એક જ છે પણ સંતો કે બ્રાહ્મન તેને વિવિધ નામે ઓળખે છે.
( આપણા લોક ગીતમાં પણ આજ વાતનો પડઘો પદે છે ને :- હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોત્રી)
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -  -- - -  - - - - - - - -
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
ॐ शांतिः शांतिः शांतिः॥

“તે પૂર્ણ છે. આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પણ પૂર્ણ બચે છે”
આ શબ્દોનું સૌથી સરળ અર્થઘટન એવું છે કે
બ્રહ્મ સંપૂર્ણ છે. બ્રહ્માંડ પણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છે અને બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર આવવા છતાં શેષ બ્રહ્મ સંપૂર્ણ છે.
                                           બ્રહદરન્યાક ઉપનિષદ (बृहदारण्यक उपनिषद्)



Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka