વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka




भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम्
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
અર્થ:-
“ૐ પૃથ્વિ લોક,વાયુમંડળ,તથા સ્વર્ગ, હું તે ગ્રહણ કરવા યોગ્ય દેવતા, સુર્ય ભગવાનની, (પાપનાશક )શક્તિનું ધ્યાન કરીએ છીએ.મન/બુધ્ધિને જે સદમાર્ગની પ્રેરણા આપે.
(જાગૃત કરે છે)”
આ મંત્ર ચારેય વેદમાં છે. ઋગવેદના સાત પ્રસિધ્ધ છંદમાનો એક છંદ છે. જે આ પ્રમાણે છે
(૧) ગાયત્રી (૨) ઉષ્ણિક (૩) અનુષ્ટુપ (૪) બૃહતિ (૫) વિરાટ (૬) ત્રિષ્ટુપ (૭) જગતિ.
ગાયત્રિ છંદમાં આઠ અક્ષરના ત્રણ પદ હોય છે. ગાયત્રિમંત્રના ઋષિ વિશ્વામિત્ર છે અને દેવતા સુર્ય છે. ગાયત્રિમંત્ર ખરેખર સુર્યની આરાધના છે.
वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
અર્થ:-
વાંકી સુંઠ વાળા,મોટી કાયા વાળા,કરોડ સુર્યના પ્રકાશ બરાબર તેજ વાળા
વિઘ્ન વગર, હે દેવતા, હમેંશા મારા બધા જ કાર્યો પુરા કરો.
पूर्णमदः पूर्णमिदँ पूर्णात् पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते
शान्तिः शान्तिः शान्तिः
અર્થ:-
તે સંપુર્ણ છે, આ સંપુર્ણ છે,સંપૂર્ણતામાંથી જ સંપૂર્ણતા આવે છે.જો સંપુર્ણતામાંથી સંપુર્ણતા બાદ કરવામાં આવે તો પણ છેલ્લે સંપુર્ણતા જ બચે છે.
कार्यं मे सिद्धिमायातु प्रसन्ने त्वयि धातरि ।
विघ्नानि नाशमायान्तु सर्वाणि सुरनायक ॥
અર્થ:-
તમો જ્યારે પ્રસન્ન થાવ ત્યારે મારા તમામ કાર્ય સફળ થાય.
તમામ અવરોધો નાશ પામે હે સર્જનહાર,,હે દેવતાઓના દેવતા,
(હે સર્જનહાર,,હે દેવતાઓના દેવતા, તમો જ્યારે પ્રસન્ન થાવ ત્યારે મારા તમામ કાર્ય સફળ થાય. તમામ અવરોધો નાશ પામે.)
गुरुर्ब्रह्मा गुरुर्विष्णूः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥
અર્થ:-
ગુરૂ જ સર્જનહાર(બ્રહ્મા) છે,ગુરૂ જ ભરણ-પોષણ કરનાર(વિષ્ણુ) છે ગુરૂ જ સંહારક(શીવ) છે,
ગુરૂ જ શાક્ષાત અનંત પરબ્રહ્મ છે એવા ગુરૂને સાક્ષાત નમન કરૂ છું.
ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् ।
मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा ॥
અર્થ:-
ધ્યાનનો આધાર જ ગુરૂની મુર્તિ છે, પુજાનો આધાર ગુરૂના ચરણ છે,
મંત્રનો આધાર ગુરૂ વાક્ય(શબ્દ) છે, મુક્તિનો આધાર ગુરૂની કૃપા છે.
शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
અર્થ:-
શાંત સ્વરૂપ,સર્પની પથારી પર સુવા વાળા, જેની નાભિમાંથી કમળ નીકળે છે એવા, દેવતાઓના દેવતા, વિશ્વનો આધાર,આકાશ સમાન (અનંત), મેઘ કલરના, પવિત્ર(માંગલીક) શરીર વાળા,લક્ષ્મિપતિ,કમળ જેવી આંખો વાળા,યોગીઓ ધ્યાનમાં પહોચી જાય એવા,જે જીવન-મૃત્યુને હરનાર,સર્વ લોક્ના નાથ એવા ભગવાન વિષ્ણુને પ્રણામ કરૂ છું.
ॐ सह नाववतु । सह नौभुनक्तु ।
सहवीर्यं करवावहै ।
तेजस्वि नावधीतमस्तु । मा विद्विषावहै ।
ॐ शांतिः शांतिः शांतिः
અર્થ:-
ૐ ભગવાન અમારા બન્નેની રક્ષા કરે,તે અમારા બન્નેના પરમાનંદનું કારણ બને, (અમે સાથે પ્રયત્નો કરીએ) અમો બન્ને સાથે પ્રયાસ કરીએ(પરમ જ્ઞાનને પામવા), અમે જે અભ્યાસ કરીએ તે સાથે સાથે સંપુર્ણ અભ્યાસ કરીએ, અમો કદી એકબીજાને ધિક્કારીએ કે એકબીજા સાથે લડીએ નહી.
ૐ શાંતિ . .. . . ૐ શાંતિ . . .  . ૐ શાંતિ
कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वति ।
करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥
અર્થ:-
હથેળીની શરૂઆતમાં લક્ષ્મીજી રહે છે, હથેળીની વચ્ચે સરસ્વતિજી રહે છે,
હથીળીની છેલ્લે ગોવિંદ રહે છે સવારે તેના દર્શન કરૂ છુ.
शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥
અર્થ:-
કલ્યાણકારી, અને તંદુરસ્તી આપનાર, સંપત્તિ આપનાર; શત્રુઓની બુધ્ધિનો નાશ કરનાર (વિરોધની લાગણીઓને દૂર કરનાર) દીપકની એવી જ્યોતને શાષ્ટાંગ પ્રણામ કરને આપની સ્તૃતિ કરીએ છીએ.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भिः मा ते सङ्गोस्त्व कर्मणि ॥
અર્થ:-
ફક્ત તમારો કર્મ પર જ અધિકાર છે,તેના ફળ પર તમારો હક કે નિયંત્રણ નથી,
ક્યારેય કે કોઈક વખત પણ ફક્ત કર્મ ફળ જ આપણો હેતું ના હોવો જોઈએ,
તમોએ ક્યારેય કર્મ કર્યા વગર ના રહેવું જોઈએ.(હમેંશા કર્મ કરતાં રહેવું જોઈએ.)


ૐ શાંતિ . .. . . ૐ શાંતિ . . .  . ૐ શાંતિ

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"