Posts

Showing posts from June, 2012

= કંપની અને કર્મચારી વચ્ચેના સંબંધ = EMPLOYER & EMPLOYEE RELATIONSHIP

(1) પ્રતિબદ્ધતાઃ- COMMITMENT પ્રતિબદ્ધતા બન્ને તરફની હોય છે.કંપનીની પ્રતિબદ્ધતા કર્મચારી પ્રત્યેની અને કર્મચારીની પ્રતિબદ્ધતા કંપની પ્રત્યેની.  કંપનીની પ્રતિબદ્ધતા કર્મચારી પ્રત્યેનીઃ- કંપની પોતાના કર્મચારીની ભરતી કરતી વખતે અમુક વચનથી બંધાતી હોય છે.કંપનીને આવા વચન પાળવા જોઈએ અને કોઈપણ કક્ષાના કર્મચારી જોવે છે કે  કંપનીએ આપેલ વચન પુરા કરવા માટે હમેંશા પ્રયત્નશીલ છે ત્યારે તેનો કામ પ્રત્યેનો જુસ્સો અને હીમત વધે છે.કર્મચારીને ફક્ત સારો પગાર કે સારી ઓફીશ આપવી એ જ પુરતુ નથી પણ તેના ભલા કે કલ્યાણની બાબતો પ્રત્યે પણ ધ્યાન આપવુ જોઈએ. કંપની હમેંશા તેના કર્મચારીને વફાદાર અને પ્રમાણીક  હોવી જોઈએ. કર્મચારીની પ્રતિબદ્ધતા કંપની પ્રત્યેની. કર્મચારીની પણ ફરજ હોય છે કે તે હમેંશા પોતાની કંપનીની ભલાઈ અને પ્રગતી વિશે જ વિચારે. આગળ કહ્યુ તેમ વફદારી અને ફરજ નિષ્ઠા બન્ને તરફથી હોવી જોઈએ. કર્મચારીની પણ નૈતિક જવાબદારી છે કે ફક્ત સત્તાવાર કામના કલાકને જ મહત્વ ન આપતા તેને   સંસ્થા , સાથી કર્મચારી અને ગ્રાહક પ્રત્યેની નૈતિક ફરજને પણ ધ્યાનમાં રાખીને કામ કરવુ જોઈએ. કર્મચારીની નૈતિક ફરજમાં કંપની પ્રત