Posts

Showing posts from December, 2011

Selfish OR સ્વાર્થ કેવો હોય

                     -:સ્વાર્થ કેવો હોય:- એક ગામમાં સંતનો સત્સંગ ચાલતો હતો.સંત પણ ખુબ જ ભાવુક અને સાદિ સરળ ભાષામાં ઉપદેશ આપતા હતા અને દરેક માણસને સંતોષકારક જવાબ  આપતા હતા.એવામાં ગામના એક માણસે સંતની પરીક્ષા લેવા માટે પ્રષ્ન કર્યો કે આપે કદી સ્વાર્થ જોયો છે ? ત્યારે સંતે પોતાની વાત સમજાવવા એક   સત્ય વાત,વાર્તાના રૂપમાં  કરી   કે . . . . . . . . . એક આધળી છોકરી હતી.તે તેની પાસે જ રહેતા એક તેના ઓળખિતા છોકરા સીવાય સૌને નફરત કરતી . તેણી તે છોકરાને હમેંશા કહેતી રહેતી કે જો ભગવાન મને આંખો આપી દે અને હું દેખતી થઈ જાવ તો હું તારી સાથે જ લગ્ન કરૂ. એક દિવસ આંખોની હોસ્પીટલમાંથી ફોન આવ્યો કે કોઈ બે આંખોનુ દાન આપવા માગે છે તેથી તેણી હોસ્પીટલે આવી જાય.હોસ્પીટલે જવાથી ખબર પડી કે તે આંખો તેણી માટે કોઈએ દાન આપી હતી તેથી તેણી હોસ્પીટલમાં માં ભરતી થઈ ગઈ અને આંખોનું ઑપરેશન કરવામાં આવ્યુ. જ્યારે આંખોની પાટા ખોલ્યા ત્યારે તે બધું જ જોઈ શક્તિ હતી.તે છોકરાને પણ... છોકરાએ કહ્યુ: હવે તું બધું જ જોઈ શકે છે તો તુ મારી સાથે લગ્ન કરીશ ? છોકરીએ તે છોકરા સામે જોયુ તો તે આંધળો હતો .   જે જોઈને છોકરીને ખુબ આઘાત લાગ્ય

Management Lesson 5: કોણ બઢતિ મેળવે છે ? લાયક કે નાલાયક

શિયાળાના તડકામાં એક આરામપ્રીય સિંહ તડકાની મજા લેતો પોતાની ગુફાની બહાર  બેઠો હતો.એવામાં ત્યાંથી એક શિયાળ આવ્યુ અને    સિંહને જોઈને બોલ્યુ:-અત્યારે કેટલા વાગ્યા હશે ? મારી ઘડીયાળ બગડી ગઈ છે. સિંહ :- અરે એમાં શું ? લાવ તારી ઘડીયાળ હમણાં જ સરખી કરી આપુ . શિયાળ :- હ. . .હ. . . પણ મારી ઘડીયાળ બહુ જ જટીલ અને કીંમતી છે જે તમારા મોટા પંજા અને નહોર તેને ઠીક નહી કરી શકે ...અને બગડી જશે . . . . . . . .   સિંહ :- અરે નહી ! લાવ તેને હુ હમણા જ ઠીક કરી આપું ! શિયાળ:- અરે   તે તો   હાસ્યાસ્પદ છે ! કોઈ મુર્ખને પણ ખબર હોય કે બહુ જ જટીલ ઘડીયાલ સિંહ તેના મોટા નહોર અને પંજા થી ઠીક ન કરી શકે ! સિંહ :- હું કરી જ શકુ ! લાવ અને જો હમાણાં તેને ઠીક કરી આપુ. એમ કરીને સિંહ શિયાળની ઘડીયાલ લઈને પોતાની ગુફામાં ગયો અને થોડી વારમાં શિયાળની ઘડીયાલ ઠીક કરીને બહાર આવ્યો અને શિયાળને આપી. શિયાળે પોતાની ઘડીયાલ જોઈ તો તે બરાબર ચાલતી હતી જે જોઈને શિયાળ ખુબ જ ખુસ થયુ... થોડીવાર પછી ત્યાંથી એક વરૂ નીકળ્યુ અને સિંહને આરામથી બેઠેલો   જોઈને કહ્યુ:-શું હું આજે રાત્રે તમારા ઘરે આવીને ટીવી જોઈ શકું છુ ? મારૂ ટીવી બગ
રવિવારે એક સંન્યાશિને સાંભળ્યા હોવાથી થોડી ધાર્મીક વાત આજે લખી છે. આશા છે આપને ગમશે !  જે સંન્યાશિની વાત કરી છે તેને સરસ વાતો કહી હતી જે પછી ક્યારેક લખીશ .                          = આત્માનુ કલ્યાણ ક્યારે ?  = એક ખુબ ધનાધ્ય   માણસ ને ચાર પત્ની હતી. ચોથી પત્નિને ખુબ જ પ્રેમ કરતો હતો.તેને નવા કપડા તથા મોંઘા આભુષણોથી સણગારતો અને ખુબ જ લાડથી રાખતો અને સૌથી સારામાં સારી વસ્તુ આપતો. ત્રીજી પત્નીને પણ ઘણો જ પ્રેમ કરતો અને તેને તેની ત્રીજી પત્ની પર હમેંશા ગર્વ હતો. વેપારી તેણીનુ હમેંશા પોતાના મીત્રો તથા બીજાને પ્રદર્શન કરતો ફરતો.પણ તેને હમેંશા બીક રહેતી કે આ પત્ની બીજા સાથે ભાગી જાશે. બીજી પત્નીને પણ પ્રેમ કરતો હતો.તેને   સમજદાર માનવામાં આવતી   હતી.તેનામાં ગજબની ધીરજ હતી અને વેપારીને તેના પર અટુત વિશ્વાસ હતો.વેપારી જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તે બીજીપત્ની પાસે જ જાય અને બીજી પત્ની તેને મુસ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરે તથા તેની સાથે જ રહે. પહેલી પત્ની વેપારીની સાચ્ચી વફાદાર હતી.તેણીએ વેપારીને તેની તબીયત,ધંધો તથા ઘર સાંચવવામાં ખુબ જ મદદ કરી હતી.તેણી વેપારીને ખુબ જ અને સાચો પ