= કંપની અને કર્મચારી વચ્ચેના સંબંધ = EMPLOYER & EMPLOYEE RELATIONSHIP


(1)પ્રતિબદ્ધતાઃ- COMMITMENT
પ્રતિબદ્ધતા બન્ને તરફની હોય છે.કંપનીની પ્રતિબદ્ધતા કર્મચારી પ્રત્યેની અને કર્મચારીની પ્રતિબદ્ધતા કંપની પ્રત્યેની. 
કંપનીની પ્રતિબદ્ધતા કર્મચારી પ્રત્યેનીઃ-
કંપની પોતાના કર્મચારીની ભરતી કરતી વખતે અમુક વચનથી બંધાતી હોય છે.કંપનીને આવા વચન પાળવા જોઈએ અને કોઈપણ કક્ષાના કર્મચારી જોવે છે કે  કંપનીએ આપેલ વચન પુરા કરવા માટે હમેંશા પ્રયત્નશીલ છે ત્યારે તેનો કામ પ્રત્યેનો જુસ્સો અને હીમત વધે છે.કર્મચારીને ફક્ત સારો પગાર કે સારી ઓફીશ આપવી એ જ પુરતુ નથી પણ તેના ભલા કે કલ્યાણની બાબતો પ્રત્યે પણ ધ્યાન આપવુ જોઈએ. કંપની હમેંશા તેના કર્મચારીને વફાદાર અને પ્રમાણીક  હોવી જોઈએ.
કર્મચારીની પ્રતિબદ્ધતા કંપની પ્રત્યેની.
કર્મચારીની પણ ફરજ હોય છે કે તે હમેંશા પોતાની કંપનીની ભલાઈ અને પ્રગતી વિશે જ વિચારે.આગળ કહ્યુ તેમ વફદારી અને ફરજ નિષ્ઠા બન્ને તરફથી હોવી જોઈએ. કર્મચારીની પણ નૈતિક જવાબદારી છે કે ફક્ત સત્તાવાર કામના કલાકને જ મહત્વ ન આપતા તેને  સંસ્થા, સાથી કર્મચારી અને ગ્રાહક પ્રત્યેની નૈતિક ફરજને પણ ધ્યાનમાં રાખીને કામ કરવુ જોઈએ. કર્મચારીની નૈતિક ફરજમાં કંપની પ્રત્યેની વફદારી, સચ્ચાઈ, કાળજી અને આદરભાવનો સમાવેશ થાય છે.
(2) વાતાવરણ:- WORKING ENVIRONMENT
કંપની અને કર્મચારીના સંબધમાં અનુકુળ વાતાવરણ બહુ મોટો ભાગ ભજવે છે.નૌકરી કે બદલીની અનિશ્ચિતતાના વાતાવરણમાં કામ કરતા કર્મચારીની ક્ષમતા અને કંપનીએ સોપેલા કામ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ઘટાડો થાય છે. નિર્ભયતાથી અને પુરી ક્ષમતાસાથે કામ કરી શકે તેવુ વાતાવરણ ઉભુ કરવુ જોઈએ. માટે દરેક કંપની માટે  દરેક કામ સારી ક્ષમતાથી અને સરળતાથી થાય તેવુ વાતવરણ બનાવવુ જોઈએ.
દરેક કર્મચારીને નિષ્પક્ષતાથી અને સમાનતાના ભાવ સાથે  આદર અને સત્કાર મળવો જોઈએ જે સારૂ કામ કરવાનુ વાતાવરણ ઉભુ કરવામાં મદદ રૂપ થાય છે.. કોઈપણ ઉચ્ચકક્ષાના વ્યવસ્થાપક(MANAGER) પોતાનો સત્તાનો દુરોપયોગ ના કરે અને પોતાના સહકર્મચારીઓને જોડે કોઈ રીતે ખરાબ વ્યવહાર ના કરે તે જોવાની કંપનીની નૈતિક ફરજ છે. વ્યવસ્થાપકે(MANAGER) થોડો સમય કાઢીને નાના કર્મચારી જોડે બેસવુ જોઈએ અને તેને પુંછવું જોઈએ કે તે કંપનીની પ્રગતિ માટે તે શુ વિચારે છે અને તેના કામથી તે પોતે ખુશ છે કે નહી.
“Kill-the-messenger behavior at any management level is improper, as is any active or passive encouragement of dishonest reporting.”
 કંપનીનો દરેક કર્મચારી કોઈપણ જાતના બદલાની ભાવનાની બિક વગર નૈતિક કે બિજા કોઈપણ સમસ્યાની કે સુજાવની રજુઆત કરી શકવો જોઈએ.
(3) સંદેશાવ્યવહાર અને સંપર્કવ્યવહારઃ-COMMUNICATION
કર્મચારી અને કંપનીના ઉચ્ચ વ્યવસ્થાપક કે માલીક વચ્ચે અસરદાયક સંદેશાવ્યવહાર અને સંપર્કવ્યવહાર  સૌથી અગત્યની વાત છે. એવી કંપનીઓમાં કે જ્યાં કર્મચારીની વાત ધ્યાનથી અને માનપુર્વક સાંભળવામાં આવે છે તેવી કંપનીઓના કર્મચારીઓમાં કોઈપણ મુશ્કેલીઓને પહોચી વળવાનો અને કામ કરવાનો નૈતિક જુસ્સો સૌથી વધારે હોય છે.
ઉચ્ચ વ્યવસ્થાપક કે માલીકને કંપનીના  દરેક કર્મચારીના સીધા સંપર્કમાં રહેવુ જોઈએ જેથી કર્મચારીની પડતી મુશ્કેલીઓનો કે પરિસ્થિતિઓનો સાચ્ચો ખ્યાલ આવે. સંદેશાવ્યવહાર અને સંપર્કવ્યવહારના અસરદાર સાધન તરીકે ખુલ્લા દ્વ્રારની નિતિ કે અનામી સુજાવ કે ફરીયાદ પેટી કે ઈ મેઈલ નો ઉપયોગ કરી શકાય.દરેક સંસ્‍થામાં સંદિશાવ્યવહાર દ્વિ માર્ગીય હોવો જોઈએ.સૌથી પાયાના કર્મચારીના વિચારો,સુજાવ કે મુશ્કેલીઓ કંપનીના ટોચનાં વ્યવસ્થાપક સુધી પહોચવા જોઈએ અને ટોચનાં વ્યવસ્થાપકોએ પણ સંસ્થાને કઈ દિશા કે વિકાસ કે સંસ્થાની પ્રાથમિકતા હાલના તબ્બકે કઈ છે તે સારી રીતે પાયાના કર્મચારી સુધી પહોચાડવી જોઈએ. જેના લીધે કર્મચારી અને વ્યવસ્થાપકોમાં સારો તાલમેલ બેસે છે જેથી ધર્ષણ થવાની શક્યતા ધટે છે.
(4) કર્મચારીને વળતર કે મુઆવજો:- COMPENSATION
કોઈ કર્મચારી સારા સુજાવ સાથે આવે તો તેનો ઉત્સાહ વધારવા માટે કોઈ ભેટ કે ઈનામની વ્યવસ્થા હોવી જોઈએ જેથી બિજા કર્મચારી પણ કંઈક નવા સુજાવ કરવા પ્રેરાય. જુની પગાર ધોરણ વાળી કંપનીઓને  સારા કે કંપની માટે ફાયદાના સુજાવ માટે ભેટ કાર્ડ કે પ્રોત્સાહક પત્ર આપી શકાય. Respect is the Best Incentive. કંપનીનો દરેક કર્મચારી પોતાની કંપની માટે એક સંપતિ છે તેવુ અનુભવવો જોઈએ. કંપનીમાં પોતાનુ મહ્ત્વ છે તેવુ લાગે ત્યારે જે તે કર્મચારીની કાર્યક્ષમતા વધી જાય છે.કર્મચારી ફક્ત અને ફક્ત આર્થિક ફાયદા માટે જ કંપનીમાં કામ કરતો ન હોવો જોઈએ, આવા કર્મચારી ફક્ત પોતાને ફાયદો કેમ થાય તેવા નિર્ણય જ લેવા માટે પ્રયત્ન કરતા હોય છે જે કંપની માટે નુકશાનકારક સાબિત થાય છે. તેને કંપનીના વિકાશમાં તેને સારી રીતે ચલાવામાં પોતાનો કંઈક ફાળો છે તેવુ લાગવું જોઈએ જે તેને હમેંશા કઈક નવુ કરવા માટે કે તે જ કામ વધુ સારી રીતે કરવા માટે પ્રેરક બળ બને છે.  
(5) નૈતિકતા:- (BUSINESS) ETHICS
કંપની અને કર્મચારીના સંબંધ હમેશા આર્થિક દ્રષ્ટિએ જ ન જોવા જોઈએ. કંપની અને કર્મચારીના સંબંધ એકબીજા પર આધારિત નોંધપાત્ર માનવિય સંબંધોની જે તે કંપનીના કર્મચારી પર ધણી અસર પડે છે. એવા કર્મચારીની નૈતિકતાની શુ વાત કરવી કે જે પોતના બોસની ઓફીસમાં આવીને કહે છે કે મને આના કરતા સારી નૌકરી મળી ગઈ છે માટે હુ કાલ થી તમારી કંપની છોડુ છુ. ઘણા કર્મચારીઓ નૈતિકતાના ડબલ ધારાધોરણ રાખતા હોય છે જેમ કે If an offer is too good to refuse, there is no moral obligation to refuse. પણ કંપની લેઓફ કે બદલી કરે તો નૈતિકતાના દાખલા આપતા હોય છે.
આજકાલ વપરાશમાં આવતા અણગમતી વાત કહેવામાં મીઠા પરંતુ સત્યથી થોડાઘણા અસંગત શબ્દોનો પ્રયોગ જેવાકે કદ ઘટાડવા” ” સાચ્ચુ કદ“down-sizing” or “right-sizing”  જેવા શબ્દો વ્યવસ્થાપકને નૌકરીમાંથી કર્મચારીને છુટા કરવા માટેના બહાના છે જે વ્યવસ્થાપકને ખુશ કરી શકે પણ તેને  માનવતા અને નૈતિકતાને કશુ લાગતુ વળગતુ નથી અને આવા શબ્દો ધંધામાં માનવીય મુલ્યોને બદલી શક્તા નથી.

                    Company growth is directly related to employee growth.
  કોઈપણ સંસ્થાનો વિકાશ તેના કર્મચારીના વિકાશ સાથે સીધો સંબંધ ધરાવે છે.   

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka