આ પણ પસાર થઈ જશે "THIS SHALL TOO PASS"

એક દિવસ રાજાએ પોતાના રાજ્યમાં આવેલ સર્વ બુધ્ધિમાન તથા મહાન ઋષિમુનીઓને રાજ દરબારમાં બોલાવ્યા.સર્વને આદર સત્કાર કર્યા પછી રાજાએ પ્રશ્ન કર્યો કે કોઈ એવો મંત્ર છે કે જીવનની કોઈપણ સંજોગો,પરીસ્થિતિ,સ્થળ કે સમયે, કામ આવે ? સુખ કે દુઃખ,હાર કે જીત કોઈ પણ પરિસ્થિતિ માટે બસ એક મંત્ર  જે તમારી બધાની ગેરહાજરી હોય ત્યારે મને સાચ્ચી સલાહ આપે અને મારી મદદ કરે. જો કોઈ એવો મંત્ર હોય તો મને જણાવો.
રાજાનો આવો પ્રશ્ન સાંભળીને રાજસભાના બધા બુધ્ધિમાન તથા ઋષિમુનિઓ સ્ટબ્ધ થઈ ગયા.બહુ લાંબી ચર્ચા વિચાર્ણાને અંતે એક  વૃધ્ધ માણસે  એવું સૂચન કર્યું  જે બધાએ માન્યુ.તે ઉભો થયો અને રાજા પાસે ગયો તેણે નાનકડા કાગળમાં કાંઈક લખેલ હતું તે રાજાને જિજ્ઞાસાને લીધે જોવુ નહીતે શરતે  આપ્યું.
જ્યારે રાજા ફક્ત એકલો હોય અને કોઈ આત્યંતિક ભય હોય અને કોઈ રસ્તો બચતો હોય અને પોતાની જીંદગીનો નિર્ણાયક ક્ષણ હોયઅથવા રાજા પર જીવન કે મરણનો સવાલ હોય  ત્યારે ચીઠ્ઠીને ખોલી વાંચવી.
રાજાએ પણ તે વૃધ્ધની વાત માનીને તે ચીઠ્ઠીને પોતાની હીરાની વિટીંમાં મુકી દીધી.
વાતને સમય થયો હશે.થોડા સમય પછી પડોશના રાજાએ રાજ્ય પર ચડાઈ કરી.રાજા તથા તેની વિર સેનાએ જોરદાર લડત આપી પણ રાજ યુધ્ધ હારી ગયો.રાજા પોતના ઘોડા પર ભાગી ગયો પણ દુશ્મન સેનાના સેનાપતિ તેનો પીછો કરતા હતા જે વધુ તેજીથી રાજાની નજીક આવી રહ્યા હતા. અચાનક રાજાએ જોયુ કે આગળનો રસ્તોતો બંધ છે અને બન્ને તરફ જોયુ તો પથ્થરાળ હજારો ફુટ ઉંડી ખીણો. જો રાજા તે ખીણમાં કુદે તો તરત મૃત્યુ થાય અને પાછુ ફરી શકાય તેમ નહોતુ કારણ કે સાંકડા રસ્તામાં દુશ્મન સેનાપતી સામે આવી રહ્યા હતા.  દુશ્મન સેનાપતિના ઘોડાના પગના અવાજ તથા ઘોડાની હળહળાટીથી લાગતુ હતુ કે દુશ્મનો રાજા તરફ બહુ ઝડપથી આવી રહ્યા હતા.  રાજા ચિંતાગ્રસ્ત, અસ્વસ્થ અને અશાંત થયો.અચાનક તેના ધ્યાનમાં પોતાની હીરાની વિટીં દેખાણી અને તેને ખાસ  મંત્ર વિટીંમાં છુપાવેલો તે યાદ આવ્યુ.તેણે વિટીં કાઢી અને તેમાંથી તે ચીઠ્ઠી બહાર કાઢી અને મંત્ર વાંચવા લાગ્યો.મંત્ર હતો આ પણ પસાર થઈ જશે
રાજએ વારંવાર વાક્ય વાંચવા લાગ્યો . અચાનક તેના મગજમાં જબકારો થયો.ખરેખર   પણ પસાર થઈ જશે.થોડા દિવસો પહેલા હું કેવો મારૂ રાજ ભોગવતો હતો.મારી ગણના સૌથી શક્તિશાળી રાજામાં થાતી.અને આજે મારૂ રાજ્ય મારી વૈભવી જીંદગી બધું ચાલ્યુ ગયુ. હું અહી દુશ્મનથી બચવા માટે પ્રયાસ કરૂ છુ. જેમ મારી વૈભવ વિલાસના દિવસો જતા રહ્યા તેમ મારા મુશ્કેલી તથા ભયના દિવસો પણ જતા રહેશે. વિચારથી રાજા સ્વસ્થ થયો તથા તેનુ મન શાંત થયુ. પોતે ત્યાં ઉભો રહ્યો અને જોતો રહ્યો. રાજા જ્યાં ઉભો હતો તે કુદરતિ સૌદર્યથી ભરપુર જગ્યા હતી. અને તે ખુદ નહોતો જાણતો કે આટલી સુંદર કુદરતિ જગ્યા પોતાના રાજ્યમાં આવેલી હતી. મંત્રના સાચ્ચા અર્થનુ રહસ્ય તેને સમજણુ અને તેની ખુબ ઉડી અસર થઈ.
તે જગ્યાએ રાજા આરામથી ઉભો રહ્યો અને કોઈ તેનો પીછો કરે છે તે ભુલી ગયો. થોડા સમય પછી તેને સમજમાં આવ્યુ કે ઘોડા દોડવાનો અવાજ તથા ઘોડાની હળહળાટીથી ધીમેધીમે શાંત તથા દુર જતી લાગી. રાજા બીજા ભાગમાં આવેલા પાસેના પર્વત પાસે ગયો.
રાજા ઘણો બહાદુર અને હોશીયાર હતો.તેને પોતાના દુશ્મનને ઓળખી લિધા હતા તેને નવેશરથી લશ્કર બનાવીને  ફરીથી પોતાના રાજ્ય પર રાજ કરનાર રાજા સામે યુધ્ધ કર્યુ અને જીત્યુ પણ ખરૂ.
બધા ઉજવણી કરતા હતા અને રાજા પર દરેક ઘરમાંથી ફુલોનો વર્ષાદ થતો હતો સૌ કોઈ ગાતા હતા અને નાચતા હતા તે જોઈને રાજાને મનમાં થયુ કે હું સૌથી વધુ બહાદુર છુ.હું સૌથી વધારે બળવાન છુ.હું સૌથી વધુ મહાન રાજા છુ.મને હરાવવો અશક્ય છે. વિશાળ મેદની દ્વારા સ્વાગત તથા હર્ષ ઉલાસ્સથી તેના મનમાં અભિમાન આવ્યુ.
અચાનક સુર્યના પ્રકાશથી પોતે પહેરેલી હીરાની વિટીના ચમકારાથી તેને પેલો મંત્ર પણ પસાર થઈ જશે યાદ આવ્યો.મંત્ર યાદ આવવાથી તુરંત તેનો ચહેરાના હાવભાવ ફરી ગયા અને મન શાંત થયું અને અભિમાનની જગ્યાએ વિનમ્રતા આવી ગઈ. જો પણ પસાર થઈ જવાનુ હોય તો તે  મારૂ નથી.

કથા સાંરાશ:-

જીવનમાં હાર પણ તમારી નથી અને જીત પણ તમારી નથી. તમે તો ફક્ત દર્શક છો જે તેની સામેથી પસાર થાય છે તેને જોવે છે.આપણે તો ફક્ત તેના સાક્ષીઓ છીએ.આપણે બધા સમજદાર છીએ.જીંદગી આવે ને જાય,સુખ આવે ને જાય અને દુઃખ આવેને જાય

આપણે આખી વાર્તા વાચી હવે શાંત મન અને આંખો બંધ કરીને તમારી જીવન વિશે વિચારો. પણ પસાર થઈ જશે ! તમારી જીંદગીની જીત તથા આનંદની ક્ષણ વિશે વિચારો. તમારી જીંદગીની હાર તથા દુઃખની ક્ષણ વિશે વિચારો. શુ તે કાયમી રહે છે. હમેંશને માટે તમામ બાબત બદલતી રહે છે કાયમી રહે છે ફક્ત બદલવાનો નિયમ.
આપણે તો બસ બદલતી દુનિયાના સાક્ષી છીએ, તેનો અનુભવ કરો,તેને સમજવાની કોશીશ કરો,આજની ધડી કે ક્ષણનો આનંદ ઉઠાવો પણ પસાર થઈ જશે.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka