એક દિવસ સાથે નૌકરી કરતા ત્રણ મિત્રો પંડ્યાભાઈ, પટેલભાઈ અને ઝાલાભાઈ પોતાની કારમાં હીલ સ્ટેશન પર ફરવા ગયા અને પાછા ફરતા તેની કાર ઉંડી ખાઈમાં પડતા જ ત્રણેય મિત્રોના મુત્યુ થયુ અને પહોચી ગયા સીધ્ધા યમ રાજાના દરબારમાં ત્યાં યમરાજા ત્રણેયની રાહ જોતાં હતાં.યમરાજાએ કહ્યુ: શ્રી પટેલભાઈ અને શ્રી પડ્યાભાઈને સ્વર્ગમાં લઈ જાવ અને શ્રી ઝાલાભાઈને નર્કમાં લઈ જાઓ.
ઝાલાભાઈએ આ સાંભળતા જ તરત યમરાજા પાસે વિરોધ કર્યો અને યમરાજાને આવો ભેદભાવ શા માટે ? તેવો પ્રશ્ન કર્યો. અમે હમેંશા એક સરખું જ કાર્ય કર્યુ છે. ઓફીસ રાજકારણમાં, લોકોના કામ કરવામાં લાંચ, તથા બોસની ચમચાગીરી અને ઓફીસમાં અન્ય કાર્મચારીની બોસ પાસે ખોટી હલકી અને ખોટી કાનભંભેરણી બધું જ સરખુ કર્ય છે તો પછી અમારી સાથેનો વ્યવહાર અલગ અલગ શા માટે ? છતાં પણ તમારે નિર્ણય કરવામાં તકલીફ પડતી હોય તો પરીક્ષા લો ?
યમરાજાને પણ લાગ્યુ કે આ વાત સાચ્ચી છે પૂર્વનિયોજીત કાલ્પિક નિર્ણય લેવો સારો નહી તેથી તે પરીક્ષા લેવા તૈયાર થઈ ગયા પણ યમરાજાએ સરત મુકી કે દરેકને ફક્ત ત્રણ જ પ્રશ્ન મુછવામાં આવશે અને તેનુ જે પરીણામ આવશે તે સર્વને સ્વિકાર કરવો પડશે.  ત્રણેય મિત્રો યમરાજાના નિર્ણય સાથે સહમત થયા.
સૌથી પહેલા English નો વારો
યમરાજાએ પંડ્યાભાઈને પુછ્યુ: ઈન્ડીયાનો સ્પેલીંગ બોલો ?
પંડ્યાભાઈ: INDIA
યમરાજા: સાચ્ચુ.
યમરાજાએ પટેલભાઈને પુછ્યુ: ઈન્ગ્લેન્ડનો સ્પેલીંગ બોલો ?
પટેલભાઈ: ENGLAND
યમરાજા: સાચ્ચુ.
યમરાજાએ ઝાલાભાઈને પુછ્યુ: ઝેકોસ્લોવાકીયાનો સ્પેલીંગ બોલો.
ઝાલાભાઈ:-યમરાજા આ તો ખોટુ કે’વાય હું તો ગુજરાતીમાં ભણેલ હોય મને અંગ્રેજી નથી આવડતુ અને તમે મને નાપાસ કરવા પેલા બન્ને ને આસાન સવાલ પુછ્યા અને મને જ અઘરો શબ્દ પુછ્યો.
યમરાજા ઝાલાભાઈની વાત સાંભળીને બીજા પ્રશ્ન રૂપે ગુજરાતીમાં લેખિત પરીક્ષા લેવા સહમત થયા.
સૌથી પહેલા આ વખતે પટેલભાઈનો વારો આવ્યો
યમરાજા : કુતરો બોલ્યો ભો ભો ભો ..
પટેલભાઈએ લખી બતાવ્યુ અને તે સાચ્ચુ પડ્યુ.
પછી પંડ્યાભાઈ નો વારો આવ્યો
યમરાજાઃ બીલ્લી બોલી મ્યાવ મ્યાવ મ્યાવ...
પંડ્યાભાઈએ પણ લખીને બતાવ્યુ અને તે પણ સાચ્ચુ પડ્યુ..
હવે વારો ઝાલાભાઈનો
યમરાજા: વાદરો બોલ્યો ગરરરરરરરરરરરરરરરરરરરરરરરરરર
બહુ અઘરૂ હતુ .ઝાલાભાઈ ફરીથી નાપાસ થયા.
ઝાલાભાઈ અત્યંત દુઃખી થઈ ગયા અને ઉદાસ ચહેરે યમરાજાને કહ્યુ હુ ઈતિહાસનો વિદ્યાર્થી હતો તેથી ઈતિહાસનો પ્રશ્ન હોવો જોઈએ.
યમરાજા કહે સારૂ હવે આ છેલ્લો પ્રશ્ન છે તે ઈતિહાસમાંથી પુછીશ પણ આ તમારો છેલ્લો પ્રશ્ન છે અને  હવે કોઈ સવાલ જવાબ નહી થાય અને આખરી નિર્ણય આ પ્રશ્ન પરથી જ લેવાશે. ત્રણેય મિત્રોએ સ્વિકાર્યુ કે હવે કોઈ પ્રશ્ન નહી અને જે નિર્ણય આવે તે સ્વિકારિશુ.
પહેલા પંડ્યાભાઈનો વારો આવ્યો
યમરાજા: ભારત આઝાદ ક્યારે થયો ?
પંડ્યાભાઈ :15 ઓગસ્ટ, 1947
યમરાજા: સરસ
પછી પટેલભાઈનો વારો અવ્યો
યમરાજાઃ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં કેટલા માણસો શહીદ થઈ ગ્યા ?
પટેલભાઈ થોડા મુંજાણા એટલે યમરાજએ ત્રણ વિકલ્પમાંથી સાચ્ચો જવાબ પંસદ કરવાનુ કહ્યુ (1) 100,000 (2) 200,000 (3) 300,000
પટેલને ઈશારાની ખબર પડી ગઈ એટલે કહ્યુઃ 200,000 માણસો
હવે ઝાલાભાઈનો વારો
.
.
.
.
.
.
યમરાજા: ઝાલાભાઈ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જે 200,000 માણસો શહિદ થયા હતા તેના નામ,સરનામા આપો ?
ઝાલાભાઈએ પોતાની હાર સ્વીકારી અને નર્કમાં જવા તૈયાર થયા.
 કથા સાંરાશ:
જો તમારા બોસે કે નિર્ણાયક મંડળે જો તમને દબાવવા કે નૌકરીમાંથી છુટા કરવાનુ નક્કી કરી જ લીધુ હોય તો છટકવાનો કોઈ રસ્તો હોતો નથી. વ્યવસ્થાપકને  તમને બઢતી ન આપવી હોય અને તમારાથી ઓછા કાબેલ માણસને બઢતી આપવી હોય તો તમારી કોઈ પણ ખાસ કુશળતા કામ આવતી નથી.
હા આપણી કુશળતા આપણને જરૂર મદદ મળે છે. મોડી મોડી પણ તેની કદર જરૂર થાય છે. 

Every Sunday You get Something New HERE.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka