નિમણુક , બઢતિ,બદલી ,Appointment,Promotion & Transfer

એક પ્રાણીસંગ્રાલયમાં ઉંટડી અને તેનો દિકરો નાનો ઉંટ આરામથી બેઠા હતા.નાના ઉંટે તેની માતાને કહ્યુ કે મા,મારા મનમાં થોડાક પ્રશ્નો છે તેનો જવાબ આપીશ ?
ઉટડી:ચોક્કસ દિકરા !તને કોઈ વાતની ચિંતા થાય છે ? કે કોઈ વાતની તને ડર લાગે છે ?
નાનો ઉંટ: હે મા, ભગવાને આપણને ખૂંધ (HUMPS) શા માટે આપી છે ?
ઉટંડી: દિકરા,આપણે રણમાં રહેનારા છીએ.ભગવાને આપણને ખૂંધ, પાણીના સંગ્રહ માટે આપી છે અને જ્યારે રણમાં પાણી ના મળે ત્યારે આપણે એ પાણીના ઉપયોગથી લાંબા સમય સુધી પાણી વગર ચલાવી શકીએ જ્યારે બીજા પ્રાણીઓ લાંબા સમય સુધી પાણી વગર નથી રહી શક્તા.
નાનો ઉંટ: સારૂ ,પણ મા, આપણા પગ આટલા લાંબા અને ગોળ પંજા વાળા તથા નીચે ગાદી જેવા કેમ છે ?
ઉટંડી:મારા પ્યારા દિકરા ,ભગવાને આપણને લાંબા તથા ગોળ અને ગાદીવાળા પગ એટલા માટે આપ્યા છે કે જેથી કરીને આપણે રણમાં બીજા બધા પ્રાણીઓ કરતા સારી રીતે ચાલી શકીએ છીએ,ઉટંડીએ ગર્વથી કહ્યુ..
નાનો ઉંટ:સારૂ, પણ મા, આપણી આંખના પાંપણના વાળ આટલા લાંબી કેમ ?કેટલીક વાર તો તે મારી આંખને ત્રાસ આપે છે.
ઉટંડી:અરે દિકરા એજ પાંપણના વાળ આપણી આખોના રક્ષક છે.જ્યારે રણમાં ભારે પવનના લીધે રેતી,ઘુળની દમરીઓ ઉડે ત્યારે પાપણના એજ લાંબા વાળ આપણી આંખોનુ રક્ષણ કરે છે ઉટડીએ ગર્વથી કહ્યુ...
નાનો ઉટં: તો મા, રણમાં પાણીની તંગી કે ખેંચ હોય એટલે આપણને ખૂંધ આપી અને રણની રેતાળ , ગરમ રેતી પર ચાલવા માટે લાંબા,ગોળ અને ગાદી વાળા પગ આપ્યા અને રણમાં ઉડતી ઘુળ અને રેતીની આંધીથી આખો બચાવા આખોની પાપણના લાંબા વાળ આપ્યા તો પછી  આપણે બન્ને આપણા માટે આ નર્ક જેવા  પ્રાણીસંગ્રાલયમાં શા માટે ?  
નિપુણતા, જ્ઞાન, બુદ્ધિશક્તિ કે ક્ષમતા અને અનુભવ ત્યારે જ ઉપયોગી થાય છે જ્યારે તમો એના માટેની યોગ્ય જગ્યાએ હોય..
તમો તો સાચ્ચી જગ્યાએ છો ને ?
તમે તમારી નૌકરીને પ્રેમ જરૂર કરો,પણ તમારી કંપનીને પ્રેમ કદી ન કરો કારણ કે તમને ખબર નથી હોતી કે કંપની તમને પ્રેમ કરવાનુ ક્યારે બંધ કરી દેશે.
કથા સારાંશ:-
(1)હમેંશા તમો જેને માટે લાયક હોય તેવી જ જગ્યા તમને મળે તેવુ બનતુ હોતુ નથી.
(2)ઘણી જગ્યાએ તમને એ જગ્યા એટલા માટે જ આપી હોય છે કે તે જગ્યા જ એક માત્ર કામ Showpiece”નુ હોય છે.
(3) નિપુણતા, જ્ઞાન, બુદ્ધિશક્તિ કે ક્ષમતા અને અનુભવને ફક્ત આધાર બનાવીને જ નૌકરી,,બઢતી કે સારૂ જગ્યાએ નિમણુક થતી હોતી નથી.


Comments

Post a Comment

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka