Management Lesson 2

સુંદર માજાની શિયાળાની સવારના તળકામાં સસલુ પોતાની બખોલની બહાર તેના ટાઈપ રાઈટર પર કઈક ટાઈપ કરી રહ્યુ હતુ એવામાં ત્યાંથી શિયાળ નીકળ્યુ અને સસલાને પુછ્યુ: શુ કરે છે ?
સસલુ:- મારી શોધ નિબંધ લખી રહ્યો છુ .....
શિયાળ :- બહુ જ સરસ. પણ શેના ઉપર છે ?
સસલુ :- અરે હા ! હુ સસલાઓ શિયાળનો શિકાર કરી ,તેને ખાઈ શકે તેના વિશે શોધ નિબંધ લખુ છુ.

શિયાળ:- શું બકવાસ કરે છે ! મુર્ખ પણ જાણે છે કે સસલા કદી શિયાળનો શિકાર ન જ કરી શકે !
સસલુ: મારી જોડે આવ , તને બતાવું કે કેવી રીતે થાય !
સસલુ અને શિયાળ બન્ને સસલાની બખોલમાં ગયા અને થોડી વાર પછી સસલુ શિયાળનુ તાજુ હાડકુ મોઢામાં લઈને બહાર આવ્યુ અને પાછુ પોતાના પોતાના ટાઈપ રાઈટર પર કામ કરવા લાગ્યુ...
થોડીવાર પછી પાછુ ત્યાં એક વરૂ આવ્યુ અને સસલાને પુછ્યુ કે તે આટલી ગંભીરતાથી શું કરે છે ?સસલુ:- અરે હા ! હુ સસલાઓ વરૂનો શિકાર કરી, તેને ખાઈ શકે તેના વિશે શોધ નિબંધ લખુ છુ.
વરૂ:- અરે આવો બકવાશ કચરા જેવો શોધ નિબંધ કોણ પ્રસિધ્ધ કરશે ?
સસલુ: કોઈ વાધો નહી પણ તારે જોવુ છે શા માટે ?
સસાલુ અને વરૂ બન્ને સસલાની બખોલમાં ગયા.થોડીવાર પછી ફક્ત સસલુ જ બહાર આવ્યુ !
છેલ્લે રીંછ આવ્યુ....અને તેને સસલાને પુછ્યુ: તુ શું કરશ ?
સસલુ:-અરે રીંછ ! હું સસલાઓ રીંછનો શિકાર કરી, તેને ખાઈ શકે તેના વિશે શોધ નિબંધ લખુ છુ.
રીંછ:- શુ વાહીયાત વાતો કરે છે ! સસલા કદી રીંછનો શિકાર કરી શકે ?
સસલુ:- તમારે જોવુ છે ? તો ચાલો મારી સાથે ......


સસલાની બખોલની અંદરનુ દશ્ય :-
જેવુ રીંછ સસલાની બખોલની અંદર ગયુ તરત સસલાએ અંદર રહેલા સિંહને ઈશારો કર્યો અને .......

કથા સારાંશ:મહત્વ તમારી શોધ કે શોધ નિબંધનું નથી અને તે ગમે તેવો વાહીયાત હોય,પણ તમારા બોસ કે સાહેબને તે ગમે છે કે નહી તેનુ મહત્વ છે!

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka