Management Lesson 5: કોણ બઢતિ મેળવે છે ? લાયક કે નાલાયક


શિયાળાના તડકામાં એક આરામપ્રીય સિંહ તડકાની મજા લેતો પોતાની ગુફાની બહાર  બેઠો હતો.એવામાં ત્યાંથી એક શિયાળ આવ્યુ અને  સિંહને જોઈને બોલ્યુ:-અત્યારે કેટલા વાગ્યા હશે ? મારી ઘડીયાળ બગડી ગઈ છે.
સિંહ :- અરે એમાં શું ? લાવ તારી ઘડીયાળ હમણાં જ સરખી કરી આપુ.
શિયાળ :- હ. . .હ. . . પણ મારી ઘડીયાળ બહુ જ જટીલ અને કીંમતી છે જે તમારા મોટા પંજા અને નહોર તેને ઠીક નહી કરી શકે ...અને બગડી જશે. . . . . . . .  
સિંહ :- અરે નહી ! લાવ તેને હુ હમણા જ ઠીક કરી આપું !
શિયાળ:- અરે  તે તો હાસ્યાસ્પદ છે ! કોઈ મુર્ખને પણ ખબર હોય કે બહુ જ જટીલ ઘડીયાલ સિંહ તેના મોટા નહોર અને પંજા થી ઠીક ન કરી શકે !
સિંહ :- હું કરી જ શકુ ! લાવ અને જો હમાણાં તેને ઠીક કરી આપુ.
એમ કરીને સિંહ શિયાળની ઘડીયાલ લઈને પોતાની ગુફામાં ગયો અને થોડી વારમાં શિયાળની ઘડીયાલ ઠીક કરીને બહાર આવ્યો અને શિયાળને આપી.
શિયાળે પોતાની ઘડીયાલ જોઈ તો તે બરાબર ચાલતી હતી જે જોઈને શિયાળ ખુબ જ ખુસ થયુ...

થોડીવાર પછી ત્યાંથી એક વરૂ નીકળ્યુ અને સિંહને આરામથી બેઠેલો જોઈને કહ્યુ:-શું હું આજે રાત્રે તમારા ઘરે આવીને ટીવી જોઈ શકું છુ ? મારૂ ટીવી બગડી ગયુ છે ....
સિંહ :- અરે એમાં શું લાવ તેને હમણાં જ સરખુ રીપેર કરી આપુ !
વરૂ :- શુ તમે મને મુર્ખ માનો છો ? તમારા આવડા મોટા પંજા અને નહોર જટીલ અને નાની સર્કીંટ વાળુ એ ટીવી ઠીક કરવા માટે યોગ્ય છે ????
સિહ:- કઈ વાધો નહી, મને એક પ્રયત્ન કરવા દે.એમ કરીને સિહ તો વરૂનુ ટીવી લઈને પોતાની ગુફામાં ગયો અને થોડીવાર પછી વરૂનુ ટીવી લઈને બહાર આવ્યો જે બરાબર ચાલતુ હતુ.....
વરૂ તો પોતાનુ ટીવી બરાબર ચાલતુ જોઈને દંગ રહી ગયુ અને સિંહને જોતુ જ રહ્યુ.

સિહની ગુફાની અંદરનુ દશ્ય :- સિહની ગુફાની અંદર નાના નાના તથા બુધ્ધિશાળી  સસલા  પોતાના ઓજારથી જટીલમાં જટીલ કામ કરતા હતાં અને તેની સામેના ખુણામાં એક મોટો સિહ તેની સામે બેઠો હતો.......

કથા સારાંશ:-
જો તમે જાણવા માંગતા હો કે તમારાથી ઓછા આવડતવાળા,ઓછ જાણકાર તથા આળશુ લોકો તમારા પહેલા બઢતી કેમ મેળવે છે તો તેની ટીમ કે તેની નીચે કામ કરતા માણસોને ચકાસો...........
(ે ચોક્કસ હોશીયાર અને બુધ્ધિમાન તથા કામઢુ હશે)


Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka