Selfish OR સ્વાર્થ કેવો હોય


                     -:સ્વાર્થ કેવો હોય:-
એક ગામમાં સંતનો સત્સંગ ચાલતો હતો.સંત પણ ખુબ જ ભાવુક અને સાદિ સરળ ભાષામાં ઉપદેશ આપતા હતા અને દરેક માણસને સંતોષકારક જવાબ  આપતા હતા.એવામાં ગામના એક માણસે સંતની પરીક્ષા લેવા માટે પ્રષ્ન કર્યો કે આપે કદી સ્વાર્થ જોયો છે ?ત્યારે સંતે પોતાની વાત સમજાવવા એક  સત્ય વાત,વાર્તાના રૂપમાં  કરી  કે . . . . . . . . .
એક આધળી છોકરી હતી.તે તેની પાસે જ રહેતા એક તેના ઓળખિતા છોકરા સીવાય સૌને નફરત કરતી . તેણી તે છોકરાને હમેંશા કહેતી રહેતી કે જો ભગવાન મને આંખો આપી દે અને હું દેખતી થઈ જાવ તો હું તારી સાથે જ લગ્ન કરૂ.
એક દિવસ આંખોની હોસ્પીટલમાંથી ફોન આવ્યો કે કોઈ બે આંખોનુ દાન આપવા માગે છે તેથી તેણી હોસ્પીટલે આવી જાય.હોસ્પીટલે જવાથી ખબર પડી કે તે આંખો તેણી માટે કોઈએ દાન આપી હતી તેથી તેણી હોસ્પીટલમાં માં ભરતી થઈ ગઈ અને આંખોનું ઑપરેશન કરવામાં આવ્યુ. જ્યારે આંખોની પાટા ખોલ્યા ત્યારે તે બધું જ જોઈ શક્તિ હતી.તે છોકરાને પણ... છોકરાએ કહ્યુ: હવે તું બધું જ જોઈ શકે છે તો તુ મારી સાથે લગ્ન કરીશ ?
છોકરીએ તે છોકરા સામે જોયુ તો તે આંધળો હતો.  જે જોઈને છોકરીને ખુબ આઘાત લાગ્યો અને આંખો બંધ કરી લીધી...તેણીએ આવી કલ્પના પણ નહોતી કરી...
છોકરીએ પોતાની બાકી જીંદગીનો વિચાર કરીને તે છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.
છોકરો તેણીને છોડીને જતો રહ્યો પણ તેણી માટે એક ચીઠ્ઠી મુકતો. ગયો. તુ તારી આંખોની ખુબ જ કાળજી રાખજે,તે આંખો તારા પહેલા મારી હતી !
આ વાત બતાવે છે કે માણસનુ મગજ બદલતી પરિસ્થિતિ સાથે કેટલી ઝડપથી બદલે છે. જેને સ્વર્થ કહેવાય છે. .
બહુ જ થોડા માણસો યાદ રાખે છે કે તે આજે જે દરજ્જે પહોચ્યાછે તે પહેલા તે ક્યાં હતા. હમેંશા તમારી જરૂરતના કે દુ:ખના સમયે તમને જેને સાથ આપ્યો છે તેને તમારા સારા સમયે ભુલો નહી.
આ વાત સાંભળીને તે માણસના જીવનમાં પરિવર્તન આવી ગયુ તે સંત પુરૂષને વંદન કર્યાઅને સિધ્ધુ સાદુ અને સાત્વીક જીવન જીવવાનુ શરૂઆત કરી.
સોનેરી વાક્યો :-
1.    આજે કોઈને પણ ખરાબ કેતા પહેલા જે લોકો મુંગા છે તેના વિશે વિચારો.
2.    તમે તમારા ખોરાકનો સ્વાદની ફરીયાદ કરતા પહેલા વિચારો કે એવા ઘણા લોકો છે જેની પાસે ખાવાનુ નથી.
3.    તમે તમારા સાથીની ફરીયાદ કરતા પહેલા વિચારો કે આ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેને કોઈ સાથી નથી.
4.    તમો તમારી જીંદગીની ફરીયાદ કરતા પહેલા તેના વિશે વિચારો કે તમારી સાથેના કે તમારી ઉમરના લોકો વહેલા મૃત્યુ પામ્યા છે..
5.    તમે તમારા બાળકો વિશે ફરીયાદ કરતા પહેલા એવા માણસો વિશે વિચારો જેને કોઈ સંતાન નથી
6.    તમો તમારા નાના કે ગંદા ઘર વિશે ફરીયાદ કરતા પહેલા એવા માણસો વિશે વિચારો જેઓ ફુટપાથ પર રહે છે
7.    તમો નૌકરીના લાંબા રસ્તા પર ગાડી ચલાવાની ફરીયાદ કરતા પહેલા એવા માણસો વિશે વિચારો કે તમારા જેટલો જ રસ્તો ચાલીને નૌકરી પર જાય છે.
8.    તમો જ્યારે તમારી નૌકરી વિશે ફરીયાદ કરો ત્યારે એવા લોકોને યાદ કરો જે કાં તો  અપંગ છે અથવા બેરોજગાર છે અથવા જે લોકો તમારી જેવી નૌકરી માટે રાહ જોઈ રહ્યા છે
9.    તમો બીજા કોઈની સામે આંગણી ચીંધતા પહેલા અને કોઈની નીંદા કરતા પહેલા એ વિચારો કે કોઈ એવો માણસ નથી કે જેમા કોઈ ખામી ન હોય.


Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka