રવિવારે એક સંન્યાશિને સાંભળ્યા હોવાથી થોડી ધાર્મીક વાત આજે લખી છે. આશા છે આપને ગમશે !  જે સંન્યાશિની વાત કરી છે તેને સરસ વાતો કહી હતી જે પછી ક્યારેક લખીશ.
                         = આત્માનુ કલ્યાણ ક્યારે ?  =
એક ખુબ ધનાધ્ય  માણસ ને ચાર પત્ની હતી.
ચોથી પત્નિને ખુબ જ પ્રેમ કરતો હતો.તેને નવા કપડા તથા મોંઘા આભુષણોથી સણગારતો અને ખુબ જ લાડથી રાખતો અને સૌથી સારામાં સારી વસ્તુ આપતો.
ત્રીજી પત્નીને પણ ઘણો જ પ્રેમ કરતો અને તેને તેની ત્રીજી પત્ની પર હમેંશા ગર્વ હતો. વેપારી તેણીનુ હમેંશા પોતાના મીત્રો તથા બીજાને પ્રદર્શન કરતો ફરતો.પણ તેને હમેંશા બીક રહેતી કે આ પત્ની બીજા સાથે ભાગી જાશે.
બીજી પત્નીને પણ પ્રેમ કરતો હતો.તેને  સમજદાર માનવામાં આવતી  હતી.તેનામાં ગજબની ધીરજ હતી અને વેપારીને તેના પર અટુત વિશ્વાસ હતો.વેપારી જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તે બીજીપત્ની પાસે જ જાય અને બીજી પત્ની તેને મુસ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદ કરે તથા તેની સાથે જ રહે.
પહેલી પત્ની વેપારીની સાચ્ચી વફાદાર હતી.તેણીએ વેપારીને તેની તબીયત,ધંધો તથા ઘર સાંચવવામાં ખુબ જ મદદ કરી હતી.તેણી વેપારીને ખુબ જ અને સાચો પ્રેમ કરતી હોવા છતાં વેપારી તેણી પર બહુ ધ્યાન આપતો નહી.
એક દિવસ વેપારી બીમાર પડ્યો.તેને ખબર પડી ગઈ કે આ તો મોટી માંદગી હોવાથી હવે તે સાંજો  થઈ શકે તેમ નથી અને મૃત્યુ નક્કી જ છે તેથી પોતે જીવેલી  વિલાસી અને શાનદાર જીંદગી વિશે વિચારવા લાગ્યો અને પોતાની જાત સાથે જ વાત કરતાં કહ્યુ મારે ચાર ચાર પત્ની હોવા છતાં જ્યારે હુ મૃત્યુ પામીશ ત્યારે તો મારે એકલા જ જાવુ જોઈશે.પણ જો એક પણ પત્ની સાથે આવે તો મારૂ મૃત્યુ સુધરી જાય. તેથી તેને પોતાની ચારેય પત્નીને પુછવનુ નાક્કી કર્યુ.
સૌથી પહેલા ચોથી પત્નીને બોલાવી અને કહ્યુ મે તને ખુબજ પ્રેમ કર્યો છે અને ખુબજ સારા કપડા તથા આભુષણોથી સણગારેલ છે તો જ્યારે મારૂ મૃત્યુ થાય ત્યારે તુ મારી સાથે આવીશ અને મને સાથ આપીશ ?
ચોથી પત્ની  કોઈ પણ રીતે નહી. કહીને ચાલી ગઈ પણ તેની આ વાતથી વેપારીને જાણે કે કોઈએ તેને હ્રદયમાં જોરથી છરી મારી હોય તેવો આઘાત લાગ્યો.
ઉદાસ વેપારીએ ત્રીજી પત્નીને કહ્યુ: મે તને હમેંશને માટે પ્રેમ કર્યો છે અને હવે મારૂ મૃત્યુ નજીક છે તો હુ મરૂ ત્યારે તુ મને સાથ આપવા મારી સાથે આવીશ ?
ત્રીજી પત્નીઃ કદી નહી! મને પણ તમારી સાથે મજા આવી પણ તમે જ્યારે મરી જાશો ત્યારે મારાથી એકલા જીવાશે નહી તેથી હુ તો બીજા લગ્ન કરી લઈશ.
આ સાંભળેને વેપારીનુ હ્રદય એક ધબકારો ચુકી ગયુ અને દર્દનો પાર ન રહ્યો.છતાં પણ તેની આશાએ તેને બીજી પત્નીને પુછવા મજબુર કર્યો
વેપારી બીજી પત્નીને:મને તે હમેંશને માટે મુશ્કેલીમાં મને મદદ કરી છે અને મારી સાથે રહી છો. આજે મારા પર સૌથી મોટી મુશ્કેલી આવી છે કે મારૂ મૃત્યુ નજીક છે તો જ્યારે હુ મરૂ ત્યારે મને સાથ આપવા તુ મારી સાથે આવીશ ?
બીજી પત્ની:હે સ્વામી, આ વખતે મને માફ કરશો આ વખતે હુ તમારી કોઈ મદદ  નહી કરી શકું અને તમારી સાથે નહી આવુ, પણ હા, હુ તમને વળાવવા આપણા સ્મશાન સુધી જરૂર આવીશ.
આ વાત સાંભળીને વેપારી માથે જાણે કે વીજળી પડી હોય તેવી પીડાથી નિશાસો નંખાઈ ગયો અને તેની પીડા વધી ગઈ.....
ત્યારે રૂમના એક ખુણેથી અવાજ આવ્યો
હે સ્વામી,તમે મુંજાવ નહી.હુ તમારી સાથે છેક સુધી આવીશ અને તમને મૃત્યુ પછી પણ સાથ આપીશ.
વેપારીએ કણસતાં અવાજ સાથે ડોક ઉંચી કરીને જોયુ તો  તેની પહેલી પત્ની ઉભી હતી.તેણી પણ કુપોષણથી પીડાતી હોય તેવી પતળી દુબળી હતી.
વેપારીએ નિશાસા સાથે કહ્યુ કે મારે તારી સારશંભાળ પહેલા અને સારી રીતે કરવાની જરૂર હતી. મને તને સમજવામાં મોડુ થઈ ગયુ.
ખરેખર તો આપણે સૌને ચાર ચાર પત્ની છે.
ચૌથી પત્ની એટલે આપની કાયા  કે તન જેને આપણે ખુબ સંભાળીને સારૂ સારૂ ખાઈ છીએ અને સારામાં સારા કપડા અને વિવિધ પ્રકારના આભુષણ પહેરી છીએ તથા
ત્રીજી પત્ની એટલે આપણે ભેગુ કરેલ ધનદોલત, હેશીયત,સંપતી વગેરે.જ્યાં સુધી તમે કમાવ અને તમારૂ શરીર સાથ આપે ત્યાં સુધી તમારૂ, મૃત્યુ પછી આ બધુ મુકીને જવાનુ હોય છે જે પછીથી તમારા વારસદારનુ બની જાય છે.
બીજી પત્ની એટલે આપણુ કુટુંબ અને મીત્રો. જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી સાથ આપે પછી સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવે.
પહેલી પત્ની એટલે આપણો આત્મા કલ્યાણ માટેના સારા કર્મો.
કથા સારાશ:-
આપણે જ્યારે જીવતા હોય છે અને આપણી પાસે પૈસો કે રૂપીયા,ધન દોલત,સગા સંબધી હોય ત્યાં સુધી આપણને આત્મ કલ્યાણ શુ હોય કે આત્મ કલ્યાણ માટે સમય હોતો નથી અને તે બાબત વિશે સૌથી ઓછુ વિચારીએ છીએ.
તમારી પાસે બધુ જ હોય જેમાં ધન, કુટુંબ,શાખ,હોદો વગેરે છતાં પણ આપણએ  આત્માના કલ્યાણ માટે જે કરવાનુ હોય તેને ભુલવુ જોઈએ નહી નહીતર અંત સમયે કાંઈ થઈ શક્તુ નથી

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka