આત્મવિશ્વાસ SELF CONFIDENCE

 એક વ્યવસાયિક માણસની પોતાની કંપની ખુબ જ દેવામાં આવી ગઈ અને તેને દેવાના ડુંગરમાંથી બહાર કાઢવા માટેનો કોઈ રસ્તો મળતો ન હોતો .પોતે ખુબ જ દુ:ખી થઈ ગયો હતો કારણ કે બેંક પોતાની લોનનાં હપ્તાં લેવા તથા લેણદારો પોતાના પૈસા લેવા માટે તથા કાચો માલ પૂરો પાડનાર વિક્રેતાઓ બધા જ  પોતાના પૈસા પાછા લેવા તે વેપારીની પાછળ પડ્યા હતાં.ઘરમાં પણ કંપનીના દેવાનો વિચાર આવ્યા કરતાં હતાં તેથી એક દિવસ આવા લેણદારોથી કંટાળીને એક બગીચામાં બેંચ પર બેઠો બેઠો આવી પડેલ મુશ્કેલીમાંથી રસ્તો વિચારતો હતો એવામાં ત્યાં એક વૃધ્ધ  માણસ આવ્યો અને વ્યાપારીને જોઈને બોલ્યો:ભાઈ શ્રી આપ કોઈ મોટી મુશ્કેલીમાં લાગો છો? અને મને લાગે છે કે હુ તમને મદદરૂપ થાઈ શકુ એમ છુ. વેપારીએ પોતાની પરીસ્થિતિની વાત તે વૃધ્ધને કરી તે સાંભળીને વૃધ્ધે વેપારીનુ નામ પુછ્યુ અને ફટાક કરીને પચાસ લાખનો ચેક વેપારીના નામનો લખીને વેપારીને આપી દિધો.અને સાથે કહ્યુ કે લો આ રૂપીયા અને તમે મને બરાબર એક વર્ષ પછી આજ જગ્યાએ મળજો અને ત્યારે આ રૂપીયા મને પાછા આપજો. વેપારીએ ચેક જોયો તો દુનિયાના સૌથી ધનિક માણસની સહી હતી.વેપારીએ વિચાર્યુ કે આનાથી મારૂ દેણુ ઓછુ કરી શકાશે પણ તેને તે ચેક વટાવવાની જગ્યાએ પોતાની ખિસ્સામાં રાખ્યો.અને તે ફરીથી બમણા જોરથી ધંધામાં લાગી ગયો.પોતાના જુના ગ્રાહ્કો જોડે ફરીથી મંત્રાણાના દોર ચાલુ કર્યા અને લેણદારો તથા બેંક જોડે ફરીથી વાટાઘાટા દ્વારા પોતાની શરતોથી ઘિરાણ મેળવ્યુ.જ્યારે પણ થોડી મુશ્કેલી આવે ત્યારે મનમાં વિચાર તો કે ખિસ્સામાં દુનિયના સૌથી અમીર માણસનો પચાસ લાખનો ચેક તો છે જ. બરાબર એક વર્ષ સતત કામથી પોતે કંપની પરનુ દેણુ શુન્ય પર આવી ગયુ અને પોતાની કંપનીની પ્રગતી ખુબ જ થઈ હતી તેથી તેને વિચાર્યુ કે હવે તેને પેલા ધનિકને રૂપિયા  પાછા આપી દેવા જોઈએ.તેથી તે પેલા બગીચામાં એજ નક્કી કર્યા સમયે વટાવ્યા વગરનો ચેક લઈને ગયો.વેપારી જેવો પેલા ધનિક માણસને ચેક આપવા જતો હતો તેવામાં જ એક નર્સ દોડતી દોડતી આવી અને પેલા ધનિકને પકડી લીધો અને કહ્યુ ભલુ થાજો !આજે તો પકડાઈ જ ગયો.અને પછી વેપારીની સામે જોઈને બોલી:આ માણસે તમને કાંઈ નુકસાન તો નથી કર્યુને ? તે હમેંશા પાગલોના આરામ ઘરમાંથી ભાગી જાય છે અને પોતાને દુનિયાનો સૌથી મોટો ધનિક ગણાવે છે.નર્સ કહેવાતા ધનિકનો હાથ ખેચીને લઈ ગઈ.  
વેપારી આશ્ચર્યથી દિક્મૂઢ  બની જોતો જ રહ્યો. તે વિચારવા લાગ્યો કે પોતે આમથી તેમ ફરતો રહ્યો અને લેવડદેવડ, લે વેચ કરતો રહ્યો અને બધાની સાથે વટથી વાટાઘાટા કરી કારકે તે હમેંશા  વિચારતો કે ખિસ્સામાં પચાસ લાખનો ચેક છે જ.
અચાનક તેને આજે ખબર પડી કે જે રૂપિયાકે ચેકને અધાર બનાવીને પોતે ફરીથી ધંધામાં સફળતા મેળવી તે રૂપિયા કે ચેક તો ખોટા હતાં તો પછી આ સફળતાં કેમ મળી ?
ફક્ત એક જ શબ્દ : આત્મવિશ્વાસ
સોદાબાજી કરવાની તાકત તે ચેક આપતો રહ્યો. તેને પોતાનો ગુમાવેલ આત્મવિશ્વાસ ફરીથી મેળવ્યો અને પોતાની કંપની બચાવા માટે કાંઈ પણ કરી શકવાની ઉર્જા કે શક્તિ મળી  જે તેને સફળતા તરફ લઈ ગઈ.

મિત્રો મારો બ્લોગ તથા લખવાની શૈલી તમને કેવી લાગી તે અવશ્યા comments રૂપમાં લખશો. 
જય જય શિવ શંકર !

Comments

  1. વાહ , ખુબ સરસ . આત્મવિશ્વાસ અને અનુભવી જ્ઞાન જ સફળતા અપાવે છે . એનું સારું ઉદાહરણ પાંચમી નાપાસ પણ સફળ સિરામિક કારખાનેદારો છે. આભાર

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka