તમારી જીવન રૂપી બરણીમાં પ્રથમ શુ છે ? પાણા, કાંકરા કે પાણી What do you have in JAR of your life? stone, pebble ,or water

મિત્રો હમણા જ એક સરસ વાત સાંભળવા મળી.વાત બહુ જ નાની છે પણ જીવન જીવવાનીચાવી બતાવી જાય છે. મને આશા છે કે તમારી પાસે આ વાર્તા વાંચવા જેટલો સમય હશે જ. અને જીંદગીમાં ઘણી વખત આપણને અનુભવ થાય ત્યારે ખબર પડતી હોય છે કે આ વાત તો મેં ક્યાંક સાંભળેલી કે વાચેલી છે.

એક વાર એક સૌથી વિદ્વાન અને વૃધ્ધ પ્રાધ્યાપકને સૌથી મોટી અને સફળ પંદર ઔધ્યોગીક કંપનીઓના સંચાલકોને (જે ને આજે આપણે CEO/MD ke COO કહીએ છીએ) “અસરકારક સમય વ્યવસ્થાપન” પર પોતાનુ વ્યાખ્યાન આપવાનુ હતુ. જે વ્યાખ્યાન પાંચ વ્યાખ્યાનની શૃંખલાનુ એકભાગ હતુ. પ્રાધ્યાપકને એક કલાક આપી હતી.એ પંદર સંચાલકો કે જે તેના સમૂહમાં સર્વોત્કૃષ્ટ વ્યક્તિ હતી અને પ્રાધ્યાપકની દરેક શબ્દ લખાવા તથા સાંભળવા આતુર હતા, આવા વિદ્વાન શ્રોતાઓની સામે આંખમાં જોઈને પ્રાધ્યાપક બોલ્યા:- આજે આપણે એક પ્રયોગ કરીશુ. પ્રાધ્યાપકે શ્રોતાઓ અને પોતાની વચ્ચે રહેલ ટેબલ નીચેથી એક કાચની બરણી અને ટેલબ ટેનીશના બોલ જેવડા પાણા કાઢીને ટેબલ પર મુક્યા.ત્યાર પછી પ્રાધ્યાપકશ્રી જ્યાં સુધી બરણી પુરી ભરાય નહી ત્યાં સુધી એક એક કરીને પાણા બરણીમાં મુક્યા.ત્યાર પછી પોતાના શ્રોતા કે જે સફળ સંચાલક(Manager) હતા તેને પુછ્યુ:-

શું આ બરણી પુરેપુરી ભરાઈ ગઈ છે ?

સંચાલકો: જી હા, સાહેબ.

પ્રાધ્યાપકશ્રીએ ફરીથી પુછ્યુ: ખરેખર ?

સંચાલકો: જી, સાહેબ.

પ્રાધ્યાપકશ્રીએ ફરીથી પોતાની સામે રહેલ ટેબલ નીચેથી એક બીજી થેલી કાઢી અને તેમાંથી થોડા કાંકરા(પાણાથી નાના) કાઢીને પાણાથી ભરેલ કાચની બરણીમાં થોડા નાખીને બરણીને કાંકરા જ્યાં સુધી બરણીની નીચે ન પહોચ્યા ત્યાં સુધી હળવે હળવે હલાવી.

ફરીથી તેને પુછ્યુ:- શું આ બરણી પુરેપુરી ભરાઈ ગઈ છે ?

હવે શ્રોતઓને પ્રાધ્યાપકની વાતનો અંદાજ આવવા લાગ્યો હતો તેથી સહુએ કહ્યુ:નહી.

પ્રાધ્યાપકે કહ્યુ: સાચ્ચી વાત છે.હવે પ્રાધ્યાપકે પોતાની સામે પડેલ ટેબલ નીચેથી રેતીની થેલી કાઢીને ધીરે ધીરે કાચની બરણી હલાવતાં હલાવતા કાચની બરણીમાં નાખી અને બરણી ભરીને પુછ્યુ હવે બરણી ભરાઈ ગઈ ? સર્વેએ કહ્યુ નહી સાહેબ. પ્રાધ્યાપકે કહ્યુ: સાચ્ચી વાત છે અને બધાની અપેક્ષા પ્રમાણે પ્રાધ્યાપક પાણીના જગ પાસે જઈને જગમાં રહેલા પાણીને ધીમે ધીમે કાચની બરણીમાં રેડીને કાઠા સુધી ભરી દીધી.

પ્રાધ્યાપકે હવે શ્રોતાની સામે જોઈને પુછ્યુ:આ પ્રયોગથી આપણે કયું મહાન સત્યને સમજાવી શકીએ ?

એક સંચાલકે તરત જ જવાબ આપતા કહ્યુ:આપણે આ પ્રયોગ દ્વારા આપણે એ શિખીએ કે આપણું સમય પત્રક ગમે તેટલુ ભરચક હોવા છતાં આપણે વધારે પ્રયત્ન દ્રારા વધુ બે મુલાકાત કે વધુ કાર્ય માટે હમેંશા અવકાશ હોય છે.

પ્રાધ્યાપક: નહી એ વાત સાચ્ચી નથી. આપણે આ પ્રયોગ દ્રારા એ શિખવા મળે છે કે “જો આપણે બરણીમાં મોટા પાણા પહેલા ન મુક્યા હોત તો આપણે પછીથી બરણીમાં તેને મુકી શકત નહી.

પ્રેક્ષકગૃહમાં શાંતિ છવાઈ ગઈ.કારણ કે પ્રાધ્યાપકની વાતની ગંભીરતા તથા સંપૂર્ણતા સહુ સમજતા હતા.

પ્રાધ્યાપકે આગળ કહ્યુ:તમારી જીંદગીમાં સૌથી મોટો પાણો (ઉદેશ) ક્યો છે. સ્વાસ્થ્ય ? પરીવાર ? મિત્રો ?,પૈસા ?, લક્ષ્યાંકો ? તમે જે કામ કરો છો તેને પ્રેમ કરો છો ?કોઈ પ્રક્રિયાત્મક ઉદ્દેશ કે હેતુ માટે લડો છો ? તમને તમારા પોતાના માટે સમય છે ?

આપણે એ યાદ રાખવુ જોઈએ કે આપની જિંદગીમાં હમેંશા મોટા પાણાને પહેલા મહત્વ આપવુ જોઈએ.જો આપણે આપણી જિંદગી નાની નાની વાતોને (રેતી કે પાણી) મહત્વની ગણીને તેને પહેલા કે વધુ મહત્વ આપીશુ તો જિંદગીની મહત્વની (મોટા પાણા) વાતો કે ઉદેશ માટે સમય નહી રહે.

હમેશા આપણે આપણી જાતને પ્રશ્ન પુછવાનો કે મારી જિંદગીમાં મારા પોતાના માટે મોટા પાણા(મહત્વની વાત કે ઉદેશ) ક્યો છે ? તેને જાણી લઈએ એટલે હમેંશા તેને બરણી રૂપી જિંદગીમાં પ્રથમ મુકવાનો એટલે કે પ્રાથમિક્તા આપવાની.

પ્રાધ્યાપકે પોતાની વાત પૂરી કરીને મંદ સ્મિત સાથે વિદાય લિધી.

સાંરાંશ:-

(1) હમેંશા મોટા પાણાને પ્રાથમિક્તા આપો એટલે કે જિંદગીમાં જે વાત કે વસ્તુની ખરેખર જરૂરી હોય તેને પ્રથમ પુરી કરવાની ટેવ રાખો. આપણે નાની નાની વાતને મહત્વ આપી દેતા હોય છીએ અને પછી આપણી ખરી જરૂરીયાત કે ઉદેશ માટે સમય કે તાકાત રહેતા નથી.

(2) જિંદગી કે નૌકરીમાં હમેશા પ્રથમ મોટા પ્રશ્નના ઉકેલ માટે પ્રયત્ન કરો તો કદાચ નાના પ્રશ્નનો ઉકેલ મોટા પ્રશ્નમાંના ઉકેલમાં આવી જતો હોય

Comments

Post a Comment

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka