Long Happy Marriage Life, સુખિ દામ્પત્ય જીવનની ચાવી.


પતિ પત્નિ કે જે 60 વર્ષનુ સફળતા પુર્વકનુ દામ્પત્ય જીવન જીવ્યા હતા. બન્ને એ જીવનની દરેક ક્ષણમાં એકબીજાનો સાથ આપ્યો હતો. અને બન્નેના નિજી જીવનમાં બનેલી દરેક ઘટનાની એકબીજાને ખબર હતી. અને બન્નેના જીવનમાં કોઈ વસ્તુ કે વાત એકબીજા માટે ખાનગી નહોતી.પતિએ પોતાની પાસેની દરેક વસ્તુ તેની પત્નિને બતાવી હતી અને પત્નિએ પણ  પોતાના જીવનમાં બનેલી સારી તથા ખરાબ દરેક ઘટના પોતાના પતિને કહી હતી તથા  એક જુતાના ખોખા સિવાય પોતાની પાસે રહેલી દરેક વસ્તુ પોતાના પતિને બતાવી હતી.પોતના પતિને પણ તે પ્રેમથી કહેતી કે તમારે પણ એ જુતાના ખોખાને કદી અડવુ નહી કે મને તેમાં શુ છે તે પુછવુ નહી અને તેમાં શું છે તે જોવુ નહી. જીવનનાં 60 વર્ષમાં પતિએ કદી આ જુતાના બોક્ષ વિશે ન તો વિચાર્યુ કે ન તો તેને કદી એ વિશે વિચાર આવ્યો. પણ એક દિવસ પત્નિ બિમાર પડી.પતિએ ખુબ જ સરસ સારવાર કરાવી પણ ડોક્ટરે બતાવ્યુ કે તેની પત્નિ બીમારીમાંથી બચી શકે તેમ નથી.પોતાની પત્નિને શાંતિથી મૃત્યુનો સામને કરે અને તેની  કોઈ પણ ઈચ્છા અધુરી ન રહે તે માટે તેને પત્નિએ સાચવી રાખેલુ બોક્ષ પત્નિના પલંગ પાસે લઈ આવ્યો. પત્નિએ પણ  બોક્ષ (ખોખુ) ખોલવા માટે સહમતી આપી.પતિએ બોક્ષ ખોલ્યુ તો તેમાં બે ખુબ જ સરસ રીતે ગુથેલી સાદડી હતી અને રૂપીયા 50,000 રોકડા હતા.પતિએ પત્નિએ બોક્ષમાથી નિકળેલી ગુથેલી સાદડી અને રૂપીયા 50,000 વિશે પુછ્યુ.
પત્નિ:- “જ્યારે આપણા લગ્ન થયા ત્યારે મારા દાદીએ મને શિખામણ આપી હતી કે સુખિ લગ્ન જીવનની ચાવી એ છે કે ક્યારેય પણ સામે દલિલ કરવી નહી અને પતિ પર ગુસ્સે થવુ નહી પણ તેને બદલે જ્યારે પણ પતિ સામે દલિલ કરવાનુ કે પતિ પર ગુસ્સો આવે ત્યારે શાંતિ રાખવી અને એક સાદડી ગુથવી.”
પતિ આ સાંભળીને ખુબ જ ભાવુક થઈ ગયો અને પોતાના આસુ પર કાબુ ન રાખી શક્યો. અને વિચાર કર્યો કે મારી પત્નિ અમારા દામ્પત્ય જીવન દરમ્યાન ફક્ત બે જ વાર ગુસ્સે થઈ હતી અને તે માણસને અપાર આનંદ થયો.
પતિ:- હે પ્રિયતમાં, તે આ ગુથેલી સાદડીનુ રહસ્ય તો કહ્યુ પણ આ 50,000 રૂપીયા નુ રહસ્ય શુ છે ?
પત્નિ:- અરે હા ,તે 50,000 રૂપિયા મે આવી ગુથેલી સાદડી વેચી તેના છે.
પતિ:-. . . . . . . . . . . . . . . . . . ? ? ? ? ? ? ? ? ? ? ?  ! ! ! ! ! !! ! ! ! ! !!  
સારાંશ:-
સ્ત્રીને સંપુણ રીતે ઓળખવાનો  કદી દાવો કે પ્રયત્ન ન કરવો.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka