Sales Management and Marketing Management Or વેચાણ પ્રબંધન અને બજાર પ્રબંધન

આજે જાતજાતના વિષયો વચ્ચે વેચાણ પ્રબંધન (સેલ્સ મેનેજમેન્ટ) અને બજાર પ્રબંધન (માર્કેટિંગ મેનેજમેન્ટ)ની બોલબાલા છે.

બજારમાં જે સેલ્સમેન સફળ જાય છે તે બધે સફળ જાય છે.

= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =
એક કંપનીમાં સેલ્સમેનની જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવાઇ રહ્યા હતા. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જરા પાકા હતા. એક ઉત્સાહી એમ.બી.એ. યુવાને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે દુનિયાનો પ્રથમ ક્રમનો સેલ્સમેન છે. મેનેજિંગ ડિરેક્ટરે પોતાના ખિસ્સામાંથી એક સેલફોન કાઢીને ઉમેદવારને આપ્યો અને કહ્યું, ‘મેં આ સેલફોન બાર હજાર રૂપિયામાં હમણાં જ લીધો છે. તેને તમે બાર હજાર પાંચસોમાં વેચી શકશો?’ ઉમેદવારે હા પાડી.
ફોન લઇને ગયો. સાંજે હાંફતાં હાંફતાં પાછો આવી મેનેજિંગ ડિરેક્ટરના ટેબલ પર ફોન મૂકતાં કહ્યું, ‘માફ કરજો સાહેબ, હું મારું વિધાન સહેજ સુધારું છું. હું દુનિયાનો બીજા ક્રમનો સેલ્સમેન છું. તમને આવો ભંગાર ફોન બાર હજારમાં પધારાવી ગયો તે આ દુનિયાનો પ્રથમ ક્રમનો સેલ્સમેન છે.

નોધ:-

કંપનીના એમ.ડીપ. જે સ્ટોરમાંથી ફોન લીધો હતો તે સ્ટોર એક સામાન્ય સ્નાતક ચલાવતા હતા.
= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = માનસી બહેન જે એમ.બી.એ. હતાં તેને એન્ટિક વસ્તુઓ ભેગી કરવાનો શોખ હતો. એક વખત પશુ-પક્ષી વેચતી દુકાન પાસેથી તેઓ પસાર થતાં હતાં ત્યારે તેમણે જોયું કે એક નાનો સાદો કૂતરો એક એન્ટિક પ્લેટમાં ડોગ ફૂડ ખાઇ રહ્યો હતો. માનસી બહેને દુકાનદારને પ્લેટનો ભાવ પૂછ્યો તો દુકાનદારે કહ્યું, ‘એ પ્લેટ વેચવાની નથી, કૂતરાને ખાવા માટે રાખી છે. માનસી બહેનને થયું કે પોતે જો કૂતરો ખરીદી લે તો પ્લેટ પણ મળી જશે. આથી તેમણે ભાવતાલ કરી પાંચ હજાર રૂપિયામાં કૂતરો ખરીદી લીધો. પછી દુકાનદારને પૂછ્યું, ‘હવે તો તમે મને આ પ્લેટ આપશોને ?’ દુકાનદારે કહ્યું, ‘બહેન, એ પ્લેટ વેચવાની નથી. એ મારા માટે શુકનિયાળ છે. આ રીતથી તો આ મહિનામાં મેં દસ કૂતરા વેચ્યા છે.’
= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =
પ્રોવિઝન સ્ટોર્સની કતારમાં દામજી શેઠની દુકાન પર વધુ ભીડ રહેતી. દામજી શેઠ ગ્રાહકોને ખુશ રાખવા જેટલા ચતુર હતા. એક દિવસ પોપટલાલે જે હાવર્ડ સ્કુલ ઓફ મેનેજમેંટ માંથી એમ.બી.એ. કરીને આવ્યા હતા તેને દામજી શેઠને કહ્યું, ‘દામજી શેઠ, તમે આટલા ચતુર કઇ રીતે થયા.’ દામજી શેઠે કહ્યું, ‘પોપટલાલ, જરા નજીક આવો જેથી બાજુના હરીફો સાંભળી ન જાય હું ખાસ બનાવેલો બદામપાક ખાઉં છું, તમે પણ ખાઓ. હજાર રૂપિયે કિલોવાળો બદામપાક હતો’ પોપટલાલે કાન ધરતાં દામજી શેઠે કહ્યું, ‘. પોપટલાલે અઢીસો ગ્રામ બંધાવ્યો. અઠવાડિયા પછી આવીને પોપટલાલ કહે, ‘દામજી શેઠ, મને કાંઇ ફેર પડ્યો લાગતો નથી.’
દામજી શેઠે કહ્યું, ‘અઢીસો ગ્રામમાં શું ફેર પડે? એક કિલો લઇ જાવ.’ પોપટલાલ એક કિલો બદામપાક લઇ ગયા. મહિના પછી પાછા આવીને દામજી શેઠને ચિડાતાં બોલ્યા, ‘તમે મને ઉલ્લુ બનાવ્યો. આ બદામપાકથી કાંઇ ફેર પડ્યો નથી. વળી તમારી બાજુની દુકાનવાળા આ બદામપાક પાંચસો રૂપિયે વેચે છે.દામજી શેઠે કહ્યું, ‘હું નહોતો કહેતો કે કિલો બદામપાક ખાશો તો તમે પણ બધું સમજવા જેટલા ચતુર થઇ જશો?’
= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =
નળ સરોવર પાસે પસાર થતી ગાડીઓ માટે એક ફેરિયો છાપું વેચતો હતો. તે બૂમ પાડતો હતો, ‘વાંચો તાજા ખબર, નળ સરોવરની સ્કીમમાં પચાસ લોકો બેવકૂફ બન્યા.’ છુટા પૈસા નહોતા તેથી ધનંજય જે આઈ.આઈ.એમ.કોલકોટાનો સ્નાતક હતો તેને દસ રૂપિયામાં છાપું ખરીધ્યું. થોડી આગળ ગાડી ગઇ ને જોયું તો છાપું તો કાલનું હતું અને ફેરિયાની બૂમ જેવા કોઇ સમાચાર તેમાં નહોતા. ફેરિયાને પાઠ ભણાવવા ધનંજયે ગાડી પાછી વાળી. ફેરિયા નજીક પહોંચ્યા ત્યાં તેમણે ફેરિયાની બૂમ સાંભળી, વાંચો તાજા ખબર. નળ સરોવરની સ્કીમમાં એકાવન લોકો બેવકૂફ બન્યા.
= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =

એક કુકડો આખલો સાથે વાતો કરતો હતો.

કુકડો :- મને આ ઝાડની ટોચની ડાળી પર બેસવાનુ બહુ જ મન છે પણ ન તો હુ એટલુ ઉડી શકુ છુ કે ન તો મારામાં એટલી તાકાત છે કે હુ આ ઝાડ પર ચડી શકુ.

આખલો:- જો તારે તાકાત વાળુ થાવ હોય તો અલ્પ પ્રમાણ મારૂ છાણ ખા.

કુકડાની ઝાડની ટોચે બેસવાની પ્રબળ ઈચ્છાએ તેને આખલાનુ છાણ અલ્પ પ્રમાણ ખાધુ. થોડા પ્રમાણમાં આખલાના છાણ ખાવાથી કુકડો ઝાડની નીચેની ડાળી પર પહોચી ગયો.બીજા દિવસે થોડુ વધારે આખલાનુ છાણ ખાવાથી કુકડો બીજી ડાળી પર ચડી શક્યો. આમ કરતાં પંદર દિવસ પછી કુકડો ઝાડની ટોચની ડાળી પર પહોચી ગયો.કુકડો જેવો ટોચની ડાળીએ પહોચ્યો કે તુરંત કુકડા ઉછેરનારની નજરમાં આવી ગયો અને તેને ગોળી છોડીને તેનો શિકાર કર્યો.

સારાંશ:-

આખલાના છાણ જેવા બોસની ચમચાગીરી તમને કદાચ થોડા સમય માટે ટોચ પર પહોચાડી શકે પણ ત્યાં એટલે કે ટોચ પર ટકવા માટે તો તમારી આવડત જ કામ આવે અને જો આવડત ન હોય તો કુકડાની જેમ કાતો નૌકરી છોડવાની નૌબત આવે.

= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka