ધીમા પણ સાતત્ય અને ઝડપી પણ અસાતત્ય OR SLOW & CONSISTENCE FAST BUT INCONSISTENCE


પ્રિય મીત્રો
આજે આપણી બહુ જ જાણીતી વાતને જરા જુદા જ સ્વરૂપે જોઈએ.આપણે નાનપણમાં સસલાની અને કાચબાની વાત તો સાંભળી જ હશે જેને ટુંકમાં અહી આપેલ છે.
એક વખત જંગલમાં સસલુ અને કાચબો  મિત્રો હતા.બન્ને દરરોજ એક બીજાને મળતા અને સાથે રમતા.સસલાભાઈ હમેંશને માટે કચબા ભાઈને ખિજવતા કે તે ખુબ જ ધીમા ચાલે છે અને હુ બહુ જ ઝડપી ચાલુ છુ અને મારે તારા માટે ધીમુ ચાલવુ પડે છે.એક દિવસ કાચબાભાઈને સસલાની વાતથી ખોટુ લાગ્યુ તેથી તેને સસલાને એક દોડ માટે શરત લગાવી.તેઓએ દોડની શરૂઆત અને અંત નક્કી કર્યા અને દોડની શરૂઆત કરી.સસલાભાઈ તો ખુબ જ ઝડપી દોડવા લાગ્યા અને કાચબાભાઈને પાછળ રાખી લીધા તેથી સસલાભાઈએ વિચાર્યુ કે કચબાભાઈ તો ખુબ જ ધીરે ચાલે છે તેથી હુ આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉ અને કાચબાભાઈ અહી પહોચે ત્યારે ઝડપથી દોડીને અંત સુધી પહોચીને દોડ તો હુ જીતી જ લઈશ.સસલાભાઈને ઝાડની છાયામાં ઉંઘી ગયા અને કાચબાભાઈ તો સતત ચાલતા રહ્યા અને અંત સુધી પહોચી ગયા. જ્યારે સસલાભાઈ જાગ્યા ત્યારે તો કાચબાભાઈ તો દોડ જીતી ગયા હતા.
 કથા સાંરાશ:-1
ધીમા પણ લગાતાર કે સાતત્ય પુર્વક પ્રયત્ન કરનારનો હમેંશા વિજય થાય છે.
હવે આજ વાત આગળ ચાલે છે.
સસલાભાઈને હાર ખટકતી હતી તેથી તેને કાચબાભાઈને ફરી દોડ લગાવા મનાવી લીધા.આ વખતે પણ એજ રીતે દોડની શરતો રાખી અને દોડ શરૂ કરી.આ વખતે સસલાભાઈ કોઈ પણ જગ્યાએ રોકાયા વગર સીધા જ દોડના અંતીમ છેડે પહોચી ગયા  અને પોતે દોડ જીતી લીધી.કાચબાભાઈ તો ખુબ જ પાછળ રહી ગયા હતાં.
 કથા સાંરાશ:-2
ધીમા અને સાતત્ય પુર્વક પ્રયત્નનો કરતાં ઝડપી અને સાતત્ય પુર્વક પ્રયત્ન કરનારની હમેંશા  જીત અપાવે છે અને સૌથી આગળ રહે છે.
હવે કાચબાભાઈને લાગ્યુ કે આતો બરાબર ન કહેવાય તેથી તેને સસલાભાઈને ફરીથી બીજા માર્ગ પર એક દોડ લગાવવા વિનંતી કરી.સસલાભાઈ તો જીતથી ખુબ જ ખુશ હતા તેથી તેને લગ્યુ કે આ વખતે પણ પોતે કાચબાભાઈને હરવી દેશે તેથી હા પાડી.બીજા દિવસે દોડ શરૂ કરી.સસલાભાઈ તો ખુબ જ ઝડપી નક્કી કરેલા માર્ગ પર દોડવા લાગ્યા પણ આગળ જતા નદી આવી અને તેમાં તો ખુબ જ પાણી વહેતુ હતુ. અને ત્યાં સસલાભાઈ તો અટકી ગયા જ્યારે કાચબાભાઈ ત્યાં પહોચ્યા અને તે તો પાણીમાં ડુબકી લગાવીને નદી પેલે પાર આવેલ અંત પર પહોચીને દોડ જીતી ગયા
કથા સાંરાશ:-3
જો તમો ધીમા અને સાતત્યપુર્વક પ્રયત્ન કરતાં હોય અને તમારા હરીફ ઝડપી અને સાતત્ય સાથે પ્રયત્ન કરતાં હોય તો તમારે તેની નબળાઈ જાણી ને તેનો ફાયદો ઉઠાવો જોઈએ.

સસલાભાઈ અને કાચબાભાઈ બન્ને મિત્રો હોવાથી એકબીજાને સમજી ગયા તેથી બન્ને વચ્ચે ફરીથી એક દોડ થઈ અને સસલાભાઈએ કાચબાભાઈને પોતાની પીઠ પર બેસાડી દીધા અને નદિ સુધી દોડવા લાગ્યા પછી કાચબાભાઈએ પોતાની પીઠ પર સસલાભાઈને બેસાડી દીધા અને નદિ પાર કરી લીધી અને બન્ને દોડ અંત સુધી આરામથી પહોચી ગયા.
કથા સાંરાસ:-4
જો આપણે એકવીજાની નબળાઈ જાણતા હોય અને બન્ને સહયોગ કરી લઈએ તો ગમે તેવી મુસ્કેલીઓમાંથી આરામથી પાર કરીને મંજીલ સુધી બન્ને પહોચી શકીયે.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka