CORPORATE COMPANY”S ACCOUNT BRANCH વ્યવસાયિક કંપનીની આર્થિક બાબતની કાર્યાલય


ભગવાન રામ અને રાવણના યુધ્ધના અંતે અને ભગવાન રામનો રાજ્યાભિષેક પછી શ્રી હનુમાનજીએ હીમાલયમાં જઈને લક્ષ્મણ માટે જડીબુટ્ટી લઈ આવવાનુ ટી.એ. બીલ મુક્યુ. એક દિવસ લક્ષ્મણે જોયુ કે હનુમાનજી ઉદાસ ચહેરે બેઠા છે તેથી લક્ષ્મણે જઈને હનુમાનજીને ઉદાસીનતાનું કારણ પુછ્યુ.
હનુમાનજીએ જણાવ્યુ કે આર્થિક બાબતની ઓફીસના(ACCOUNT OFFICE) કલાર્કે તેનુ ટી.એ. બીલ નીચેની આપેલ વાધાં સાથે પાછુ મોકલ્યુ છે.
(1) હનુમાનજીએ પોતાની મર્યાદામાં ન આવતુ હોવા છતાં આકાશ માર્ગે સફર કરી છે.
(2) હનુમાનજીએ તે વખતના રાજા ભરતની ઓફીસમાંથી રામના કેમ્પની બહાર મુસાફરી કરવાની કોઈ પરમીશન લીધી નથી.
(3) હનુમાનજીને ફક્ત જડીબુટ્ટી લઈ આવવાની હતી તેના બદલે તે આખો પર્વત જ લઈ આવવાથી વધારાના સામનનો ચાર્જે લાગેલ જે મંજુર કરી શકાય નહી.
લક્ષ્મણે હનુમાનજીને કહ્યુ કે તેને ભગવાન શ્રી રામને આ વાત કરવી જોઈએ. હનુમાનજીએ ઉદાસ ચહેરા સાથે કહ્યુ કે તેને ભગવાન રામને વાત કરીતી તો ભગવાન રામે કહ્યુ કે આર્થિક વિભાગે જે વાંધા લીધેલા છે તે કાયદેસરના હોવાથી તે તેમાં હસ્તક્ષેપ કરી શકે નહી.
લક્ષ્મણે હનુમાનજીને કહ્યુ કે તે પોતે આર્થિક વિભાગેમાં એક ક્લાર્કને ઓળખે છે અને તેનુ નામ “ઘસીતારામ” છે. લક્ષ્મણે હનુમાજીને સાંત્વના આપી અને પોતે હનુમાનજીને એક પત્ર લખાવ્યો અને તે પત્ર સાથે ફરીથી ટી.એ. બીલ મુકવા કહ્યુ.
થોડા દિવસ પછી ફરીથી લક્ષમણ હનુમાનજી પાસે ગયા તો હનુમાનજી ખુશખુશાલ હતા અને લક્ષ્મણજીને જોતા જ કહ્યુ કે તેનુ ટી.એ. બીલ નીચે આપેલ નોટ સાથે પુરૂ પાસ થઈ ગયુ.
નોટ:-
શ્રી હનુમાનનુ ટી.એ. બીલ ફરીથી ચકાશતા માલુમ પડે છે કે
(1) લક્ષ્મણજીને આકસ્મીક ઈજાને લીધે તાત્કાલિક જડીબુટ્ટીની જરૂરીયાત ઉભી થતા ભગવાન રામની મૌખિક મંજુરીથી જડીબુટ્ટી લેવા ગયેલ હોવાથી આ કેશમાં રાજા ભરતની રજામંજુરીની જરૂરીયાત રહેતી નથી.
(2) લક્ષ્મણજીને આકસ્મીક ઈજાને લીધે તાત્કાલિક સારવારની જરૂર ઉભી થઈ હોવાથી હનુમાનજીને હવાઈ સફર કરવા દેવામાં આવે છે અને તેને આર્થિક બાબતના ખાતા દ્વારા મંજુરી આપવામાં આવે છે.
(3 ) હનુમાનજીએ આપેલ પત્રમાં જણાવેલ છે કે જો પોતે કોઈ ખોટી જડીબુટ્ટી લાવે તો વારંવાર આવવા જવાનુ થાય જે બચાવા માટે અને જડીબુટ્ટીની પડતર ઘટાડવા માટે પોતે આખો પર્વત જ લાવેલ છે જે ખુલાસો મંજુર રાખીને વધરાનો સામાનનો ખર્ચ પણ મંજુર રાખવામાં આવે છે અને તેને પાસ કરવામાં આવે છે.
 

કથા સાર:-
કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહી.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka