10 એવા કારણો કે જે તમને સારા અધિકારી બનતા રોકે છે 10 reasons you're not the boss


(1)તમે તેઓમાંના એક ભાગ નથી દેખાતા..........
તમને જાણીને અનુચિત અને ઉપરછલ્લુ લાગશે પણ તમારે નિશ્ચિત રૂપે માનવું કે “દેખાવ” નુ મહત્વ હોય છે. તમો કદાચ ઓફીશમાં ગણવેશ કે કાર્યાલયમાં કપડા પહેરવાની અચારસંહિતા(DRESS CODE)  ને બહુ મહત્વ આપતા હોય પણ લોકો તમને “કેવા સમજે છે” અને તમો તેને કામ કરવાની કેવી તક પુરી પાડના છો તેની ઉપર દેખાવનો ચોક્કશ અસર પડે છે.બીજા ને કહેતા પહેલા પોતે જાતે જ ગણવેશની અચારસંહિતાનું પાલન કરવાથી બીજા સહ કર્મી કે કર્મચારી જાતે જ તેનો અમલ કરશે.....
(2)જો તમો સમય પાલનમાં નથી માનતા.......
સંચાલક કે વ્યવસ્થાપકને પોતાના કામ પર જ નહી પણ બીજા લોકો જે તમારી હેઠળ કામ કરતા હોય તેના કામની પણ નોંધ રાખવી જોઈએ. જો  સંચાલક કે વ્યવસ્થાપક જ પોતાની યોજના અને પરિયોજનાઓ સમય પર પુરા ન કરી શકે તો, નોકરીદાતાનો  તમારી ઉપર વિશ્વાસ રહેતો નથી કે તમો આખી ટીમના કામનુ નિરીક્ષણ કરવાની કે તેની પાસેથી અપેક્ષીત કાર્ય લઈ શકવાની ક્ષમતા રાખો છો.ઓફીસમાં કામ કરવાનો સમય પણ નિશ્વિત હોવો જોઈએ,જેમકે જ્યારે તમારા તમામ કર્મચારી ઓફીશમાં કામ કરતા હોય ત્યારે તમો નકામાં કે બહુ જ અગત્યના ના હોય તેવા કામ માટે બહાર હોય અને જ્યારે દરેક કર્મચારી પોતાની ફરજ પુરી કરીને ઘરે જાવાની તૈયારી કરતા હોય ત્યારે તમો ઓફીશમાં આવો છો અને તમારૂ કામ કરવા લાગો છો તેની તમારા સહ કર્મીઓ તથા તમારા તાબા હેઠળના કર્મચારી પર ખરાબ અસર પડે છે.
(3)જો તમો કઠિન હુકમ કે આદેશ કે નિર્ણય લઈ શક્તા નથી
સંચાલક કે વ્યવસ્થાપકને જરૂર મુજબ કઠિન હુકમ કે આદેશ કરવો પડતો હોય છે. સંચાલક કે વ્યવસ્થાપકને કાર્યક્ષમતા કે ગુણવતાના માપદંડોના પાલન કરાવવા કે સમયપર કાર્ય પુરા કરાવાવા માટે કે ઉપલબ્ધ સંશાધનમાંથી સારામાં સારુ પરિણામ મેળવવા કઠિન કે અપ્રિય હુકમ કે આદેશ આપવા પડતા હોય છે. જો તમો આવા અપ્રિય કે કઠીન નિર્ણય કે આદેશ ન આપી શકો તો તમારી છાપ એક અનિણર્યત અને ડરપોક સંચાલક કે વ્યવસ્થાપકની પડે છે. અને આનાથી વિપરિત પણ જો તમો તમારી હેઠળ કાર્ય કરતા કર્મચારી કે સહકર્મચારી જોડે આક્રમણકારી કે સંઘર્ષાત્મક વલણ ઘરાવતા હોય તો તમો સંચાલક કે વ્યવસ્થાપકના પદને લાયક નથી એવું નૌકરીદાતા માનતા હોય છે.
(4)તમો કાર્યલયમાં ગપસપ કરો છો કે ચંડાળચોકડીના સભ્ય છો........
 સંચાલક કે વ્યવસ્થાપકનો ઉદ્દેશ્ય તટસ્થ કે નિષ્પક્ષ હોવો જોઈએ એટલુ જ નહી પણ તેની તટસ્થા કે નિષ્પક્ષતા તેના નિર્ણયમાં દેખાવી પણ જોઈએ. જો તમો તમારા કાર્યાલયમાં વ્યાવસાયિક સીમાઓ ઓળંગી ગયા હોય તો તમને ફરીથી સંચાલક કે વ્યવસ્થાપક તરીકે પ્રસ્થાપિત થાવામાં ઘણી મહેનત કરવી પડે છે. કાર્યાલયમાં ગપસપ કરનારામાં કે ચંડાળચોકડીના સભ્ય તરીકેની છાપ ઘરાવતા લોકોને નૌકરીદાતા સંચાલક કે વ્યવસ્થાપક તરીકે પંસંદ કરતા નથી. 
(5)તમને કોઈ કાર્યની અગ્રતાક્રમ નક્કી કરતાં નથી આવડતો...........
 સંચાલક કે વ્યવસ્થાપક પાસે અગણીત કે અનેક પ્રકારના પરિયોજનાઓ અને યોજનાઓ પર નિર્ણય કરવાના હોય છે. સંચાલક કે વ્યવસ્થાપકને નક્કી કરતા આવડવુ જોઈએ કે કઈ પરિયોજનાઓ અને યોજનાઓને અગ્રતાક્રમ આપવો અને કેટલા સમય અને સાધન-સંશોધનો ફાળવવા અને તે નક્કી કર્યા પછી કોઈપણ પ્રકારના વિક્ષેપોને ધ્યાનમાં લીધા શિવાય લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવુ.  જો કોઈ સંચાલક કે વ્યવસ્થાપક અગ્રતાક્રમ નક્કી કરવામાં મુશ્કેલીમાં પડે તો તે ગુણોત્તરમાં વધે છે અને પછી કામના બોજને લીધે તમારી કામ કરવાની ક્ષમતા પર અસર કરે છે.
તમો તમારી જાતને પુછોઃ- જો આ કાર્ય અત્યારે નથી કરવાનુ તો પછી ક્યારે કરવાનુ છે ?
આનો જવાબ તમને કાર્યની અગ્રતા ક્રમ નક્કિ કરવામાં મદદરૂપ થાશે
(6)તમે કામ કરવાને જ હકદાર છો
નાના કર્મચારીના અધિકારો જ માથાના દુખાવો સમાન હોય છે તો પછી મોટા કર્મચારી જેવા કે સંચાલક કે વ્યવસ્થાપકના અધિકારો તો નૌકરીદાતા માટે એથી પણ વધુ વધુ ગંભીર વિષય હોય છે…કોઈ નૌકરીદાતા એવુ ઈચ્છ્તો નથી હોતો કે તેના જ સંચાલક કે વ્યવસ્થાપક પોતાના વિભાગ માટે કર્મચારીઓની માંગણી કરે કે પોતાના વિભાગ માટે વધુ બજેટ માગે કે પોતાની જાતને અમુક તમુક નીતિઓ અને કાર્યપ્રણાલીઓ  કે પ્રક્રિયાઓમાંથી મુક્તિ માંગે જેથી કરીને આગળ પણ કોઈ માંગ કરે નહી.નૌકરીદાતા માટે તો ફ્ક્ત કામ જ કરે કાંઈ માંગે નહી તે ઉતમ સંચાલક કે વ્યવસ્થાપક ગણાય છે.
(7)તમે જ તમારા તમારા બોસને સારી રીતે નથી સંભાળી શક્તા...........
જેમ જેમ તમોને બઢતી મળતી જાય અને આગળ જાઓ તેમ તેમ તમારા પોતાના ઉપરી અધિકારીને સંભાળવાની આવડત મહત્વની બનતી જાય. જો તમો તમારા પોતાના ઉપરી અધિકારી સાથે સારા સંબધો નથી રાખી શક્તા,સારી રીતે સંવાદ સ્થાપિત નથી કરી શક્તા ,તેની અપેક્ષા પુરી નથી કરી શક્તા કે પછી તેને જે પ્રમાણે કામ કરાવું છે તે રીતે કામ નથી કરી શક્તા તો તે તમને આગળ વધતા અટકાવે છે. અને પ્રગતી અટકી જાય છે.ઘણી વખત તમારી સાચી વાત પણ ન સાંભળવામાં આવે  ત્યારે તમારે સમયની માંગ પ્રમાણે કામ લેતા આવડવુ જોઈએ.   
(8)તમો જ સતત ફરીયાદ જ કરતાં રહો છો.......
કોઈ પણ સંસ્થાના સંચાલક કે વ્યવસ્થાપક એટલા પરિપકવ અને એવા દરેક દ્રષ્ટિકોણથી વિચાર કરનારા હોવા જોઈએ કે તે સંસ્થાની આજની નિતિ ભલે  હેરાન કે નકામી લાગે પણ વિશાળ પરિપ્રેક્ષ્યમાં અને દિર્ઘદ્રષ્ટિથી તે સંસ્થાના ફાયદાકારક જ છે. સંચાલક કે વ્યવસ્થાપકને એ નિર્ણય કરતા પણ આવડવો જોઈએ કે પોતાની વ્યવસાયિક ચિંતાઓ કે સુજાવ ફક્ત યોગ્ય અધિકારી અને સંસ્થાની સાચી પ્રણાલી પ્રમાણે જ રજુ કરવી જોઈએ નહી કે જે સાંભળવા તૈયાર હોય તેની પાસે.
(9)તમો  તમારી નોકરીની ફરજો અદા કરો છો બીજુ કશું જ નહી....
સરેરાશ કામ તમારી નૈકરીની જરૂરીયાતો સંતોષવા માટે તો પુરતુ છે પણ તે તમારી બઢતી માટે પુરતુ નથી.સામાન્ય રીતે બઢતી તેને મળતી હોય છે જે ઓછામાં ઓછી ક્ષમતાની ઉપર અને પોતાની ક્ષમતાની બહાર જાય છે અને તે હમેંશા એવા રસ્તા શોધી કાઢે છે કે જેનાથી તેની ક્ષમતામાં સતત સુધારો આવે...
(10)તમો તમારી સિદ્ધિઓની કે ઉપલબ્ધીઓ દૃશ્યમાન કે દૃષ્ટિગોચર થાય તેવી નથી કરતા કે તેવી રીતે નથી રાખતા....
તમો કોઈ કામ અતિ ઉત્તમરીતે કર્યુ હોય કે તમો તમારો લક્ષ્ય બીજાઓ કરતા વહેલા અને કાર્યક્ષમરીતે પુરો કર્યો હોય કે ખુબ જ અઘરૂ ગણાતુ કામ તમોએ આસાનીથી પુરૂ કર્યુ હોય પણ જો તમારી આ આવડત  ઉપરી સંચાલક કે વ્યવસ્થાપક જાણતા જ ન હોય તો તમને તેનો લાભ મળતો નથી અથવા તેને કોઈ પોતાની સિધ્ધિ બતાવીને તેનો લાભ લઈ જાય છે. આથી તમારી સિધ્ધિ સંચાલક કે વ્યવસ્થાપકને યોગ્ય રીતે જાણ થાય તેવુ કરવામાં કોઈ રીતે શરમાવાનુ નહી. 
(11) સત્ય હકીગતનો સામનો કરો.........
જ્યારે કોઈ વાતનો તમને ઉકેલ ન આવડતો હોય અથવા તમને તમારા ઉપરી સંચાલક કે વ્યવસ્થાપકે અવાસ્તવિક લક્ષાંક આપેલ હોય અને તેને પુરો કરવો શક્ય નહોય કે બિજા તમને સહકાર ન આપતા હોય તેવા લોકો જોડે કામ પાર પાડવાનુ કે તમો તમારા નિચે કામ કરતા દરેક સહકર્મી કે કર્મચારીમાં લક્ષાકને વહેચી દેવાથી કે સહકાર ન આપતા હોય તેવા જોડે  બિનવ્યવસાયિક ભાષા કે આચરણ કે વર્તન કે પછી ઘમકીની ભાષા બોલવાથી અને તેની ફરીયાદ થવાથી પણ નૌકરીદાતા નારાજ થાતા હોય છે.આવા સમયમાં તમારી પોતાની સુઝબુઝથી અને ધીરજપુર્વક અને આયોજનબધ્ધ રીતે કામ લેવુ જોઈએ અને આવી પરિસ્થિતિમાં ખાસ રીતરસમ અપનાવી તેની ગંભીરતા સમજવી જોઈએ.........તો  કાર્ય અવસ્ય સફળ થાય છે.

નોટ: આ બધાં નિયમ યોગ્ય રીતે અનુંસરવાથી પણ બઢતી ન મળે તો સમજવું કે તમારી       સંસ્થામાં કઈક ખોટુ છે જેના માટે આ લેખ જવાબદાર નથી.

Comments

  1. ખુબ સરસ લેખ આપવા બદલ ધન્યવાદ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka