7 Destructive Thinking Habbits OR સાત વિનાશકારી વિચારવાની ટેવો જે આપણને સુખિ જીવન જીવતા અટકાવી શકે છે.

દુનિયા જે આપણે બનાવેલ છે તે આપણા વિચારોની ઉપજ છે, આપણા વિચારો બદલાવ્યા વગર આપણે તેને બદલાવી શકીયે.

                                           - આલ્બર્ટ આઈન્સટાઈન


આપણા વિચારો અને મગજ ખરેખર બહુજ શક્તિશાળી છે.કોઈ બદલાવ કે હકારાત્મક બદલાવ આખી દુનિયા કે પોતાનુ જીવન બદલાવી શકે છે.પણ બીજી બાજુ જો જુની વિચારધારા અને નકારત્મક વિચાર આપણને અપંગ કે લકવાગ્રસ્ત બનાવી દે છે. આપણે જીંદગીમાં હકારાત્મક અને સર્જનાત્મકવિચારો કે સુખી જીવન તરફ આગળ વધવાની જગ્યાએ એક જગ્યાએ અટકી જઈએ છીએ.

આજે આપણે એવી સાત સામાન્ય વિનાશકારી વિચારોની આદત કે જે જીવન જીવવાની રીત જોઈશુ જે જીવન જીવવાની રીત બદલી શકે છે.

(1)  આપણે હમેંશા કોઈપણ વસ્તુની સાચી કે ખોટી બે બાજુ વિચારી છીએ.

આપણે જીંદગીને જેવી છે તેવી જેવી કે થોડી અવ્યવસ્થીત અથવા થોડા અપવાદો  સાથેની જીંદગીને બદલે દરેક માણસ હમેંશા તેની સારી કે ખરાબ અને  નિયમોમાં બંધાયેલી  જોવા ટેવાયેલો હોય છે. હુ હમેંશા સાચો હોય છુ અને તે હમેંશા ખોટો હોય છે.” સારૂ છે અને તે ખરાબ છે.” દરેક વસ્તુની બે બાજુ જોવાની સારી કે ખરાબ અને તેમાં કદી અપવાદ હોય શકે તેવુ માનવાથી સમય જતાં આપણી જીવનમાં જિદ્દીપણુ આવી જાયછે. પણ હકીગતમાં જીવનમાં દરેક વખતે અપવાદ હોય છે અને તેમાં સારા અને ખરાબની વચ્ચેની અવસ્થા પણ હોય છે. તથા સાચુ કે ખોટાની વચ્ચેની અવસ્થા પણ હોય છે જે ને આપણેઅર્ધસત્યકહીએ છીએ.બન્નેમાંથી સંપુર્ણ સાચ્ચુ કે સંપુર્ણ ખોટુ કોઈ હોય તેવુ પણ બને. દિવસ કે રાત પણ હોય, પણ જેને આપણેસાંજકહીએ છી તે તો શક્ય છે ને. ફક્ત બે બાજુ જોવાની ટેવથી આપણે આપણા મગજ અને આપણી જીંદગીમાં ઘણા અવરોધો ઉભા કરીએ છીએ જે સમય જતાં જરૂર કરતાં વધુ દુઃખ, યાતના ઉભી કરે છે.

ઉકેલ :- આપણે શુ કરી શકીએ:-

A ત્રીજી બાજુ વિચારવાની તૈયારી રાખો:-

કોઈપણ વસ્તુ, ઘટના કે માણસની બીજી બાજુ સમજવાની કે સાંભળવાની ટેવ પાડવી જોઈએ.આપણા વિચાર કે દ્ર્સ્ટિબિંદુને વળગી રહેવુ તે બહુ સરળ છે પણ સામા માણસનુ વિચાર કે દ્રસ્ટિબિંદુ જાણવાથી કે તેને સમજવાની કોશીશ કરવાથી આપણને આપણી પોતાની જાતને કે સામાં વ્યક્તિને ઓળખવમાં બહુ શક્તિશાળી અંતઃદૃષ્ટિ કે ઊંડી સમજ મળે છે જેથી કોઈ બાબતનો વધુ સારો ઉકેલ મળશે. જે જીવનમાં કર્કશતા કે કટુતા અને નકારાત્મક લાગણીઓ ઘટાડે છે તેથી બન્ને પક્ષ આવા ઉકેલથી સંતોષની લાગણી અનુભવે છે.

B ધ્યાન રાખો:-

જીંદગીમાં કોઈ પણ અન્ય ટેવની જેમ પુરા દિવસ દરમ્યાન સતર્ક રહેવાનુ અને ધ્યાન આપવાથી ઉપર આપેલ કોઈપણ વસ્તુની સાચી કે ખોટી બે બાજુ વિચારવાની ટેવ શોધવામાં અને આવા વિચારોના તાર(ઘટ્નાક્રમ)ને ઘટાડવામાં અને આપણે જેની ઉપર ધ્યાન આપવાનુ છે તેની ઉપર ખરેખર ધ્યાન આપી શકીએ છીએ

C હમેશા અપવાદ શોધવાનુ શિખવુ:-

જો આપણે એવો વિચાર આવે કે આપણો કોઈ દોસ્ત ખરેખર આપણી જરૂરીયાતના સમયમાં કામ નથી આવ્યો તો તેને જ મનમાં રાખીને વિચારોની હારમાળા સર્જતા આપણે ગુસ્સોનો ભોગ બનીએ છીએ. કે આપણો  બોસ હમેંશા આપણને  જ વધુ કામની જવાબદારી આપતા હોય તો સતત બિજા સાથે સરખમણી કરવાથી અને બોસને મનમાં ને મનમાં ખિજાવાથી આપણા મગજનો કાબુ આપણો ગુસ્સો લઈ લે છે જેથી સાચ્ચુ કારણ આપણને જાણવા મળતુ નથી.

પણ તેની જગ્યાએ થોડી સેકંડ શાંત થઈ જવાનુ અને પછી આપણે આપણી જાતને જ સવાલ કરવાનો કે આમાં અપવાદરૂપ શુ છે ? આમાં આપણુ કઈક સારૂ જ થવાનુ છે .

વિચારો કે આપણો મિત્રને બિજુ “અતિ જરૂરી” એવુ કામ આવી ગયુ હશે.તે ખરેખર આવી જ ન શકે તેવી “કોઈ પરિસ્થિતિ” ઉભી થઈ હશે કે આપણા જ કામ નો કોઈ વધુ સારા ઉકેલ માટે ગયો હશે.તથા આપણો બોસ એવું વિચારે છે આ કામ આપણા શિવાય બિજા કરી શકે તેમ છે જ નહી કે હવે તમને બઢતિ મળવાની છે અને તે તેના માટેની આપણને પહેલાથી જ તાલીમ આપે છે.

(2) આપણને હમેંશા સમસ્યાઓ છે તેવુ દેખાવું .

આ પરિસ્થિતિ જ વિચિત્ર છે.આપણને કોઈ સમસ્યા નહોય છતાં પણ આપણને જાણે કોઈ મોટી સમસ્યાએ ઘેરી લીધા હોય તેવા દેખાતા હોઈએ છીએ. આપણી વિચારાવાની જુની માનસિકતાને વળગી રહેવાથી આવુ થાય છે. આપણે દરેક બાબતને નકારાત્મક રીતે જોવાની અને દરેક બાબત અથવા વાત કે વિચારમાં આપણી સમસ્યા જોવાથી આપણા મગજને આવી  ટેવ પડી જાય છે. જ્યાં ખરેખર કોઈ સમસ્યા હોય છતાં પણ તેવી વાતોમાં આપણી સમસ્યા જોવાથી તેની અસર આપણા હકારાત્મક કે સર્જનાત્મક વિચારો પર અવળી અસર થાય છે તેથી કામ કરવાની શક્તિ ઘટે છે.

ઉકેલ:- આપણે શુ કરી શકીએ:-

A આપણે દરરોજ શાંત ચિતે વિચાર કરવો જોઈએ કે જેને આપણે સૌથી મોટી સમસ્યા ગણીએ છીએ એ વાસ્તવિકતામાં સમસ્યા છે ?

B દરરોજ દિવસમાં વિચારતા રહેવુ કે મારે કોઈપણ સમસ્યા છે જ નહી.અથવા ઘરમાં મોટા અક્ષરે લખી રાખવુ કે “મારે કોઈ પણ સમસ્યા છે જ નહી.”

C જીવનમાં કોઈ નાનીમોટી સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે વિચારવાનુ કે “એની તો મને પરવા જ નથી” તો તમને તે સમસ્યા લાગશે જ નહી અને તેના ઉકેલ પણ તરત દેખાશે.

D વ્યક્તિત્વ વિકાશ (personal development) ના વધુ પડતા વિચાર કરવાથી અને તેની પર કામ કરવાથી આપણે એવા ટેવાઈ જઈએ છીએ કે આપણુ મન કે મગજ જ્યારે કોઈપણ સમસ્યા હોતી નથી ત્યારે પણ તે કોઈ એવી સમસ્યા ગોતવા લાગે છે કે જેનો ઉકેલ તે શોધી શકે. વ્યક્તિત્વ વિકાશ પણ એક અદભુત કામ છે.તેની વિશે વાંચો અને વિચારો અને તેની ઉપર કામ પણ કરો પણ એક હદ સુધી, મર્યાદામાં રહીને. નહીતર એક સમસ્યા ઉભી કરે છે.

(3) આપણે હમેંશા આરામદાયક ક્ષેત્રમાં જીવવા માટે ટેવાઈ જઈ છીએ.

જો આપણે હમેંશા સલામત કે સુરક્ષિત રહેવા માટે વિચારતાં રહીએ અને જ્યાં

સલામતીની કે સુરક્ષાની ખાત્રીની લાગણી અનુભવી એવા વિચાર કે કામ કર્તા રહીએ તો આપણામાં જીવનમાં હકારાત્મક કે નવા સર્જનાત્મક ફેરફારનો કોઈ અવકાશ રહેતો નથી કે શક્ય નથી. આપણા મન કે મગજને અજ્ઞાત કે અજાણ્યા બદલાવ કે વિચાર અસુવિધાજનક અને ડરામણા લાગે છે. કારણ કે તે હમેંશા આપણુ અસ્તિત્વ સ્થિર અને જેમ છે તેમ બની રહે તેવુ ઈચ્છે છે.

ઉકેલ :- આપણે શુ કરી શકીએ:-

A નાના પગલાઓ ભરીએ:-

આપણને આપણા સલામત ક્ષેત્ર(Comfort zone) કે આરામદાયાક ક્ષેત્રમાંથી બહાર નિકળવામાં આપણને ડર લાગે છે અથવા આવા ડરનો સામનો કરવાના વિચારથી આપણી તેવી હીંમત કરી શક્તા નથી.પણ નાના ડરનો સામનો કરવાથી આપણી હીંમત વધે છે અને તેથી આપણે સલામત ક્ષેત્રની બહાર થોડુ જોખમ લેવા માટે પ્રોત્સાહન મળે છે. વળી નાની નાની સફળતા પણ આપણને વધુ આગળ વધવાની પ્રેરણા આપે છે. આરામદાયાક ક્ષેત્રમાંથી બહાર નિકળવાનાં નાના-નાના પગલા આપણો અસલમાતીની ભાવના અને ડર કે બીક દુર કરે છે.

B  હકારાત્મક કે સફળતાથી ભરેલ ભુતકાલ તરફ ધ્યાન કેન્દ્રિત કરો

આપણુ મગજ કે મન  અને લાગણીથી ભલે એવુ લાગતુ હોય કે  આપણા આરામદાયાક ક્ષેત્રમાંથી બહાર આવવાનુ કામ અઘરૂ છે પણ એક વખત તે તરફ કદમ ઉપાડ્યા પછી એ કામ એકદમ નાનુ સહેલુ અને આપણને મજા આવવા લાગશે. આપણે એવી ઘટના કે સમય કે બાબતને  યાદ કરવાની કે જ્યારે આપણે આપણા આરામદાયાક ક્ષેત્રમાંથી બહાર નિકળીને કોઈ કામ કર્યુ હોય અને તેમાં આપણને સફળતા મળી હોય. તમે કોઈ જોખમ લીધુ હોય અને તેમાં સફળતા મળી હોય તેવી કોઈ યાદને તાજી કરો કે તે કેવો આનંદદાયક અને ઉત્સાહપ્રેરક અનુભવ હતો. કોઈ એવુ કામ કે જે બધા વિચારતા હતા કે આપણે કરી જ શકીએ નહી તે કામ બહુ જ સારી રીતે કરી બતાવ્યુ હતુ.

(4)  આપણે એવુ વિચારતા હોય છીએ કે જે અત્યારે અનુભવી છીએ તેવુ જ હમેંશા રહેશે

એક આપણી એવી ટેવ હોય છીએ કે આપણે હમેંશા એવુ વિચારતા થઈ જઈ છીએ કે અત્યારે કોઈ ઘટના કે વસ્તુ કે અન્ય વિશે જે આપણે અનુભવી રહ્યા છીએ તે જ કાયમી કે ભવીશ્યમાં પણ રહેવાનુ છે. પરંતુ એ શક્ય હોતુ નથી. આપણે 15 મિનિટ કે કલાક પછી પણ શુ અનુભવવાનુ છે કે આપણી સાથે શુ બનવાનુ છે તેની ખબર હોતી નથી.. આપણે અત્યારે જેવી કોઈ લાગણીને ઓળખી કે અનુભવીએ તુરંત આપણુ મન આપણને મુર્ખ બનાવે છે. જે આપણને કાંઈ નવુ  કરતાં અટકાવે છે.

ઉકેલ:- આપણે શુ કરી શકીએ:-

A આપણે હમેંશા શિસ્ત પાલન કરવાનુ અને  શિસ્ત પાલન કરવાના આગ્રહને મજબૂત બનાવવું જોઈએ

આપણે કોઈ વ્રત લઈએ અને ક્યારેક આપણુ ઈચ્છા થઈ કે આજે બહુ કામ કર્યુ તેથી તે વ્રત નહી પડાય તો ચાલશે તો આપણું મન તુરંત તે વાત પકડી ને કહેશે હા આજે તે વ્રતમાં રજા આપણે હવે તો રોજ વ્રત પાળીએ છીએ ને.એક દિવસ વ્રત નહી પડય તો ચાલે ને....

ઉદાહરણ :આપણે દરરોજ સાંજે પ્રાર્થના કરવાનુ નક્કી કરેલ હોય અને ત્રણ કે ચાર દિવસ પછી આળશ થઈ કે ચાલો આજે નથી કરવી કારણ કે ટેલીવિજન પર સારૂ ફીલ્મ ચાલે છે તો આપણુ મન તેને ફટ દઈને પકડી લેશે અને તુરંત કહેશે હા વળી રોજ તો પ્રાર્થના કરી છીએ ને અને એક દિવસ કરો તો તેમાં શુ બગડી જાય.કાલે તો વળી કરવાના છીએ.”. આવુ વિચારીને ફરી પાછા આપણે ફીલ્મ જોવા લાગી જઈએ છીએ.

પણ આની સામે આપણે  “આપણી જાતને મજબુત રીતે કહેવુ જોઈએ કે નહી ભલે એક દિવસ પ્રાર્થના કરીએ તો કાંઈ બગડી જાય અને ભલે આવતી કાલે પ્રાર્થના કરવાના હોય અને ગમે તેવુ ફિલ્મ ચાલતુ હોય પણ મારો નિયમ છે કે દરરોજ એક સમયે પ્રાર્થના કરવી એટલે અત્યારે પ્રાર્થના સમય હોવાથી પ્રાર્થના તો કરીશ .” આપણે ટેલીવિજન જોવાનુ છોડીને પ્રાર્થના કરવા લાગવુ જોઈએ.

એક વાર પ્રાર્થના શરૂ કરીશુ પછી આપને પ્રાર્થનામાં મજા આવશે અને પુરી કરીશુ પછી એવુ લાગશે કે સારૂ થયુ આપણે પ્રાર્થના છોડી.    

B આપણે એ વાતથી પરિચિત હોવા જોઈએ કે આપણુ મન હમેંશા એવુ ઈચ્છતુ હોય છે કે જે આપણે જાણતા હોઈએ તેવું કામ કરવા જેવુ છે.

આપણુ મન હમેંશા જીવનનાં દૈનિક કાર્યમાં સરળ કામ પસંદ કરે છે. જે કાર્ય કે વિકલ્પ અઘરો લાગે તે છોડી દે છે અને સરળ વિકલ્પ પસંદ કરે છે. મન એવુ વિચારે કરે છે કે અત્યારે જે અનુભવીએ છીએ તે વાસ્તવિકતા છે. ભાવનાત્મક સ્થિતિઓ કે  લાગણીશીલ સ્થિતિઓ ક્ષણિક હોવ છે અને તેને આપણે થોડી સેકંડ કે મીનીટો કે કલાકમાં માં બદલી શક્તા હોય છીએ.ઉપર આપેલ પ્રાર્થનાના ઉદાહરણ પ્રમાણે...........

(5)  આપણે એવુ વિચારીએ છીએ કે આપણને આ બધું તો આવડે છે

જો આપણને પહેલેથી જ કશુંક આવડતુ હોય તો આપણુ મન તેને ફરીથી શિખવા માટે તૈયાર હોતુ નથી. આપણને કોઈક કાંઈ પણ કહે તો તુરંત આપણુ મન તેને એવી રીતે ગોઠવી દે છે કે જે આપણે એવુ વિચારતા હોઈએ છીએ કે આતો આપણને આવડે છે. આપણે તેને સાંભળી અને શિખિ શકીએ છીએ કે જે ને આપણે સાંભળવા કે શિખવા ઈચ્છતા હોઈએ છીએ.    

ઉકેલ:- આપણે શુ કરી શકીએ:-

જ્યારે પણ આપણે કાંઈક નવુ  શિખવાની ઈચ્છા થાય ત્યારે યાદ રાખવા જેવી નાનકડી શિખ એ છે કે આપણને જેટલુ એવું વિચારીએ છીએ કે આ તો આવડે છે તેની જેટલી થાય તેટલી તેની અવગણના કરો. આપણા મનને જેટલુ  ખુલ્લું રાખી શકીએ તેટલુ ખુલ્લું રાખો. મનને ખુલ્લુ રાખવાથી આપણી ગ્રહણ શક્તિમાં વધારો થાય છે અને મહત્વની કડી કે સામગ્રીને કે મુદ્દાઓની અવગણનાથી બચી શકીએ છીએ.

આવા સમયે આપણુ અભિમાન અવશ્ય વચ્ચે આવશે અને આપણને વિચારોમાં નાખશે કે જે આપણને આવડે છે તેને ફરીથી શિખવાની શુ જરૂર છે આમ આપણુ અભિમાનને મજબુત કરશે. પણ આવા ઘમંડી અંતરાત્માના અવાજથી સાવચેત રહેવુ.  

(6) આપણે ઇર્ષ્યાને લીધે અટકી જઈ છીએ અને તે આપણી જીવન ઝેર જેવુ બનાવી નાખે છે.

ઇર્ષ્યા એ એક નાનકડી શયતાન છે જે આપણા પર સવાર થાય ત્યારે તે હળવે રહીને કાનમાં કહે છે, આપણા આત્મા પર ગુસ્સામાં દાંત કચકચાવવે છે અને આપણુ જીવન યાતનાઓ અને નકારાત્મકતાથી ભરી દે છે. ઇર્ષ્યા કંઈક એવુ કરે છે કે આપણને બળતરા કરાવશે અને સમય સમયે ધ્યાન બીજે હટાવશે કે ગભરાવશે.

ઉકેલ:- આપણે શુ કરી શકીએ:-

A જ્યારે સરખમણી કરવાની થાય ત્યારે આપણે પર જ ધ્યાન કેન્દ્રિત કરવુ

જ્યારે સરખમણી કરીએ છીએ કે આપણી પાસે શુ છે અને બીજાની પાસે શુ છે ત્યારે આપણે સ્વયં કંગાળ બની જઈ છીએ..જ્યારે આપણે બીજા કરતા સારી કાર ખરીદી છીએ કે આપણને આપણા મિત્ર કરતા વધુ સારી નૌકરી મળે છે ત્યારે તે આપણા અહંકારને પોષે છે ,આપણે થોડીવાર માટે સારા(બીજા કરતાં ઉંચા) દેખાઈએ છીએ. પણ આવી માનસિકતા અને હમેંશા સરખામણી પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવને લીધે આપણને હમેંશા એવા લોકો જ દેખાશે જેની પાસે આપણા કરતા વધુ છે અથવા આપણા કરતા સારી વસ્તુઓ છે. જ્યારે આવી માનસિકતા આપણામાં આવી જાશે ત્યારે આપણે બીજા પાસે સારી વસ્તુ કે ગાડી કે નૌકરી જોઈને દુઃખ થાશે.

વ્યવહારમાં એતો સર્વસામાન્ય ગણાતી વાસ્તવિક બાબત છે કે કોઈની ને કોઈની પાસે તો આપણા કરતા તો સારી ગાડી કે નૌકરી કે વસ્તુ હોવાની જ .તેથી આપણે આને તો કોઈ રીતેજીતીશકીએ નહી.જગતમાં જે  કંઈ સારૂ કે ઉંચામાં ઉંચુ કે મોંઘા માં મોંઘુ ટુકમાંસર્વોતમહોય તે આપણી પાસે હોય તે શક્ય નથી.એટલે જ્યારે આપણી પાસે બીજા કરતા કંઈ ચડીયાતુ હોય એટલી વાર આપણને સારૂ લાગે છે પણ જ્યારે આપણે બીજા પાસે આપણા કરતા કઈક સારૂ કે વધુ જોઈએ છીએ ત્યારે દુઃખ કે માઠુ લાગે છે.

આવી ઈર્ષામાંથી નિકળવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે આપણે સરખામણી આપણીજાત સાથે જ કરવી જોઈએ.આપણે હમેંશા એ જ જોવુ જોઈએ કે આપણે શુ પ્રગતી કરી અને આપણે શુ હાંસલ કર્યુ ? અત્યાર સુધીમાં આપણે જે કઈક કર્યુ હોય અને જે કઈ આપણી પાસે હોય તેની કદર કરવી જોઈએ. આપણે જીવનમાં કેટલે સુધી આગળ આવ્યા અને હવે પછીનું આપણુ  આયોજન શુ છે ?
હવે પછી આપણે કદી મારી પાસે  શુ છે અને બીજા પાસે શુ છે તેવુ સરખામણી કરવાની અને તેનાથી થતી ઈર્ષા માંથી મુકત હોવાથી આપણે હકારાત્મક અને ભાવનાત્મક રીતે સ્થાયી બનીશુ.
B આપણી પાસે જે  છે તેના માટે આભાર માનો.

ઈર્ષાને ઓછામાં ઓછી કરવામાં, આપણને આપણી સાથે જ  સરખવાની ઉપરાંત કૃતજ્ઞતાનો સ્વાધ્યાય પણ મદદરૂપ થાય છે.આથી જ આખા દિવસમાં બે મિનિટનો સમય ફાળવો અને જે તમારી પાસે છે તેના માટે આભારની લાગણી વ્યક્ત કરો. દરરોજ સવારમાં જે તમારી પાસે છે તેનુ એક લિસ્ટ બનાવો કે પછી તેને મનો મન યાદ કરો અને તેના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરો.

C દરરોજ નવુ જીવન જીવો:

જો આપણી પાસે બીજુ કાઈ કરવા જેવુ નહી હોય અને ફાલતુમાં બેઠા હોઈશુ તો આપણે ફસાઈ ગયાની લાગણી થશે અને નબળા કે નકારાત્મક વિચારોની હારમાળા ચાલુ થશે જે આપણને નબળા વિચારોના ચક્રવૃહમાં ફસાવશે. ફક્ત આપણી જીવનને દરરોજ આનંદદાયક પ્રવૃતિમાં કે સારા માણસોની સંગતમાં કે સારી વસ્તુઓમાં પરોવી દો જેથી તમને કોઈની ઈર્ષા કરવાનો સમય જ ન મળે.

નવુ જીવન જીવવાનો બિજો ફાયદો એ છે કે આપણે વધુ હળવા અને નાની નાની વાતોની પ્રતિક્રિયાથી ઓછા સંવેદનશીલ બનીએ છીએ. આપણા જીવનનુ પૃથ્થકરણ કરવા માટે ઓછો સમય ફાળવવો. અને જીવન જીવો અને જીવનમાં હમેશાં તમને ગમે તેવુ નવું નવું  જીવનને જીવવા માટેના હેતુ શોધખોળ કરતાં રહેવુ.

(એટ્લા માટે જ ભક્તિ કે મંદિરે જાવુ કે આપણા શાસ્ત્રો વાંચવાનુ આપણા વડવાઓએ ઘડપણમાં રાખ્યુ છે જેથી આપણે નવરા હોય ત્યારે બિજા નકારાત્મક કે આપણુ કે બીજાના જીવનના પૃથ્થકરણ કરવા ન લાગીએ અને ભુલો જ શોધવાનુ કામ ન કરીએ)

(7) આપણે વધુ પડતુ તો નથી વિચારતા ને ?

આપણે ક્યારેક શાંતિથી વિચારવુ જોઈએ કે આપણે દરેક ઘટ્ના કે વસ્તુ કે વાત પ્રત્યે વધુ પડતુ તો નથી વિચારતાને ? મને પણ એવી ટેવ પડી ગઈતી કે દરેક વાતને બહુ જ બારીકાઈથી જોવાની અને ખુબ જ વિચારવાની જેને લીધે મારી નિર્ણય કરવાની ઝડપ ઘટી ગઈતી.વધુ પડતુ વિચારવાની ટેવ પડી જાય તો નાની નાની બાબતો પર આપણે એટ્લો વિચાર કરીએ છીએ કે તે જ નાની બાબાત આપણને વધુ મોટી અને ડરામણી બનાવી દઈએ છીએ.સામાન્ય રીતે વધુ પરતો વિચાર કરવાની ટેવ આપણને નકારાત્મક  બાજુ જ જોવાની ટેવ પણ પાડી દે છે.

હુ મારી પોતાના માટે વધુ પડતુ વિચાર કરવાનુ ઘણાઅશેં છોડી દીધુ છે.તે સમય લે છે.પણ આપણે તો આપણા મન સાથે જ રહેવાનુ હોવાથી  આપણે એ રીતે કામ કરવુ જોઈએ કે વિચારો અને મન બન્ને સાથે વધુ સારા સંબંધો રહે.

ઉકેલ:-આપણે શુ કરી શકીએ:-

A “અભ્યાસ જ માનવને પરિપૂર્ણ બનાવે છે” સતત કોઈપણ બાબતને જરૂર હોય એટલુ જ મહત્વ આપો. વ્યક્તિત્વ વિકાશની સારી બુક વાંચો અને વધુ ભાર દરેક બાબતોની અગત્યતા તેની મહત્વતા થોડી વારમાં નક્કી કરવાની ટેવ પાડો.આપણા  વિચારો આપણી ઉપર હાવી થઈ જાય તેની પહેલા આપણે તેની ઉપર કાબુ કરી લેવો જોઈએ.”આ દુનિયા ,સુર્ય, ચંદ્ર અને તારા પણ નાશવંત છે” તેવુ વિચારીને ભવિશ્યને બદલે વર્તમાન માં  જીવવાની ટેવ પાડો અને વર્તમાનમાં જે કાઈ તમારી પાસે છે તેનો આનંદ ઉઠાવો. જ્યારે કોઈ બાબત આપણી ઉપર હાવી કે સવાર થાવા લાગે તો એક મિનિટ માટે થોભો એક જગ્યા શોધીને બેસી જાવ અને બે મિનિટ માટે આપણી આંખો બંધ કરીને  ઉંડો સ્વાશ લો જે આપણા પેટ સુધી જાવો જોઈએ અને તે સ્વાશ સાથે જે હવા આવન-જાવન કરે છે તેના પર ધ્યાન આપો અને તેને અનુસરો........આમ કરવાથી આપણુ મન શાંત થાઈ જશે અને ફરીથી આપણને વર્તમાન ઘડીમાં લાવી દેશે અને જે બાબત તમારી પર હાવી થવાની કોશીશ કરતી હશે તેને પાછી ધકેલી દેશે.

B દરેક બાબતનો નિર્ણય લેવાનો સમય સુનિયોજિત કરો.

વધુ પડતુ વિચારવાની ટેવ ન પડે એટલા માટે બીજો રસ્તો એ છે કે દરેક બાબત પર નિર્ણય લેવા માટેનો સમાયગાળો ટુકો રાખો અને કે નિર્ણય લેવાનો હોય તે વર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને  લઈ લો.મનમાં નક્કી કરો કે આને માટે હુ 30 મિનિટ લઈશ અને પછી 30 મિનિટમાં નિર્ણય લઈ લો.

આપણે કોઈ પણ બાબત પર ગમે તેટલુ વિચારીને લીધો હશે પણ જો કોઈ પરીબળ જે આપણા નિયંત્રણમાં નથી તેનો અયોગ્ય જ સાબીત કરવો હશે તો તેને અયોગ્ય જ સાબીત કરશે. બીજુ જે નિર્ણય કોઈ બાબાત પ્રત્યે આજે સાચો છે તે સમય જતા ખોટો પણ બની શકે માટે જ વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈને થોડુ વિચારીને દ્ર્ઢ નિર્ણય લઈ લેવાથી  આપણે એકનીએક વાત પર વિચાર કરવાથી બચી શકીએ છીએ. 


નોટ: આ લેખ વાંચવાની સાચી મજા લેવી હોય તો તેની પ્રિંટ કાઠવી અને પછી વાચો.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka