કાર્યાલયના રાજકારણમાં કેમ જીતવુ HOW TO WIN OFFICE POLITICS ભાગ 1( PART 1)

જીતવા માટે જરૂરી છે..... 
થોડા અઠવાડીયે ના અતરે થોડા પૈસા જે સહકર્મચારીને જમવા કે પાર્ટી આપવા અને તેની સાથેના સંબધ મજબુત બનાવા તમને કાર્યાલયમાં જેની સાથેનો સંબંધ કિંમતી કે અગત્યનો લાગે તેની સાથે અઠવાડીયામાં એક કલાક ચા,કોફી કે નાસ્તા માટે કશી તૈયારી વિના તત્કાલ ગપ્પા મારવા માટે કે તેમને મદદ કરવા તૈયાર રહેવુ

કાર્ય યોજના:-આપણને ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે શુ પરિપૂર્ણ કરવાના છીએ અને પછીની યોજના શુ છે જેથી કરીને આપણે જે કામ કરીએ છીએ તેને અને જે ખોટું ગઠબંધન ઊભું કરવાના છીએ તેને સાંકળી શકીએ અને આપણો મતલબ શાધિ શકીએ.

સાથીઓ:- સહકર્મચારીમાંથી એવા માણસોને શોધો જે તમારો વિચારો શાંભળે અને તમારી મહત્વાકાંક્ષાને ટેકો આપે.જે તમને મદદ કરવાની ક્ષમતા રાખતા માણસોમાં કાંતો તમારા સાથીદારો હશે અથવા સહાયક સ્ટાફ હશે.

છેતરામણી વાતો:- તમારા સાથીઓ પાસેથી મદદ માંગો તે પહેલા તમારે તેને ખરેખરા દિલથી ટેકો આપવો જોઈએ. તેને જોઈતી આવડત ,અંદરની વાતો કે માહીતી કે જે ખરેખર તેમને માટે  ઉપયોગી કે કીમતી હોય તે આપવી જોઈએ.....

જાડી ચામડી:- લોકો પોતાનો લક્ષ શિધ્ધ કરવા માટે તમારા લક્ષની પ્રાપ્તિમાં બાધા રૂપ બનશે પણ તેને અંગત રીતે કે વ્યક્તિગત નહી લેવાનો. તે પોતાની જાતને બચાવાની કોશીશ કરે છે. 

પ્રથમ ચરણ :-
તમો જ ગોતી કાઠો કે તમો જો કાર્યાલય રાજકારણ રમવા માંગતા હોય તો શા માટે? 
જીવનમાં જે સૌથી અગત્યનુ છે તેના પર જ આપણુ કામ કેન્દ્રિત

કાર્યાલય રાજકારણને હમેંશા ખરાબ દ્રષ્ટિથી જ જોવામાં આવે છે કારણ કે જે લોકો કાર્યાલય રાજકારણ રમે છે તે મોટાભાગે ખોટા કારણથી જ આમાં ભાગ લે છે.તેને અહમ અને ફક્ત કરવા ખાતર જ હરીફાઈ કરતાં હોય છે.પણ જે લોકો સફળતા પુર્વક આગળ વધી ચુક્યા છે તે પણ રાજકારણના પ્રચાલક હોય છે પણ તે સારી રીતે રાજકારણ રમે છે. જે આ રમત રમે છે તે પહેલા પોતાનો કારકિર્દી કે વ્યવશાય કે નૌકરીની જગ્યા નો પુરો પ્લાન બનાવે છે અને તેની સાથે જ કાર્યાલયના રાજકારણને જોડે છે.રાજકારણ એ તો તમારી કારકિર્દીમાં માર્ગનિર્દેશન છે નહી કે ચાલક(ડ્રાઈવર).

તમો તમારી સૌથી અગત્યની પાંચ પ્રાથમિકતા લખો. જેમાં

(1) તમારો વિભાગ બદલાવવો

(2) વધુ પૈસા બનાવવા

(3) તમારી જવાબદારી ઓછી કરવી

(4) કે તમારી નિપુર્ણતા વાળા ક્ષેત્રમાં અજમાવવુ વગેરે વગેરે

છેલ્લા છ મહીનામાં એવી પાંચ બાબતો લખો કે જેના પર તમોએ સૌથી વધુ સમય અને સૌથી વધુ આ પાંચ બાબતો વિશે જ વિચાર કર્યો હોય.

આ બન્ને નો મેળ બેસે છે ? જો નહી તો તમો બિજા કોઈના લક્ષ્ય વિશે કામ કરો છો નહી કે તમારા પોતાના લક્ષ માટે.

તમારા લક્ષની પ્રાથમિકતા નક્કી કરો......

ઉદાહરણ તમારે બદલી સાથે બઢતિ (Promotion) મળે છે પણ તમો કોઈ અંગત કારણથી હાલ બદલી નથી ઈચ્છતા તો તમારી પ્રાથમિકતા બદલી થઈ પણ જો તમો બન્ને સાથે ઈચ્છો તો તે કદાચ શક્ય ન બને અને તમો બન્ને લક્ષ ચુકી જાઓ. માટે લક્ષની પ્રાથમિક્તા તમારે પોતાને જ નક્કિ કરવી જોઈએ.....

સૌથી સારો અને મોટો વિચાર........તમારે શુ જોઈએ છીએ તેની પ્રાપ્તિ કરવી.  આપણને એ વિચાર જ આકર્ષે છે કે આગળ વધવા માટે અતિ ખંતથી અને વધુ પડતુ કામ કરવુ અને આ ખંતથી વધારે પડતા કામને લીધે સન્માન અને બદલો કે પુરસ્કાર મળશે ,સાચુ ને ? આવી માન્યતા પર મદાર નહી રાખવાનો. આપણે એવી આશા ન રાખી શકીએ કે બીજા લોકો જાદુઇ રીતે જાણી લે કે આપણે ખંતથી કરેલ કામના બદલામાં શુ જોઈએ છીએ.આપણે આપણા લક્ષમાં હમેંશા નક્કી હોવુ જોઈએ અને તેની પામવા માટે તેની પાછલ પડવામાં નાનપ કે શરમ ન અનુભવવી જોઈએ.

જો તમારે બઢતિ જોઈતી હોય તો તમો જ ગોતી કાઢો કે બઢતિ કેવી રીતે મળે ?

તમારા ઉપલા અધિકારીને સિધા જ પુછી કાઠો કે મારે બઢતિ જોઈએ છીએ એના માટે તે તમારી પાસેથી કેવી અને કેટલી અપેક્ષા રાખે છે.તેની અપેક્ષા અને તમારા કામનો પછીના પત્રમાં જરૂરથી ઉલ્લેખ કરો જેથી દરેક બાબત સ્પષ્ટ થઈ જાય.

જો તમારે તમારો વિભાગ બદલવો હોઈ તો જે તે વિભાગના અધિકારીને મળીને તમારી વિચારસરણી કેવી છે તે બતાવો અને તે અધિકારી દ્વારા જ તમારી માંગ તમારા અત્યારના વિભાગીય વડા પાસે મોકલાવો.

જો કોઈ તમારા લક્ષની પ્રાપ્તિમાં બાધા રૂપ બનતા હોય કે વિઘ્નરૂપ બને તો તેનો પૂરા જોશથી સામનો કરો.

દ્વિતિય ચરણ......

ગાઢ સંબંધ બનાવવા:-

લક્ષની પ્રાપ્તિમાં મદદરૂપ થાય તેવા તમામ માણસ સાથે ગાઢ સંબંધ બનાવો......

સફળ રાજકારણની શરૂઆત સંબંધોથી થાય છે.સંબંધ ફક્ત તમારા ઉપરી અધિકારી કે તમારાથી વધારે પૈસા વાળા સાથે જ નહી પણ તમારા નિચે કામ કરતા કે તમારાથી ઓછા પૈસા વાળા જોડે પણ સંબંધ રાખવો. સહાયક કર્મીઓ કે સાથી કર્મચારીઓની સૌથી વધુ જરૂર તમારે જ છે કારણકે લક્ષ તમારૂ છે અને સહાયક કર્મીઓ કે સાથી કર્મચારીઓની પોતાની પાસે ઘણી અગત્યની માહીતી કે તેનુ પોતાનુ જોડાણ કે સંબંધોની જાળુ હોય છે જે તમારા લક્ષની પ્રાપ્તિ માટે ઉપયોગી બની શકે.

સંબંધો કેવી રીતે વિકશી શકે..........પારસ્પરિકતાથી.જો તમો કોઈને મદદ કરશો તો તુરંત તે વળતી મદદ કરવા હમેંશા તૈયાર થાશે. અને આનાથી ઉલટુ પણ સાચુ છે કે જો તમો કોઈનો રસ્તો રોકવાનો પ્રયત્ન કરશો તો સમય આવ્યે તે તમારો રસ્તો રોકશે. આવા સંબંધના વિકાશમાં અને તેને લીધે થતો ફાયદા મળવાની શરૂઆતમાં વર્ષો નોકળી જાય પણ

નીચે આપેલ કેટલીક તકનિક કામ લાગશે.......

(1) અટકાવ્યા વગર સાંભળો......

જ્યારે તમારા સાથી કર્મચારીને કે સહાયક કર્મચારીને એમ લાગે કે તે જે વિશે વાત કરે છે તે અગત્યની છે ત્યારે તેને અટકાવ્યા વગર અને શાંતીથી અને તેને લાગે કે તમને તેની વાતમાં રસ પડ્યો છે તે રીતે શાંભળો ભલે તે વાત તમારા માટે અગત્યની ન હોય. આ રીતે તમો તેની વાતને મહત્વ આપો છો તેવું લાગશે અને તે જ્યારે તમારો અભિપ્રાય પુછશે તેના માટેનો જવાબ તૈયાર કરવાનો તમને ટાઈમ મળશે.

(2) સાથી કર્મચારીને કે સહાયક કર્મચારીના અભિપ્રાયને સ્વીકારો ભલે તમો તેની સાથે સહમત ન હોય તો પણ..............

આમ કરવાથી તમો ફરી તેના પ્રત્યે આદર વ્યક્ત કરો છો.તમારે પોતાનો અભિપ્રાયને સાચો બતાવવા માટે વધારે સમજાવટ ભરેલી વાત રાખવી જોઈએ. જો તમો સાથી કર્મચારીને કે સહાયક કર્મચારીના અભિપ્રાયને સિધ્ધા જ નકારી નાખો તો તેને એવુ લાગશે કે તમો તેની વાતને નહી પણ સિધ્ધા જ તેને પોતાને નકારો છો જે તમારા માટે દુશ્મનાવટ ઉભી કરવાનુ કામ કરશે અને તમો અભિમાની દેખાશો.

(3)સાથી કર્મચારીને કે સહાયક કર્મચારીને તમારી નિપુણતા જેમાં હોય તેવી બાબતોમાં મદદ માટે હમેંશા તૈયાર રહો........

તમો જ્યારે કોઈની તરફદારી કે મદદ કરવા લાગો ત્યારે હમેંશા દિલથી અને દિમાગથી અને તેની ખરેખરી મદદ કે તરફદારી થાય તે રીતે કરો અને ત્યારે આ તરફદારીથી કે મદદથી તમને તેની બદલામાં શુ મળશે તેનો વિચાર ન કરો. ઉદાહરણ તરીકે નવા કર્મચારીને તમારી કંપનીના અધિકારીને કઈ વાત કરવાથી નારાજ થાય છે તે કહો.

(4) પ્રશ્ન પુછો...........

પ્રશ્ન પુછવાથી વાતની શરૂઆત થાય છે અને સામા માણસ સાથે તુરંત માનસિક રીતે જોડાઈ જાય છીએ.અચાનક સહાયક કર્મચારીની મુલાકાત લો અને તેને પ્રશ્ન કરો કે તે શેની ઉપર કામ કરી રહ્યા છે અથવા અમુક કામ કંપની અમુક રીતે જ કેમ કરે છે તેની વાત કરો. કોઈ વાતની સમજણ મેળવતા તમો મિત્ર પણ બનતા જાય છે અને એવુ પણ શિખવા મળે છે જે તમારા લક્ષ પ્રપ્તિમાં મદદરૂપ થાય છે.

(5) સાથી કર્મચારીને કે સહાયક કર્મચારી હોય સાથે અતિ ગાઢ સંબંધો પણ રાખવા નહી...........

ઘાટા વ્યવસાયિક સંબંધો અને મિત્રતા વચ્ચે બહુ જ પાતળી લાઈન છે જે ને સમજવી ખુબ જ જરૂરી છે.સાથી કર્મચારીને કે સહાયક કર્મચારી જોડે ફક્ત "વ્યવસાયીક વ્યક્તિગત" સંબંધ રખવા જોઈએ.તેવો એવી જ વ્યક્તિગત માહીતી જાણતા હોવા જોઈએ કે સહભાગિતા હોવા જોઈએ જે આપણે વ્યવસાયિક સંબંધોમાં સ્વિકારી શકીએ. ઉદાહરણ તરીકે મારા પુત્રને શસ્ત્રક્રિયા કરાવાની છે તે વાત સાથી કર્મચારીને કે સહાયક કર્મચારીને વાત કરવામાં(share)ચાલે અને વ્યવસાયિક સંબંધોમાં સ્વિકાર્ય છે પણ આપણે પોતે "તનાવ"(દીપ્રેશન) ની દવા લઈએ છીએ તે વાત બધાને કરવી જોખમી છે

(6) “એકલો જાને રે” અભિગમ રાખવામાં જોખમ છે.

જો તમો કામની કે માહીતીની વેહેંચણી સાથીઓ જોડે કે સહ કર્મચારી જોડે ન કરવામાં આવે તો સાથીઓ કે સહ કર્મચારીઓમાં તમારી છાપ એક્લ અને અકળુની પડે છે. તમો જો સાથીઓ કે સહ કર્મચારીઓની બાદબાકી કરશો તો તે તમારી પ્રગતીની તકોની બાદબાકી કરશે.

શાણી સલાહ :-

રાહુ અને કેતુ વચ્ચે સંકલન સાધવું :-

નીતિ અનુસાર લિંગભેદ સ્વીકારવું એ અયોગ્ય છે પણ સ્ત્રિ અને પુરૂષ વચ્ચે સંઘર્ષ અને નેતૃત્વ સંભાળવાની રીત અને ક્ષમતા અલગ અલગ હોય છે.

અમુક ટ્રીક અહી આપેલ છે:-

દલીલ:-

પુરૂષો જ્યારે મીટીંગમાં કે અન્ય જગ્યાએ ભેગા થયા હોય અને તેમાંથી કોઈ વિષય પર બે પુરૂષો વચ્ચે જોરદાર દલીલ થાય અને તે બન્ને પછી બપોરના ભોજન સમયે કે થોડી વાર પછી રાજકારણની કે ક્રીક્રેટના મેચના રીઝલ્ટની કે સચીનના રન-આઉટની ચર્ચા કરતા હોય પણ જ્યારે બે સ્ત્રી વચ્ચે આવી જ દલીલબાજી થઈ હોય તો તે બપોરના ભોજન સમયે કે બીજી જગ્યાએ એક જ ટેબલ કે નજીક બેસવાનુ ટાળે છે એટલે કે તે ઝડપથી આવી વાત ભુલી સક્તિ નથી.

જો તમો એક પુરૂષ હોય તો.....

જો તમો એક પુરૂષ હોય તો તમારે કોઈ નારાજ સ્ત્રિને મનાવવી હોય તો તેને ફક્ત એટલુ જ કહેવાનુ કે તેની વાત તો સાચી છે અને તમો એની વાતને સમજી શકો છો. ઘણી સ્ત્રિઓને એટલુ જ જોઈતુ હોય છે કે તેને કોઈ સમજી શકે અને તેની વાત કોઈ ધ્યાનથી સાંભળે. જો તમો આટલુ કરો તો કોઈ પણ સ્ત્રિને દલિલમાં જીતી શકાય છે. સ્ત્રિઓને નારાજ કે ગુસ્સે કરવાનો એક જ સહેલો રસ્તો છે અને તે છે કે તમો સ્ત્રિઓને તેની વાતને ફગાવી દો અથવા તેની વાતને જ બંધ કરાવી દો.

જો તમો એક સ્ત્રિ હોય તો.......

જો તમો એક સ્ત્રિ હોય તો યાદ રાખો કે પુરૂષો તમારી વ્યક્તિગત રીતે ટીકા કરતા હોતા નથી પણ તમારી વાતની ટીકા કરતા હોય છે. તમો ભલે અંદરથી સળગતા હોય કે અંદરથી વિસ્ફોટક સ્થિતિ હોય છતા પણ તમો ફ્ક્ત જે વાત ચાલે છે તેની પર જ ધ્યાન કેન્દ્રિત રાખો અને તમારા કામના પ્રશ્ન ને જ બને એટલો સંક્ષિપ્તમાં અને સ્પષ્ટતા સાથે દઢતાથી રજુ કરો....

ટીમની કામગીરી:-:-

સ્ત્રિ કર્મચારી પુરૂષ કર્મચારી કરતા વધુ સહયોગ આપે છે ,સ્ત્રિઓ હમેંશા કોઈ કાર્ય માટે વધુ વિગતવાર અને લાંબી બેઠકો કરે છે. જ્યારે પુરૂષ કર્મચારી લક્ષને પ્રપ્તિ કરવા માટે ટુંકા રસ્તા અને કાર્યવાહી અનુલક્ષી પગલામાં જ રસ હોય છે.

જો તમો એક પુરૂષ હોય તો.....

તમને સહયોગ કરવાનુ ગમશે નહી પણ અમુક બાબતોમાં ફરજીયાત કરવો પડશે એટલે કરશે. જ્યારે સ્ત્રિ કર્મચારી પોતે જે કરે છે તે સાચુ છે ને તે તપાસવા પોતાના પ્રોજેક્તની તથા આગળના પગલા વિશે પોતાના સહ કર્મચારીને વાત કરશે.બીજાના મત કે વિચારને તમારા કાર્યમાં જ્યાં સુધી બાધા રૂપ ન બને ત્યાં સુધી તેને રોકવા જોઈએ નહી.

જો તમો એક સ્ત્રિ હોય તો....... જે પરિયોજનાની વિવિધ કાર્યવાહીનો રીપોર્ટ આપવાનો હોય તો જેટલા શક્ય હોય તે બધા જ વિક્લ્પ અને લાગતા વળગતા બધાના મંતવ્ય સાથે રીપોર્ટ ન આપવો. તમારા પોતાના વિચારોની સ્પષ્ટતા સાથે પાકો નિર્ણય કરો.જો કોઈ એવા પુરૂષનો સહકાર કે પરિયોજનામાં સામેલ કરવા પડે કે જે હમેંશા એક્લા કામ કરતો હોય તો તેને એક કાર્યની રૂપરેખા આપો અને તેને એક્લાને કામ કરવા દો અથવા આખી પરિયોજના ને નાના નાના ભાગમાં વહેચી દો અને તેને એક ભાગ સોપી દો અને તેને તેની રીતે કામ કરવા દો.

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka