કાર્યાલયના રાજકારણમાં કેમ જીતવુ (ભાગ (૨) HOW TO WIN OFFICE POLITICS ( PART 2 )



અવલોકન કે નિરીક્ષણ કરો અને સાંભળો
લક્ષ :-
અંદરની વાતો કે રમતને ઓળખો અને તેની ઉપરથી ક્યાશ કાઠો અને રસ્તા આવતા અવરોધને દૂર કરતાં જાવ અને આગળ વધવાની તકોનો ફાયદો ઉઢાવો
કાર્યાલયમાં ચાલતા વાટાઘાટોની રાજરમતને જીતવા માટેનો સૌથી અગત્યનો અને સીધો રસ્તો એક જ છે અને તે છે તમારી પોતાની “નિરીક્ષણની કુશળતા” હમેશા નિરીક્ષણ કરો (1) કેને બઢતી મળી ? (2) કેની અવગણના થઈ (3) કોને  પીઠ ભર પછાડ્યો (4) કોની પાસે સત્તા વધુ છે (5) કેની વાત સાંભળવી અને કેની વાત ન સાંભળવી (6) સમજો કે અત્યારે સૌથી વધુ કોણ વગદાર છે અને શું યોગ્ય કામ છે, શું અયોગ્ય છે અથવા શું અનુચિત છે, શું તમને ઈનામ અપાવી શકે તેમ છો અને શું તમને દંડ અપાવી શકે ? આ બધું તે માણશ કેવી રીતે તમને શીખવવા તૈયાર થાઈ શકે.
તમો શૈલી કે રીતને જોઈ રહ્યાં છો વિસ્તૃત રીતે તે તમારી સંસ્થાની સંસ્કૃતિ કે પરંપરા બનવાની છે. જો કડવું અને સીધ્ધુ જ મોઢે બોલવાવાળાને બઢતી કે તેની માનીતી જગ્યાએ બદલી થતી હોય અને તમો બીકણ કે સીધ્ધુ જ મોઢે બોલવાની ટેવ વાળા ના હૉય તો કડવું અને સીધ્ધુ જ મોઢે બોલવાની ટેવને વિકાસવો. તમો તમારી શૈલી નહી જ બદલી શકો પણ નિરીક્ષણની અને સાંભળવાની તાકતને લીધે તમો એટલું તો ચોકકશ નક્કી કરી શકશો કે કયું કામ કરવા યોગ્ય છે અને ક્યાં કામની અવગણના કરવા યોગ્ય છે. જેમકે તમારા બોસને લાંબુ નિરૂપણ ગમતું નથી પણ તમારો પ્રશ્ન જ લાંબુ નિરૂપણ માંગી લે તેવું છે તો તેને સમજાવો કે તેનું માનવું સાચું છે કે લાંબુ નિરૂપણ નકામું છે પણ તમારો પ્રશ્ન અલગ છે અને તે લાંબુ નિરૂપણ ને લાયક છે અને છતાં તેને પ્રશ્ન કે વિચારવાની તક મળશે કે લાંબુ નિરૂપણ ખરેખર જરૂરી હતું કે નહી .
ભય....ભય....ભય છે.......
તમો જ્યારે તમારા  કાર્યાલયમાં  માણસોની ટેવો  અને તેની ગતિશીલતા  વિષે શિખતા હશો ત્યારે તમો સાંભળશો કે તમો આ ના શોખો તો સારૂ .......તેના માટે ત્રણ પરીસ્થિતી ને ધ્યાન માં રાખવા જેવી છે અને તે .....
પરિસ્થિતી ૧ :-
તમારો સહ કર્મચારી બીજા કર્મચારી ની વાતો કરવા લાગે અને જે કામે આવ્યો હોય તે ન કરે
ભય :-
તમો નકામી વાતોમાં તમારો સમય બગાડશે અને ઢોસ વાતો ને બદલે બીજાની સાંભળેલી ફાલતુ વાતો માં સમય બરબાદ થશે અને તમારી વાતો બીજે કરશે........
ઉકેલ:-
આવા માણસો સાથે બને ત્યાં સુધી ઓછું બોલો.તમારા જવાબને સહ કર્મચારીની જરૂરીયાત પૂરતો જ મર્યાદિત રાખો નહી કે તે જે માણસ વિષે વાત કરે છે તેની ......ઉદાહરણ મને લાગે છે કે તમો હતાશ થયા છો           
પરિસ્થિતી ૨;-
એક સહ કાર્યકર તમને  કંઈક કહે છે જે વાત તમે સાંભળેલી નથી તમને લાગે કે તમને વિશે જાણવું જોઇએ કહે છે, જેમ કે સહકર્મચારીઓ વચ્ચે પ્રણય અથવા કોઈ અફવા કે કોઈને કંપની છોડવાનું કહેવામાં આવી શકે છે
 ભય :-
અસંગત કે ખોટી માહીતી તમારા અભિગમ ને વિપરીત અસર કરી શકે અથવા પૂર્વગ્રહ યુક્ત બનાવી શકે છે અને તમારી કાર્યલાય સંબધી સંબધોને વિપરીત અસર કરી શકે છે        
ઉકેલ:-
તમારે કોઈ અગત્યનું કામ યાદ આવી ગયું કે કોઈ ખાસ માણશ તમારી રાહ જોવે છે કે કોઈ અન્ય બહાનું બનાવીને ત્યાંથી જતાં રહેવું    
પરિસ્થિતી ૩ :-
એવા સમાચાર આવી કે તમારે કઈક તો કરવું જ પડે તેમ છે જેમકે કોઈ દાવો કરે છે કે એક સહ કાર્યકર બીજા સહ કાર્યકારને દબાવે છે અથવા હેરાન કરે છે અથવા બીજા પર ચોરીનો આક્ષેપ કરે છે   
ભય :-
આવા બનાવો તમારા અને તમારી સંસ્થાની આબરૂ પર ખરાબ છાપ પડે છે કારણ કે તમે કાઈ ના કર્યું અને એક ભીરૂ અને અનિર્ણાયક કર્મચારી તરીકે ની છાપ પડશે  જે તમારી બઢતી માટે ખરાબ વાત છે  ઉકેલ:
તુરંત યોગ્ય માર્ગે થી  એ વાતની  આગળ જાણ કરો. જે કર્મચારીએ ફરીયાદ કરી છે તેને કહો કે તેને આ વાત માનવ સંશાધન વિભાગને જાણ કરવી જોઈએ અથવા જો તે ઈચ્છે તો તમે જ જાણ કરો.જો માનવ સંશાધન વિભાગ ના હોય તો તમારા ઉપલા અધિકારી ને જાણ કરો અને જો તમો વાતને આગળ વધારમાં માગતા હોય તો વકીલની સલાહ લો.
ચોથું ચરણ
તમારી જાતને વ્યવહાર કુશળતાથી આગળ વધારો
તમારી જાતને દૃશ્યમાન અને અનિવાર્ય બનાવો
તમો ભલે તમારી જાતને કાર્યાલયની રાજરમતના એક ખેલાડી ના માનો પણ કાર્યાલય જ એક બહુ જ પ્રતિસ્પર્ધીત્માક બની ગયા હોવાથી તમારે બઢતી કે બદલી જોઈતી હોય કે ના જોઈતી હોય તો પણ કાર્યાલયની રાજરમતનો એક ભાગ બનવું જ પડે છે છેવટે તમારી ખુરશી ટકાવવા માટે પણ ....
“ઘણી વાર અપરાધ એ જ સૌથી મોટો સંરક્ષણ કે બચાવ હોય છે”
ટૂંકા ગાળાનું અને દુર્ગુણના ગાના ગાઈને કે કોઈની ઈચ્છા મુજબનું કામ કરતા રહેવા કરતાં, હમેશા સારી રીતે કામ કરી શકો  એવા રસ્તા શોધતા રહો  અને જે નિષ્ણાંત છે તેને કામ સોપો.
સૌથી અગત્યની વાત :-
સૌથી સારૂ કામ કરતાં રહેવું અને તેની નોંધ કોઈ તમારો અધિકારી લેશે એવી આશા ન રાખવી. તેના માટે તો થોડાઘણા તો તમારે પણ શીંગડા ભરાવા પડશે
મુખ્ય વાત દેખાવની છે નહી કે કહેવાની જેમકે
ફરીથી એ જ કામ બીજી વખત કરવું
જો કોઈ કામ તમે સારી રીતે કર્યું હોય અને તેની પ્રસંશા પણ મળી હોય તો બીજા વિભાગને, ગ્રાહકને  અથવા તમારા વિભાગને એ જ કામ ફરીથી સારી રીત તમે કરી શકશો તેવું કહો. “ હમેંશા સફળ વિચાર જ વેચાય છે”
બીજાને પણ જસ આપો:- જ્યારે તમો કોઈ સફળતા પૂર્વક કામ કર્યું હોય ત્યારે “મે” કે “હું” ની જગ્યાએ “અમે” કે “અમારા” શબ્દો વાપરો. તમારી ટીમના માણસો આ સાંભળીને ખુશ થાશે અને તે વાત તેને ગમશે તમારી ટીમના જાહેરમાં વખાણ કરશો તો તમને પણ સન્માન મળશે .           
ઝડપીથી નિકળો
જ્યારે તમારો જ કોઈ સહ કર્મી તમારા કામમાં રોડા કે અવરોધ  નાખતો હોય અને પાછો તમને જ પૂછતો હોય કે કામ કેમ ચાલે છે ત્યારે તુરંત ઉતર આપો કે ફર્સ્ટ ક્લાસ “ખૂબ જ સરસ” ઘણી વાર તે વિચારશે કે આવું કેમ બને અને તમારા માટેના બીજાને  સારા અભિપ્રાય આપશે
યોજના ભાગ ૨
મજબૂત બચાવ માટેની તૈયારી રાખો
ખૂબ જ હોશીયાર કે કસાયેલો પ્રતિસ્પર્ધી પણ ક્યારેક નાની ભૂલ કરી શકે. તેંડુલકરની પણ નવો બોલર વિકેટ લઈ જાય .અહી વાત છે સારા ખેલાડી સામે કેમ રમવું અને ક્યારેક ભૂલ થઈ જાય ત્યારે તે ભૂલમાથી કેટલા ઝડપથી સિખીને, કેટલી ઝડપથી અને કેટલી આશાનીથી  સુધારી લેવી એ જ અગત્યનું છે .   
રમતવીર જેવી ચાલ-ચલગત રાખો
દલીલ કે સીધો વિરોધ ના કરો.ચર્ચા કરો. તમને જ્યારે કોઈ વાત કે માણસ તમને વિચલીત કરે અને તમારો ગુસ્સા પર કાબૂ ના રહે ત્યારે તે વાત કે માણસ સાથે શાંતિથી અને મક્કમતાથી તમે શા માટે અને કેનાથી વિચલિત થાવ છો તે સમજાવો .જો કોઈ માણસ દલીલ કરવા તૈયાર હોય તો તેને પહેલા દલીલ કરવા ડો ભલે તે રાડો પાડે પણ તમે શાંતિથી સાંભળો પણ તે જ્યારે શાંત થાય ત્યારે તમારી વાત કરો અને સામા માણસ ની મુશ્કેલી નો ઉકેલ બતાવો.
ક્યારે તમારી ભૂલ સ્વીકારવી અને ક્યારે દિલગીરી વ્યક્ત કરવી
જ્યારે મીટીંગ માં તમો કોઈ વિષય પર વાત કરો છો અને તમારી વાત પૂરી થાય ત્યારે બધા જ મૌન ધારણ કરી લે ત્યારે તુરંત તમારે માફી માગી લેવાની કે તમારી વાત ખોટી છે તેવું સ્વીકારવાની જરૂર નથી. બીજાની રજૂઆત કે વાત સાંભળો અને જરૂર જણાય તો બીજો  વિકલ્પ રજૂ કરો અને છ્તા પણ વાત ના બને તો ભૂલ સ્વીકારો અને માફી માગો  પણ જો તમોએ કોઈનું વ્યક્તિગત અપમાન કર્યું હોય કે કોઈની લાગણી દુભાવી હોય  તો તુરંત માફી માગો કારકે તે તમને તુરંત ભૂલી નહી શકે.
ધ્યાન રાખો કે આ રમત એક સ્તર સુધી મર્યાદિત રહે પણ કંપની ના પગલૂછણિયું ના બની જવાય
અતિ સખત મહેનત અને કંપનીનું પગલૂછણિયું બનવાની વચ્ચે અતિ પાતળી લાઈન છે.જો તમને તમારો લક્ષ ખબર ના હોય તો અનિયંત્રણીત અને અસંભવ કામનો  ભાર લેવાની  “હા” ન પાડો કારણ કે ત્યાર પછી થી હમેશા તમારી પાસેથી એ જ રીતે અને એટલી જ ક્ષમતાથી કામ કરવાની અપેક્ષા રાખશે .
મેનેજરો ને અણગમતા માણસો સાથે વાત ના કરો
જો તમો કંપનીમાં ડંગેબાજ માણસો કે પોતાની વાત જ સાચ્ચી અને મુખ્ય વહીવટ કરનારા હમેશા ખોટા માનનારા અને મેનેજરોને આંખે ચડેલા જોડે જાહેરમાં દોસ્તી કે વાત ના કરો કારણકે તમને પણ ,એ મેનેજરો એવા જ સમજસે.આવા માણસો સાથે મક્કમ ઊભા રહેવું પડે તેમ જ હોય ત્યારે તમારૂ સ્થાન સ્પષ્ટ રીતે વાત કરો કે માણસ મહત્વનો નથી પણ તેનો વિષય અગત્યનો અને સાચો છે તેથી તેની તરફ છો અથવા જ્યારે દોસ્તીની ખાતર ઊભું રહેવું પડે તેમ હોય અને તમારૂ સ્થાન જોખમમાં હોય ત્યારે બે મિનિટ વિચારો કે મિત્રતા ખરેખર એટલી મહત્વની છે અને જો તેનો ઉતાર “હા” હોય તો સાથ આપો.   
ફરીથી રમતમાં આવી જાઓ
જો તમારો સાહેબ તમારી  અવગણના કરે કે તમારો સાથી કોઈ આયોજનની મીટીંગમાં ના બોલાવે તો તેની ફરીયાદ કરવાને બદલે તારી સારી રીતે તૈયાર કરેલ રજૂઆતને પ્રસ્તુત કરો અને અતિ મહત્વના મુદ્દા ભુલાયેલા હોય તેની યાદ અપાવો જેથી તમારી હોશિયારી અને જ્ઞાનની કીમત થાય.
પંચમ ચરણ
સહ કર્મચારીને મદદ કરો  
ક્ષ:
મેળવો આદર અને લાભ, અને બદલામાં મદદ મળશે
સામાની રીતે જો તમારે કોઈની સલાહની જરૂર હોય કે તમારે કોઈની મદદ જોઈતી હોય તો કે તમો કોઈ વાત કે જગ્યામાં ફસાઈ ગયા હોય અને નીકળવામાં કોઈની સલાહ કે મદદ જોઈતી હોય તો  તમારે પણ કોઈને સાચ્ચી સલાહ કે ખરા દિલથી મદદ કરવી જોઈએ તેનો બદલો પણ તેવો જ આપશે
કામની જગ્યાએ સાથી બનાવો :-
જ્યારે કોઈ સહ કર્મચારી ઘણી મહેનતથી કામ કરવા છતાં તેની ઉપર સામાન્ય ભૂલને લીધે તેનું કામ લક્ષમાં લેવાતું ન હોય અને તમને લાગે કે તેનું કામ ખરેખર સારૂ હતું પણ તમારી જાણમાં આવી ગયેલ સામાન્ય  ભૂલને લીધે વ્યવસ્થાપકની ટીકા નો ભોગ બને છે તો તેની તે ભૂલ તરફ તેના સ્વમાન ન ઘવાય તે રીતે તેને બતાવો અને ફરીથી આ ભૂલ ના થાય તેની કાળજી રાખવા કે તેને એક વાર બતાવી દેવા કહો અને જો ભૂલ ફરીથી થઈ હોય તો સુધારી આપો . આ સહ કર્મી તમારો કાયમી મિત્ર અને હીતેચ્છુ થઈ જશે
માર્ગદર્શક:
તમો સહ કર્મી ને મદદ કરવાથી મીત્રો જ નહી બને પણ તમારા ઉપલા અધિકારીઓને પણ તે વાત ગમશે .કંપનીને એવા અધિકારીઓની ખાસ  જરૂર હોય છે જે ને નીચલા અધિકારી સાથે જોડાયેલા હોય અને તેને સારી રીતે પ્રોત્સાહિત કરી શકે.          
સારા કામ માટે ગપ્પાષ્ટક:-
ઉદાહરણ તરીકે  
તમે કાર્યાલયમાથી સાંભળ્યુ કે તમારા કોઈ સાથીને આવતી કાળની મીટીંગમાં  કોઈ અગત્યનું કામ સંસ્થાના વહીવટકર્તા સોપવાના છે
તમારે શું કરવું જોઈએ :- જ્યારે તે કર્મચારી બપોરના ભોજન સમયે તમને ભેગા થાય છે  અને તમને કહે છે કે કાલે કોઈ અગત્યના કામ માટે રજા લેવાનો છે અને મીટીગમાં નહી આવી શકે.તમારે ફક્ત એટલું જ કહેવાનું કે “કાલે રજા ન લે અને મીટીંગમાં હાજર રહે.”
જ્યારે તેને મળવાનો લાભ મળશે ત્યારે તે તમારો સહ કર્મચારી તમારો કાયમીનો મિત્ર બની જાશે 
અતિ લાંબો લેખ વાચવા બદલ આભાર.........................     

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka