સમશ્યા અને તેનું સમાધાન OR Problems and their solution



    સમશ્યા અને તેનું સમાધાન OR  Problems and their solution
(1)  એક દિવસ બસ ડ્રાઈવર પોતાની બસ લઈને પોતાના રૂટ પરથી જઈ રહ્યા હતાં તે બસમાં કંડક્ટર તરીકે શ્રી પંડ્યાભાઈ હતાં. એક બસ સ્ટોપ પરથી 6 ફુટ ઉંચા અને મજબુત  ,કસાયેલ શરીર વાળા શ્રી પરેશભાઈ પટેલ ચડ્યા અને કંડક્ટર સામે જોઈને જોરથી બોલ્યા:
      ”હુ શ્રી પરેશભાઈ પટેલ ! આપણે તો કોઈ દીવસ ટીકટ લેતાં જ નથી.
      અને સીટ જોઈને બેસી ગયા. કંડક્ટર શ્રી પંડ્યાભાઈ પાતળા,નબળા શરીરવાળા તથા નીચાં હતા તેથી પરેશભાઈ પટેલ જોડે દલીલ કે જગડો કરવાનુ તો પોસાય તેમ નહોતુ.અને પરેશભાઈ તેનો ફાયદો ઉઠાવતા હતાં...
     બીજા દીવસે પણ એવુ જ બન્યુ...
    શ્રી પરેશભાઈ પટેલ બસમાં ચડ્યા અને કંડક્ટર સામે જોઈને જોરથી બોલ્યા:
   ”હુ શ્રી પરેશભાઈ પટેલ ! આપણે તો કોઈ દીવસ ટીકટ લેતાં જ નથી.
    પછી તો આવુ રોજનુ થયુ આથી કંડક્ટર શ્રી પંડ્યાભાઈ વ્યથીત થઈ ગયા અને રાત્રે ઉંઘી  શક્તા નહતા.
    છેવટે કંડક્ટર શ્રી પંડ્યાભાઈ નક્કી કર્યુ કે પોતે જુડો,કરાટે, કશાયેલ શરીર બનાવશે અને શ્રીપરેશભાઈ પટેલ જોડે ટક્કર લેશે અને તેને ટીકીટ લેવા મજબુર કરશે.તેથી તેને    પોતાની  તાલીમ માટે સારામાં સારી વ્યાયામ શાળામાં જાવાનુ ચાલુ કર્યુ.......
  ચાર મહીનાની જુડો,કરાટેની પુરી તાલીમ કસરતથી કંડક્ટર શ્રી પંડ્યાભાઈનુ શરીર મજબુત થઈ ગયુ અને એક દીવસે શ્રી પરેશભાઈ પટેલ બસમાં ચડ્યા અને પોતાની રીત મુજબ કંડક્ટર    શ્રી પંડ્યાભાઈ તરફ જોઈને બોલ્યા “હું શ્રી પરેશભાઈ પટેલ ! આપણે તો કોઈ દીવસ   ટીકટ લેતાં જ નથી.
    આથી કંડક્ટર શ્રી પંડ્યાભાઈ જોરથી અને ગુસ્સાથીબોલ્યા : કેમ ભાઈ ?
   કંડક્ટરના ગુસ્સાથી આશ્ચર્ય પામેલા શ્રી પરેશભાઈ પટેલ બોલ્યા :
  ”કારણ કે શ્રી પરેશભાઈ પટેલ જોડે “યાત્રા પાસ”(Bus pass) છે એટલે !


(2) કોઈ માણસ ૧૯માં માળે આવેલી પોતાની ઓફીસમાં કોઈ ગંભીર વિષય વિષે વિચારમગ્ન હતા એવામાં એક માણસ તેની ઓફીશમાં ઘૂસી ગયો જે જોરથી બૂમો પાડતો હતો “મિસ્ટર જોન્સ, આ ઇમારતની સામે ના જ રોડ પર તમારી પુત્રી મેરી જોન્સ અકસ્માટમાં મરી ગઈ” આ સાંભળી માણસ અતિ ગભરાઈ ગયો અને તેનું મગજ વિચારશક્તિ ખોઈ બેઢું અને સૂનમૂન થઈ ગયું અને કઈ પણ વિચાર કર્યા વગર તેણે તેની ૧૯માં માળેની ઓફીશની બારીમાથી નીચે કૂદયો.જ્યારે તે નીચે આવતો હતો અને ૧૪માં માળે પહોચ્યો ત્યારે તેને ભાન થયું કે પોતાને કોઈ પુત્રી નથી. તે જ્યારે ૦૭ માં માળે પહોચ્યો ત્યારે તેને યાદ આવ્યું કે પોતાના તો લગ્ન પણ નથી થયા અને જ્યારે તે જમીન પર પટકવાની તૈયારીમાં હતો ત્યારે તેને સમજાણુ કે પોતે મિસ્ટર જોન્સ નથી  

કથા સાંરાશ:-
કોઈ પણ સમસ્યાને શાંતિથી સાંભળી તેને સમજીને તેનો ઉકેલ શોધો
 સૌથી પહેલા નક્કી કરો કે સમસ્યા શું છે ? અને પછી તેનો ઉકેલ શોધો...........
 ઘણી વખત કોઈ સમસ્યા જ હોતી નથી અને આપણે તેનો ઉકેલ શોધવાની કોશીશ કરતા હોય છે.....

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka