Control of Our Thought PART 1 આપણાં વિચારોને નિયંત્રિત કેમ કરવા



આપણાં વિચારોને નિયંત્રિત કેમ કરવા :-
આપણાં વિચારોને નિયંત્રિત કરીને જીવન પરીવર્તન કરવાની રીત :-
 આપણાં વિચારો આપણી સાથી મોટી મિલકત છે. આપણે અને આપણી જીંદગીમાં થતાં અનુભવો,આપણાં વિચારોનું સિધ્ધુ પરિણામ છે. વિચારોને નિયંત્રણ કરવાની તાકાત આપણને થતાં અનુભવ અને આપણાં જીવનમાં ઘટતી ઘટના કે માણસોની  પસંદગી કરવાની તક આપે છે અને તેને  આપણી તરફ આકર્ષે છે આથી જ આપણાં જીવનમાં વિચારોની મહત્વતા છે અને તેને નિયંત્રણ કરવાની રીત શિખીસું
આપણને લાગશે કે આ તો બધુ બહુ અઘરૂ હશે અને તે તો બહુ મોટા માણશોનું કામ છે પણ એવું કશું નથી. આપણાં સદભાગ્ય છે કે વિચારોને નિયંત્રિત કરવા માટેના ટૂંકા અને સચોટ અને સહેલા રસ્તાઓ છે જેની ચર્ચા અહી કરીશું
સૌથી પહેલા આપણી લાગણીને સમજાવી પડશે
આપણાં મનમાં એકી સાથે હજારોની સંખ્યામાં વિચારો વહેતા હોય છે. વિચારોને નિયંત્રણ કરવાની મુખ્ય કામ એટલે આ વિચારોની લાગણીઓનું  ધ્યાનથી નિરીક્ષણ કરો
લાગણીની સમજવી
આપણે જે બધી લાગણીઓ જેવી કે પ્રેમ ,ઉત્સાહ,દુખ ,ભય ખુસી શાંતિ ગુસ્સો ઈર્ષા આનંદ અનુભવી છીએ તેના બે ભાગ પડે છે એક છે હકારાત્મક અને બીજો છે નકારાત્મક
આપણી લાગણીઓ તુરંત કઈક કહેશે કે આપણી જીવનમાં કોઈ વસ્તુને આવવા દેવી છે કે નહી. આપણે જ્યારે આકર્ષણના નિયમને સમજીએ ત્યારે આપણે શિખીસું કે જાગ્રત અવસ્થામાં  લાગણીઓ અનુભવવાની રીત અને તે લાગણીઓના અનુભવ પ્રત્યે ધ્યાન આપીશું કારણ કે તે આપણાં આત્માની માર્ગદર્શન તંત્ર છે જે આપણને વસ્તુઓ સાથે મેળ બેસાડીને નક્કી કરી આપે છે કે આપણાં માટે શું સાચ્ચું છે .
આ જ વસ્તુને આશાનીથી સમજવા માટે બાળકોની એક રમતની વાત કરીશું :-આ રમતમાં એક બાળક દસ સુધી ગણે છે અને બીજું બાળક એક રમકડું કોઈ જગ્યાએ જેમકે ગાદલાં કે પલંગની નીચે કે કોઈ બૂકની પાછળ સંતાળી દે છે અને પહેલા  બાળકને એ રમકડું શોધવાનું હોય છે હવે જ્યારે પહેલુ બાળક તે રમકડાં તરફ જાય ત્યારે પહેલું બાળક બોલે છે “ ગરમ” અને જેમ વસ્તુની નજીક જાય તેમ બોલે “ગરમ ગરમ” પણ જો દૂર તરફ જાય તો બોલે “ઠંડુ” અને જ્યારે રમકડું ગોતી લે ત્યારે બોલે “ગરમ અને તે ગોતી લીધું
આ વિશ્વ આપણું મિત્ર છે
આ વિશ્વ આપણી સાથે દરરોજ રમત રમે છે પણ આપણને “ગરમ કે ઠંડુ” કહેવાની જગ્યાએ વિશ્વ “હકારાત્મક કે નકારાત્મક” કહીને આપણને મદદ કરે છે. હકારાત્મક લાગણીઓ એટ્લે આપણે આપણાં સારા માટેની દિશામાં જઈ રહ્યા છીએ જ્યારે નકારાત્મક લાગણીઓ એટલે આપણાં માટે તે વસ્તુ કે રસ્તો સારો નથી કે આપણી દિશા ખોટી છે.
આપણે એક સવારે ઊઠીએ અને આપણી નૌકરી માટે નકારાત્મક લાગણી થાય,જેવી કે આ શું એક જ કામ વારંવાર કરવાનું કે તમારી આવડત પ્રમાણેની કદર ન થવી કે તમને જે કામ કરવાની મજા આવે તેવું આ કામ નથી  તો સમજવાનું કે વિશ્વ તમને ઈશારો કરે છે કે તમારી દિશા ખોટી છે અને તેને સચ્ચી દિશામાં વાળવાની જરૂર છે. દિશા બદલવી એનો અર્થ એવો નથી કે તુરંત નૌકરી છોડી દેવી પણ ઇનો અર્થ એવો થાય છે કે તમારે જે પરિસ્થિતી ઉદભવી છે તેના ઉકેલ માટે અવસ્ય કાઈક કરવું જોઈએ.
આ જ રીતે નકારાત્મક લાગણી આપના લગ્ન વિષે, આપણી કારકિર્દી ,આપણાં શરીર ,આપણાં ઘર વિષે ઉદભાવી શકે. નકારાત્મક લાગણીઓ એલાર્મ ઘંટ જેવી છે.આપણે એવું કાઈક વિચારતા હોઈએ કે જે પરિસ્થિતિનો વાસ્તવિક રીતે આપણે સામનો કરવા માગતા ના હોય ત્યારે આ વિશ્વ આપણને ચેતવણી આપે છે “સાવધાન” આમ છતાં આપણે તે પરિસ્થિતી વિષે સતત વિચારતા રહીએ તો એવું જ આપણી સાથે બનવાની શક્યતા વધી જાય છે. આવી પરિસ્થિતિમાં આપણે એવો રસ્તો ગોતી કાઠવો જોઈએ કે આપણાં મગજમાથી તે વિચાર જડપથી જતો રહે અથવા બીજો સારો વિચાર કરતાં થઈ જાય
આથી જ આપણી લાગણીઓ આપણાં આત્મા માટે એક “ચેતવણી તંત્ર” છે. તેના પર ધ્યાન આપો કે જેથી જે આપણાં માટે સારી વાસ્તવિક પરિસ્થિતી છે તે જ આપણાં તરફ આકર્ષાય.

કૃતજ્ઞતાની કે આભારની શક્તિ
 વિચારોને નિયંત્રિત કરવા માટેની સાથી પહેલી પધ્ધતિ છે કૃતજ્ઞતાની કે આભારની
આકર્ષણનો નિયમ જેના માટે કામ કરે તેવા ખાસ માણસો હોય છે. તમો આવા માણસો ને મળો તો તુરંત ઓળખી જાવ કારણ કે આવા માણસો હકારાત્મક , ખુશમિજાજ, કરૂણાસભર,પ્રેમાળ હોય છે.આવા માણસોમા જીવનમાં સંકટ સમય તથા દુખદ ઘટનાઓ ટી બનતી જ હૉય છે પણ તેઓ આવી ઘટનાઓમાંથી ઘણી ઝડપથી બહાર આવી જાય છે.હકારાત્મક અને ખુશમિજાજ સ્વભાવથી જીવવા માટે એક સામાન્ય રસ્તો એ જ છે કે જે તમારી પાસે છે તેના માટે આભારની લાગણી વ્યક્ત કરો.દરેક માણસ પાસે ભગવાને એટલું બધુ આપેલ છે કે આપણે દરરોજ એક કલાક આભારની લાગણી વ્યક્ત કરીએ તો પણ પૂરી જીંદગીમા બધીજ વસ્તુઓ માટે આભાર ના માની શકીએ.
તમારી પાસે ફક્ત એક સાયકલ જ હોય તો તમો વિચારો કે ૧૦૦ વર્ષ પહેલા આપણાં દાદાઓ ચાલીને જતાં હતા તેથી આપણે બહુ જ સારી સ્થિતિમાં છીએ કે આપણી પાસે સાયકલ છે/            
આકર્ષણનો નિયમને તમારા ફાયદા માટે કામ કરવા દો અને તમો જે તમારી પાસે છે તેના માટે આભારની લાગણી વ્યક્ત કરો.
આકર્ષણનો નિયમ કેવી રીતે કામ કરે છે:-
આ વિશ્વને તમો આભારની લાગણી વ્યક્ત કરો કે નહી તેનો કોઈ ફેર પડતો નથી પણ તમો જ્યારે તમારી પાસે જે છે તેના માટે આભારની લાગાણી વ્યક્ત કરો છો ત્યારે આપણાં મનની સ્થિતિમાં ઉલ્લાસ અને અપેક્ષાની ભાવનાઓ આવે છે અને જે શક્તિઓ બહાર આવે છે “તેમાં મારી પાસે ઘણું બધુ છે” તેવી લાગણીઓનો જન્મ થાય છે આથી વળતર રૂપે આકર્ષણનો નિયમ તમને વધુ આપે છે.
જો આપણે જે વસ્તુ આપણી પાસે નથી તેની જ ચિંતા કરતાં રહીએ તો આકર્ષણનો નિયમ અનુસાર હમેશા આપણી પાસે કાઈ રહેતું જ નથી .
જ્યારે આપણી પર કોઈ દુખદ ઘટના બને કે કોઈ આકસ્માત બને કે કોઈ મોટી આફત આવે ત્યારે આપણાં વિચારોને નિયંત્રિત કેવી રીતે કરવા
તમો તમારી નવી ફેરારી  કાર લઈને કોઈ તમારા સંબધીને ત્યાં બેસવા ગયા અને તમારી ફેરારી ગાડી તેની ગલીમાં પાર્ક કરેલ છે અને બહાર આવીને જોવો છો તો કોઈએ આગળના ભાગમાં ઘોબો પાડી દીધો હતો. તમાને ગુસ્સો આવે જ અને ગુસ્સામાં જ પડોસી તથા આજુબાજુના છોકરાઓને કહેવા લાગો છો જેનાથી તમારી નકારાત્મક શક્તિઓ ભેગી થાય છે જેનાથી થનારી માનસિક તથા શારીરીક શક્તિઓનો બગાડ થાય છે
નકારાત્મક શક્તિને હકારાત્મક શકતીઑ માં બદલાવો
ઉપર આપેલ પ્રતિક્રિયા ને બદલે તમો વિચારો કે આ  ઘોબો ઉપાડીને ફરીથી કલર કરીને જેવુ હતું તેવું જ ફરીથી કરી શકે તેવો કારીગર ક્યાં મળશે અને આ બધુ જ કરવાના કેટલો ખર્ચ થાશે જેને ડબલ કે ત્રણ ગણા કરો જેથી તમને અંદાજ આવી શકે હવે તમારે કેટલા વધારે રૂપીયા કમાવા પડશે અને તેના માટેનું આયોજન કરવાનું શરૂ કરો આથી તમને આપો આપ નવા આડીયા આવશે જે તમને વધુ કમાવાની તકો આપશે .

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka