સંચાલકો અને સહ કર્મચારી & MANAGEMENT AND CO-WORKERS



હમાણા હમણા ના અનુભવ અને વિવિધ કક્ષાના માણસો સાથેના વાર્તા લાપ અને બીજુ મિઠુ મરચુ ભભરાવીને આ પાણી પુરી તૈયાર કરેલ છે. 
(A) આથી દરેક કર્મચારીને જણાવવામાં આવે છે કે તમારા પગાર પ્રમાણે કચેરીમાં કપડા પહેરવા...........
* જો તમો પ્રદા ટ્રેનર્સના જુતા પહેરતા હોય અને હાથમાં ગુફીની બેગ રાખતા હોય તો અમો ધારીએ છીએ કે તમારે આર્થિક રીતે બહુ જ સધ્ધર પરિસ્થિતિમાં જીવો છો. તેથી તમારે પગાર વધારાની જરૂરીયાત નથી.  
* જો તમો નબળો પહેરવેશ પહેરીને કચેરીએ આવતા હોય તો,તમારે પગાર વધારાની જરૂર નથી પણ તમારે તમારા પૈસાનું સારી રીતે વ્યવસ્થાપન શીખવું જોઈએ જેથી તમો સારા કપડા પહેરી શકો
* જો તમો વધારે મોંઘા કે બહુ સસ્તા કપડા નથી પહેરતા તો તમો જ્યાં હોવા જોઈએ ત્યાં જ છો તેથી તમારે પગાર વધારેની જરૂર નથી
-    - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
(B) એક બંધ ઓરડીમાં ૪૦૦ ઈંટ ગોઠવી દો. તેમાં નવા ભરતી કરાયેલા કર્મચારીને પુરી દો.
(૧) જો તેઓ ઈંટની ગણતરી ચાલુ કરી દે તો તેને હિશાબી વિભાગમાં મોકલી દો.
(૨) જો તેઓ ફરીથી ઈંટોની ગણતરી ચાલુ કરે તો તેને ઓડિટીંગ વિભાગમાં મોકલી દો
(૩) જો તેઓ આખા ઓરડાને ઈંટોથી આમથી તેમ  ફેરવીને તથા આખા ઓરડામાં ઈંટોને આખા ઓરડામાં ફેલાવી દે અને અવ્યવસ્થિત કરી દે તો તેને ઇજનેરી વિભાગમાં મોકલી દો.
(૪) જો તેઓ ઈંટોને નસમજાય અને વિચિત્ર રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે તો તેને આયોજન વિભાગમાં ગોઠવી દો.
(5) જો તેઓ ઈંટોને એકબીજા સામે ફેકતા હોય તો તેને ઓપરેશન વિભાગ આપો.
(૬) જો તેઓ ઉંઘતા હોય તો સુરક્ષા વિભાગ આપો....
(૭) જો તેઓ ઈંટોને નાના-નાના ટુકડા કરતા હોય તો  (ઇન્ફર્મેશન ટેકનોલોજી) માહિતી પ્રૌદ્યોગિકી માં ગોઠવી દો.
(૮) જો તેઓ કાંઈ જ કરતા ના હોય આને આરમથી બેઠા હોય તો તેને માનવ સંસોધનમાં ગોઠવો.....
(૯) જો તેઓ કહે કે તેને વિવિધ  સંયોજનોના પ્રયત્ન કરેલ છે,પણ હજુ વધારે સારા સંયોજનો માટે પ્રયત્ન કરે છે અને છતાં તેને એક પણ ઈંટ જરા પણ ડગાવી ના હોય તો તેને વેચાણ વિભાગ આપો.     
(૧૦) કાંઈ પણ કર્યા વગર બારીની બહાર જોયા કરતા હોય તો તેને  વ્યૂહાત્મક આયોજનમાં.....
(૧૨) એક પણ ઈંટને જરા પણ ખસેડયા વગર જો તેઓ અંદરોઅદર વાતો કરતાં હોય તો તેને  ટોચના મેનેજમેન્ટમાં મુકો.....
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - -મજાકીયા અર્થ સભર અર્થ :- - - - - - - - - - - - - 
સ્પર્ધાત્મક પગાર = અમો બિજા કરતાં ઓછો પગાર આપીને સ્પર્ધાત્મક રહીએ છીએ. 
સમયની ચોક્કસ મર્યાદા આધારિત હોવું જ જોઈએ = તમો છ મહિના સુનિશ્ચિત સમાયાવધિ કરાતા પાછળ છો.
કેટલાક વધારાનો સમય જરૂરી હતો = ક્યારેક દરેક રાતે અને ક્યારેક દરેક  સપ્તાહના અંતે......
આપણી દરેક હકીકતની વિગતવાર માહીતી હોવી જોઈએ = આપણી પાસે ગુણવાતા નિયંત્રણ નથી.  
કારકિર્દી કેન્દ્રિત ઉમેદવાર = એવી મહીલા અરજીદાતા જે છોકરા વગરની હોવી જોઈએ અને હમેંશા છોકરા વગરની રહેવા માંગતી હોવી જોઈએ.
મહેરબાની કરીને કોઈ ફોન નહી = અમોએ જગ્યા ભરી લીધી છે આ તો કાયદાકીય વિધિ માટે અરજીઓ માંગેલ છે.      
બહુવિધ અને લાંબો અનુભવ ધરાવતા  ઉમેદવાર = હકીગતમાં તમો એવા ત્રણ માણસોને જગ્યા લઈ રહ્યા છો જે હમણાં જ કંપની છોડી ચુક્યા છે.
સમસ્યાઓનો ઉકેલ  લાવે તેવી કુશળતા જોઈએ જ  = તમો એવી કંપનીમાં નૌકરી કરવા જઈ રહ્યા છો જે શાશ્વત અંધાધૂંધીમાં ફસાયેલી છે.
ટીમ નેતૃત્વ કૌશલ્યો જરૂર છે = તમારા પર પગાર કે માન વગરની વ્યવસ્થાપકની જવાબદારીઓ તમારી માથે પડશે
સારૂ સંચાર કૌશલ્ય = વ્યવસ્થાપક મંડળ તમને જણાવશે,તમારે ફક્ત સાંભળવાનું અને ગોતી કાઠવાનું કે તે શું ઈચ્છે છે અને તે જ કરવાનું
માંદગીની રજા =
માંદગીની સાબીતી તરીકે ડૉક્ટરના  પ્રમાણપત્ર સ્વિકારાશે નહી કારણ કે જો તમો ડૉક્ટર પાસે જઈ શકો તો કામે પણ આવી શકો.
શસ્ત્રક્રિયા =
વાઢકાપ સંપુણ પ્રતિબંધિત છે. જ્યાં સુધિ તમો અહિ નૌકરી કરો છો ત્યાં સુધિ તમારા શરિરના બધા જ અવયવ જરૂરી છે. તમો કોઈ પણ અંગ દુર કરી શકો નહી. અમોએ તમોને અકબંધ નૌકરીએ રાખેલ છે તેથી કોઈ અંગ દુર કરવું તે કંપનીના નિયમ વિરૂધ્ધ ગણીને શિસ્તભંગ ગણીને કાર્ય વાહી કરવામાં આવશે.    
સાપ્તાહિક રજા =
સાપ્તાહિક રજા નાના કર્મચારી માટે ફક્ત સરકારી કાયદા પ્રમાણે અને ફક્ત કાયદાકીય વિધિ માટે જ છે તેનો લાભ લઈ શકશે નહી કારણ કે સાપ્તાહિક રજા ફક્ત સંચાલક માટે જ અને સંચાલકોને જ ભોગવાની હોય છે.
લક્ષ્યાંક હાશિલ કરવા =
જો લક્ષ્યાંક સમયબધ્ધ હાશિલ થાય તો તે સંચાલકોનું સફળ આયોજન અને તેની દિર્ઘદ્રષ્ટિ પછી સંચાલકોના બઢ્તિનો દોર અને
જો લક્ષ્યાંક સમયબધ્ધ હાશિલ ના થાય તો
(૧) પુરવઠોનો અભાવ
(૨) નાના કર્મચારીઓનું કામગીરીનું મુલ્યાકન અને બદલીઓનો દોર
(3) નિચેના કર્મચારીઓનું અણધડ આયોજન 
- - - - - - - - દરેકને બંધ બેસતી પાગડી પહેરવાની છુટ છે.- - - - - - - -

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka